ભારતના માન સિંહે હોંગકોંગમાં એશિયન મેરેથોન ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો
ભારતના માન સિંહે આજે હોંગકોંગમાં એશિયન મેરેથોન ચેમ્પિયનશિપ 2024માં બે કલાક 14 મિનિટ અને 19 સેકન્ડના વ્યક્તિગત શ્રેષ્ઠ સમય સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો.
ભારતના માન સિંહે આજે હોંગકોંગમાં એશિયન મેરેથોન ચેમ્પિયનશિપ 2024માં બે કલાક 14 મિનિટ અને 19 સેકન્ડના વ્યક્તિગત શ્રેષ્ઠ સમય સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. 34 વર્ષીય ભારતીય મેરેથોન રનરે ચીનના હુઆંગ યોંગઝેંગને 65 સેકન્ડના અંતરથી હરાવ્યું.
કિર્ગિસ્તાનની તિયાપકિન ઇલ્યા 2 કલાક 18 મિનિટ 18 સેકન્ડના સમય સાથે ત્રીજા સ્થાને રહી હતી. અગાઉ માન સિંહે મુંબઈ મેરેથોન 2023માં 2 કલાક 16 મિનિટ 58 સેકન્ડનો વ્યક્તિગત સર્વશ્રેષ્ઠ સિદ્ધિ હાંસલ કરી હતી.
મહિલા ઈવેન્ટમાં ભારતની અશ્વિની જાધવ 2 કલાક 56 મિનિટ 42 સેકન્ડના સમય સાથે આઠમા સ્થાને અને જ્યોતિ ગવતે 3 કલાક 6 મિનિટ 20 સેકન્ડના સમય સાથે 11મા સ્થાને રહી. પેરિસ 2024 ઓલિમ્પિકમાં મહિલાઓની મેરેથોન માટે પ્રવેશ ધોરણ 2 કલાક 26 મિનિટ 50 સેકન્ડ છે.
અર્જુન તેંડુલકરે રણજી ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને અરુણાચલ પ્રદેશ સામે 5 વિકેટ લેવામાં સફળ રહ્યો હતો. અર્જુને આ કામ પહેલીવાર કર્યું છે.
IPL 2025 મેગા ઓક્શન પહેલા, ગુજરાત ટાઇટન્સે ભૂતપૂર્વ ભારતીય બેટ્સમેનને બેવડી ભૂમિકા સોંપી છે. આ ખેલાડીએ IPLમાં 2800થી વધુ રન બનાવ્યા છે.
બુધવારથી શ્રીલંકા અને ન્યુઝીલેન્ડ વચ્ચે વનડે સીરીઝ શરૂ થવાની છે. આ પહેલા શ્રીલંકાના સ્ટાર ખેલાડી વાનિન્દુ હસરાંગા ઈજાગ્રસ્ત થઈને શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે.