India GDP : સારા સમાચાર! ICRAએ આપ્યો મોટો અંદાજ, પ્રથમ ક્વાર્ટરમાં ભારતનો GDP દર આટલો રહેશે
ICRA Ratings GDP Estimate: રેટિંગ એજન્સી ICRA એ નાણાકીય વર્ષ 2024 ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં એટલે કે એપ્રિલ-જૂન દરમિયાન ભારતના જીડીપી માટે સારો અંદાજ કાઢ્યો છે, જે તમારે જાણવો જોઈએ.
ICRA Ratings: રેટિંગ એજન્સી ICRAએ ભારતના આર્થિક વિકાસ દર માટે સારી તેજીની આગાહી કરી છે, જે દેશ માટે સારા સમાચાર હોઈ શકે છે. વર્તમાન નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટર (એપ્રિલ-જૂન)માં તે વધીને 8.5 ટકા થઈ શકે છે અને અગાઉના ત્રિમાસિક ગાળામાં એટલે કે જાન્યુઆરી-માર્ચ દરમિયાન આર્થિક વૃદ્ધિ દર 6.1 ટકા હતો. ખાસ વાત એ છે કે ICRAનો જીડીપી અંદાજ દેશની કેન્દ્રીય બેંકના અંદાજ કરતા વધારે છે. 31 ઓગસ્ટે દેશનો આર્થિક વિકાસ દર એટલે કે જીડીપીના આંકડા જાહેર કરવામાં આવશે.
ICRA રેટિંગ્સે મંગળવારે જાહેર કરેલા રિપોર્ટમાં ભારતના GDP વૃદ્ધિ દર માટે 8.5 ટકાનો અંદાજ મૂક્યો છે. રેટિંગ એજન્સીએ જણાવ્યું હતું કે અનુકૂળ બેઝ ઇફેક્ટ અને સર્વિસ સેક્ટરમાં સુધારાને કારણે દેશના આર્થિક વિકાસ દરમાં નોંધપાત્ર વધારો થવાની ધારણા છે.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ એપ્રિલ-જૂન 2023 ક્વાર્ટરમાં દેશનો GDP 8.1 ટકા રહેવાનો અંદાજ મૂક્યો છે અને ICRA રેટિંગ્સનો GDP અંદાજ 8.5 ટકા આવ્યો છે, જે દેશની સારી આર્થિક સ્થિતિ દર્શાવે છે. ICRAએ નાણાકીય વર્ષ 2023-24 માટે તેના આર્થિક વૃદ્ધિ અનુમાનને 6 ટકા પર જાળવી રાખ્યું છે. આને આરબીઆઈના 6.5 ટકાના અંદાજ કરતા ઓછો રાખવામાં આવ્યો છે.
ICRAના મુખ્ય અર્થશાસ્ત્રી અદિતિ નાયરે જણાવ્યું હતું કે ચાલુ નાણાકીય વર્ષના બીજા ભાગમાં પ્રતિકૂળ સ્થિતિ જોવા મળી શકે છે. તેમણે કહ્યું કે અનિયમિત વરસાદને કારણે એક વર્ષ પહેલાની સરખામણીમાં વર્તમાન કોમોડિટીના ભાવ વચ્ચેનું અંતર ઓછું થવાની ભીતિ છે. આ સિવાય સરકારી મૂડી ખર્ચની ઝડપમાં પણ ઘટાડો થવાની સંભાવના છે.
અદિતિ નાયરે એવી સંભાવના પણ વ્યક્ત કરી હતી કે ભારત વર્ષ 2024 માં યોજાનારી સામાન્ય ચૂંટણીઓ નજીક આવી રહ્યું છે ત્યારે જીડીપી વૃદ્ધિ દર મર્યાદિત રહેશે. અદિતિ નાયરે એમ પણ કહ્યું હતું કે પ્રથમ ક્વાર્ટરમાં કમોસમી ભારે વરસાદ, નાણાકીય નીતિ કડક થવાની અસર અને નબળી બાહ્ય માંગના કારણે જીડીપી વૃદ્ધિ દર પર દબાણ આવ્યું છે.
વાયનાડ લોકસભા પેટાચૂંટણી માટે કોંગ્રેસના ઉમેદવાર પ્રિયંકા ગાંધી વાડ્રાએ લોકોનું સમર્થન મેળવવા અને તેમના પ્રતિનિધિ તરીકે પસંદ કરવામાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
PM મોદી 16 નવેમ્બરથી 21 નવેમ્બર સુધી ત્રણ દેશોના એક સપ્તાહના પ્રવાસ પર જશે, જેમાં બ્રાઝિલમાં યોજાનારી G20 સમિટમાં ભાગ લેવાનો સમાવેશ થાય છે.
ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે 43 બેઠકો પર સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે, જેમાં ખાસ કરીને રાંચી જેવા શહેરી વિસ્તારોમાં મતદાન મથકો પર લાંબી કતારો જોવા મળી હતી.