સિવાના સેવા સમિતિ અમદાવાદ દ્વારા સ્વતંત્રતા દિવસ ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી
સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે શહેરની સિવાના સેવા સમિતિ દ્વારા જહાંગીરપુરા સ્કૂલ ખાતે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સૌએ ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી કરી હતી.
અમદાવાદઃ સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે શહેરની સિવાના સેવા સમિતિ દ્વારા જહાંગીરપુરા સ્કૂલ ખાતે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સૌએ ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી કરી હતી.
સંસ્થાના સેક્રેટરી મુકેશ આર.ચોપડા એ જણાવ્યું હતું કે સંસ્થાના આચાર્ય સંગીતા બહેને તમામ મુલાકાતીઓને આવકાર્યા હતા અને ફૂલહારથી સન્માનિત કરાયા હતા.
જે બાદ શાળાના આચાર્ય સંગીતા બેન સહિત સંસ્થાના પ્રમુખ અમિત બાળડ, સેક્રેટરી મુકેશ ચોપડા, ખજાનચી રણજીત કાનુંગા, સ્થાપક પ્રમુખ મહાવીર ચૌધરી, પૂર્વ પ્રમુખ અશોક ભણસાલી, ઉપપ્રમુખ જિતેન્દ્ર મહેતા, મનીષ મહેતા, કાર્યક્રમ સંયોજક મહાવીર બાગરેચા, સહ સચિવ કીર્તિ બાગરેચા, બોર્ડના સભ્ય રાકેશ છાજેડ, કમલેશ શ્રીશ્રીમાલ, મુકેશ કાનુંગા, રાજેશ મહેતા વગેરે ઉપસ્થિત સભ્યોએ ધ્વજ ફરકાવ્યો હતો.
કાર્યક્રમ દરમિયાન નન્હા મુન્ના રાહી હુ...., વંદે માતરમ...., મા તુઝે સલામ.... વગેરે પ્રસ્તુતિઓએ વાતાવરણને દેશભક્તિમય બનાવી દીધું હતું. કાર્યક્રમના અંતે સિવાના સેવા સમિતિ દ્વારા તમામ વિદ્યાર્થીઓને નોટબુક, પેન અને મીઠાઈઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ગુજરાતના કચ્છ જિલ્લામાં શનિવારે ફરી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. લોકો ઘર છોડીને ભાગવા લાગ્યા. જાણો ભૂકંપની તીવ્રતા કેટલી હતી?
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રયાગરાજમાં આગામી મહાકુંભ માટે શનિવારે ગાંધીનગરથી 'વોટર એમ્બ્યુલન્સ'ને લીલી ઝંડી બતાવી હતી. મહા કુંભ 2025 13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી સુધી ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં યોજાશે.
GCCIની બેંકિંગ અને ફાઇનાન્સ કમિટી અને MSME કમિટી ના સંયુક્ત ઉપક્રમે તા: 2જી જાન્યુઆરી, 2025ના રોજ GCCI ખાતે નિકાસ અને આયાત વેપારમાં સુવિધાઓ અને તકો પર એક ઇન્ટરેક્ટિવ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું.