આબોહવા સભાન ઉપભોક્તા માટે ભારતનું પ્રથમ ક્લાઈમેટ એક્શન પ્લેટફોર્મ ઈનસેપ્ટ.ગ્રીન ઓનલાઈન થયું
ઈનસેપ્ટ.ગ્રીન આબોહવા પ્રત્યે સભાન આગેવાનોને તેમના નાણાંને ડિજીસોલરથી શરૂ કરીને ગ્રીન બિઝનેસીસ પર કામ કરવા સક્ષમ બનાવીને ભારતની નેટ ઝીરો જર્નીને વેગ આપવા માટે સશક્ત કરે છે, ઈનસેપ્ટ.ગ્રીનનો ઉદ્દેશ આબોહવાની ક્રિયાને સુલભ બનાવવાનો અને ટકાઉ જીવનશૈલી પસંદગીઓના પ્રચાર માટે સમર્પિત બજાર બનાવવાનો છે.
ટકાઉ જીવનશૈલી પસંદગીના પ્રચાર માટે સમર્પિત ભારતનું પ્રથમ ડિજિટલ ક્લાઈમેટ એક્શન પ્લેટફોર્મ ઈનસેપ્ટ.ગ્રીન હવે ઓનલાઈન છે, જે આબોહવા પ્રત્યે જાગૃત નાગરિકોને ભારતની નેટ ઝીરો સફરમાં સહભાગી બનવા માટે સશક્ત બનાવવાનું મિશન ધરાવે છે અને આ પ્રક્રિયામાં નિયમિત, આકર્ષક વળતર પણ મેળવે છે.
લોકોને તેમના નાણાંને ગ્રીન પહેલમાં લગાવીને પગલાં લેવા સક્ષમ બનાવીને, ઈનસેપ્ટ.ગ્રીન, ગ્રીન ઇનોવેશન અને સભાન ઉપભોક્તાવાદમાં મોખરે છે. ઈનસેપ્ટ.ગ્રીન પ્લેટફોર્મ પર વાર્ષિક 12% સુધી એસેટ રિટર્ન સાથે ગ્રીન એનર્જી જનરેટ કરતા સોલાર ફાર્મની ‘ડિજિસોલર’ ફ્રેક્શનલ ઓનરશિપમાં લોકો રૂ. 500 જેટલી ઓછી રકમથી શરૂઆત કરી શકે છે.
“ઈનસેપ્ટ.ગ્રીન એ એક પ્લેટફોર્મ કરતાં સવિશેષ છે - તે એક ચળવળ છે. વ્યક્તિગત પગલાંને ગતિશીલ બનાવીને, દેશ વર્ષ 2050ની શરૂઆતમાં નેટ ઝીરો હાંસલ કરી શકે છે, જે આયોજિત લક્ષ્ય કરતાં બે દાયકા આગળ છે,” એમ ઈનસેપ્ટ.ગ્રીનની મૂળ સંસ્થા થર્ડ રોક સોલ્યુશન્સ લિમિટેડના સીઈઓ ગુરિન્દર સિંઘ સંધુએ જણાવ્યું હતું.
"અમે અમારા પર્યાવરણ સાથે કેવી રીતે ક્રિયાપ્રતિક્રિયા કરીએ છીએ તેમાં મૂળભૂત પરિવર્તન લાવવા માટે અમે ટેક્નોલોજીનો લાભ લઈ રહ્યા છીએ. અમે દરેક ભારતીયને રિન્યુએબલ એનર્જી એસેટ્સમાં ડિજિટલી રોકાણ કરવા સક્ષમ બનાવીએ છીએ, સૌના માટે લાભદાયી પરિસ્થિતિનું સર્જન કરીએ છીએ- ભારત માટે હરિયાળા, વધુ ટકાઉ ભવિષ્યમાં યોગદાન આપીને નાણાંકીય વળતર કમાઈએ છીએ”, એમ તેમણે ઉમેર્યું હતું.
ઈનસેપ્ટ.ગ્રીનનું લક્ષ્ય આગામી 30 મહિનામાં 10 લાખ સબ્સ્ક્રાઇબર્સ અને પાંચ વર્ષના સમયગાળામાં 30 લાખ સબ્સ્ક્રાઇબર્સ સાઇન અપ કરવાનું છે.
2.2MWpથી વધુ સોલાર ક્ષમતા લાઈવ અને અમલીકરણના વિવિધ તબક્કામાં 10MWp સાથે, ઈનસેપ્ટ.ગ્રીન ભારતના ડીકાર્બોનાઇઝેશન ડ્રાઇવને ગેલ્વેનાઇઝ કરવા માટે ભારતના વપરાશકારોની શક્તિનો ઉપયોગ કરી રહ્યું છે.
ઈનસેપ્ટ.ગ્રીન થર્ડ રોક સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડની છત્રછાયા હેઠળ કામ કરે છે, જે એક નફાકારક, પર્યાવરણીય સેવા કંપની છે. આ પિતૃ કંપની ટકાઉ જીવનશૈલી પ્રથાઓને ઉત્તેજન આપવા અને જવાબદાર ઉપભોક્તાવાદને પ્રોત્સાહન આપવા માટે સમર્પિત છે, જેનો ઉદ્દેશ્ય ઈન્ટરજનેરેશનલ ઇક્વિટી હાંસલ કરવાનો છે.
ઈનસેપ્ટ.ગ્રીન એ સીરીયલ આંત્રપ્રેન્યોર્સ અને કોર્પોરેટ અનુભવીઓનું સાહસ છે:
ગુરિન્દર સિંઘ સંધુ, ત્રણ દાયકાથી વધુનો અનુભવ ધરાવતા જાણીતા બિઝનેસ લીડર (એક્સ-તાતા પાવર, એક્સ-હિરો મોટો કોર્પ, એક્સ-કોકાકોલા, એક્સ-ભારતી એરટેલ, એક્સ-તાતા ડોકોમો, એક્સ-સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ, એક્સ-એશિયન પેઈન્ટ્સ)
મુરલી સુબ્રમણ્યન (એક્સ-શ્લેમ્બરગર, એક્સ-ઈન્ડિયાબુલ્સ પાવર, એક્સ-લાન્કો ઈન્ફ્રા, એક્સ-ઓશિયર એનર્જી, એક્સ-ઓસ્ટ્રો એનર્જી, એક્સ-ઓરેન્જ રિન્યૂએબલ)
રણજિત ગુપ્તા (એક્સ-શ્લેમ્બરગર, એક્સ-એઝ્યોર પાવર, એક્સ- ઓસ્ટ્રો એનર્જી)
રિતેશ ઘોસાલ (એક્સ-તાતા ક્રોમા, એક્સ- કોકા કોલા, એક્સ- રેકિટ બેનકીઝર, એક્સ- તાતા ડોકોમો)
પ્રધાનમંત્રીએ સરસ્વતી વિદ્યા નિકેતન શાળાની મુલાકાત લીધી હતી, ભારત-ગુયાના સાંસ્કૃતિક સંબંધોને વધુ ગાઢ બનાવવાના તેમના પ્રયાસોમાં સ્વામી અક્ષરાનંદજીના કાર્યની પ્રશંસા કરી હતી.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 20 નવેમ્બરના રોજ જ્યોર્જટાઉનમાં સ્ટેટ હાઉસ ખાતે મહામહિમ ડૉ. મોહમ્મદ ઈરફાન અલી સાથે મુલાકાત કરી હતી. સ્ટેટ હાઉસ પહોંચ્યા બાદ રાષ્ટ્રપતિ અલીએ તેમનું સ્વાગત કર્યું અને તેમણે ઔપચારિક ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.
જો તમે વિદેશમાં ભણવા માંગો છો તો આ સમાચાર તમારા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે. એક તરફ કેનેડા અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોએ તેમના વિઝા અને ઈમિગ્રેશન પોલિસીમાં ફેરફાર કરીને વિદ્યાર્થીઓ માટે યુનિવર્સિટીના દરવાજા ખુલ્લા કરી દીધા છે તો બીજી તરફ ન્યૂઝીલેન્ડે સ્ટડી વર્ક વિઝાના નિયમોમાં ફેરફાર કરીને વિદ્યાર્થીઓને આમંત્રણ આપ્યું છે.