Indel Money Limited રૂ. 100 કરોડ સુધીના સિક્યોર્ડ, રિડિમેબલ નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ (એનસીડી)ના પબ્લિક ઇશ્યૂના ત્રીજા તબક્કાની જાહેરાત કરી
ગોલ્ડ લોન સેક્ટરમાં નોન-ડિપોઝિટ ટેકિંગ અને પ્રણાલીગતરૂપે મહત્વપૂર્ણ નોન-બેંકિંગ ફાઇનાન્સ કંપની ઇન્ડેલ મની લિમિટેડે પ્રત્યેક રૂ. 1,000ની ફેસ વેલ્યુ ધરાવતા સિક્યોર્ડ એનસીડીના પબ્લિક ઇશ્યૂના ત્રીજા તબક્કાની જાહેરાત કરી છે. આ ઇશ્યૂ 06 જૂન, 2023ના રોજ ખૂલશે અને 19 જૂન, 2023ના રોજ બંધ થશે.
ગોલ્ડ લોન સેક્ટરમાં નોન-ડિપોઝિટ ટેકિંગ અને પ્રણાલીગતરૂપે મહત્વપૂર્ણ નોન-બેંકિંગ ફાઇનાન્સ કંપની (એનબીએફસી) ઇન્ડેલ મની લિમિટેડે પ્રત્યેક રૂ. 1,000ની ફેસ વેલ્યુ ધરાવતા સિક્યોર્ડ એનસીડીના પબ્લિક ઇશ્યૂના ત્રીજા તબક્કાની જાહેરાત કરી છે. આ ઇશ્યૂ 06 જૂન, 2023ના રોજ ખૂલશે અને 19 જૂન, 2023ના રોજ બંધ થશે. (વહેલા ઓવર સબસ્ક્રિપ્શનની સ્થિતિમાં વહેલા ક્લોઝરના વિકલ્પ સાથે).
ઇન્ડેલ મનીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અને સીઇઓ ઉમેશ મોહનને કહ્યું હતું કે, “અમારી સ્પર્ધાત્મક ક્ષમતાઓનો લાભ લેવા અને ગોલ્ડ લોન ઇન્ડસ્ટ્રીમાં અમારી હાજરીને વધારવા તથા અમારી ઉપસ્થિતિ વિસ્તારવા માટે અમારા બિઝનેસની વ્યૂહરચનાને ડિઝાઇન કરવામાં આવી છે. અમે અમારા વર્તમાન બ્રાન્ચ નેટવર્કની મદદથી અમારા લોન પોર્ટફોલિયોની વૃદ્ધિને આગળ ધપાવવા ઉપરાંત નવી બ્રાન્ચ શરૂ કરીને પણ વિસ્તરણ કરવાનો ઉદ્દેશ્ય ધરાવીએ છીએ. આવક, નફાકારકતા અને વિઝિબિલિટીમાં વધારા જેવાં પરિબળો અમારા બ્રાન્ચ નેટવર્કને બળ આપે છે. આ ઇશ્યૂ દ્વારા અમે અમારા ફંડ્સના સ્રોતોમાં વધારો કરવા માગીએ છીએ.”
સિક્યોર્ડ એનસીડી પ્રત્યેક રૂ. 1,000ની ફેસ વેલ્યુ ધરાવે છે. ઇશ્યૂમાં રૂ. 50 કરોડ સુધીની રકમ માટે બેઝ ઇશ્યૂ સાઇઝ સામેલ છે, જેમાં રૂ. 50 કરોડના ઓવરસબસ્ક્રિબ્શનને જાળવી રાખતાં કુલ રૂ. 100 કરોડનો વિકલ્પ છે. ઇશ્યૂના લીડ મેનેજર વિવરો ફાઇનાન્સિયલ સર્વિસિસ પ્રાઇવેટ લિમિટેડ છે.
આ ઇશ્યૂ દ્વારા એકત્ર કરાયેલાં ભંડોળનો ઉપયોગ ધિરાણ અને ફાઇનાન્સિંગના હેતુ માટે કરાશે.
ઇન્ડેલ મનીએ નાણાકીય વર્ષ 2023માં વિતરણમાં 210 ટકાની નોંધપાત્ર વૃદ્ધિ સાધી છે તથા રૂ. 3000 કરોડના મૂલ્યની લોનનું વિતરણ કર્યું છે. તેના લોન પોર્ટફોલિયોમાં ગોલ્ડ લોનનો હિસ્સો 92 ટકા સુધી છે. નાણાકીય વર્ષ 2023માં ઇન્ડેલ મનીએ તેની એસેટ અન્ડર મેનેજમેન્ટ (એયુએમ) 72 ટકા જેટલી વધારીને રૂ. 1,154 કરોડ કરી છે, જે નાણાકીય વર્ષ 2022માં રૂ. 669 કરોડ હતી. હવે ઇન્ડેલ મની વર્તમાન નાણાકીય વર્ષમાં રૂ. 2100 કરોડની એયુએમનું લક્ષ્ય ધરાવે છે, જેનો વૃદ્ધિદર 81 ટકા રહેશે. કંપનીનું કુલ એયુએમમાં ગોલ્ડ લોનનો હિસ્સો 90 ટકાથી વધુ રાખવાનું પણ લક્ષ્ય છે.
કંપની નાણાકીય વર્ષ 2024માં ડિબેન્ચર્સ ઇશ્યૂ કરીને અંદાજે રૂ. 300 કરોડ ઉભા કરવાની યોજના ધરાવે છે. એનબીએફસીની આ ઇશ્યૂમાંથી પ્રાપ્ત થયેલાં ભંડોળનો ઉપયોગ તેના ગોલ્ડ લોન બિઝનેસમાં કરવાની યોજના છે. વધુમાં એનબીએફસી નાણાકીય વર્ષ 2024-25માં નવા ક્ષેત્રોમાં પ્રવેશ કરીને પ્રાઇવેટ ઇક્વિટી (પીઇ) ઉભી કરવાની પણ યોજના ધરાવે છે. હાલમાં ઇન્ડેલ મની 8 રાજ્યોમાં કામગીરી ધરાવે છે તથા નાણાકીય વર્ષ 2025 સુધીમાં ભારતના 15 રાજ્યોમાં 500થી વધુ બ્રાન્ચ સાથે ઉપસ્થિતિ વધારવાની યોજના ધરાવે છે.
આજે બજારમાં મજબૂત ગતિ સાથે વેપાર શરૂ થયો. તમને જણાવી દઈએ કે સોમવારે પણ શેરબજાર રિકવરી સાથે બંધ થયું હતું. ગઈકાલે, BSE સેન્સેક્સ 341.04 પોઈન્ટના વધારા સાથે 74,169.95 પોઈન્ટ પર અને નિફ્ટી 111.55 પોઈન્ટના વધારા સાથે 22,508.75 પોઈન્ટ પર બંધ થયો હતો.
સોમવારે, સેન્સેક્સની 30 માંથી 20 કંપનીઓના શેર વધારા સાથે લીલા રંગમાં બંધ થયા હતા અને 10 કંપનીઓના શેર નુકસાન સાથે લાલ રંગમાં બંધ થયા હતા. બીજી તરફ, નિફ્ટી ૫૦ ની ૫૦ કંપનીઓમાંથી ૩૩ કંપનીઓના શેર વધારા સાથે લીલા નિશાનમાં બંધ થયા હતા અને બાકીની ૧૭ કંપનીઓના શેર નુકસાન સાથે લાલ નિશાનમાં બંધ થયા હતા.
ફેબ્રુઆરી, 2025 માં ફુગાવાનો સકારાત્મક દર મુખ્યત્વે ખાદ્ય ઉત્પાદનો, ખાદ્ય ચીજો, અન્ય ઉત્પાદન, બિન-ખાદ્ય ચીજો અને કાપડ ઉત્પાદન વગેરેના ભાવમાં વધારાને કારણે છે.