ભારતનાં વેદાંતા ગ્રુપે ડિસ્પ્લે ગ્લાસ ઉદ્યોગ ક્ષેત્રની કોરિયાની 20 કંપની સાથે એમઓયુ કર્યા
કોટ્રા ખાતે કોરિયા બિઝ-ટ્રેડ શો 2023માં ભારત સરકારના અધિકારીઓ સાથે વેદાંતાનો સફળ રોડશો
મુંબઈ : ભારતમાં ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન હબના વિકાસ માટે કોરિયાની ડિસ્પ્લે ગ્લાસ ઉદ્યોગ ક્ષેત્રની 20 કંપનીઓ સાથે સમજૂતી (MoU) કરવામાં આવી હોવાની વેદાંતા જૂથ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. દક્ષિણ કોરિયાની સરકારે કોરિયાના વેપાર, ઉદ્યોગ તથા ઊર્જા મંત્રાલયના સહયોગથી વેપાર અને મૂડીરોકાણ પ્રમોશન સંસ્થા કોટ્રા દ્વારા તાજેતરમાં યોજાઈ ગયેલા કોરિયા બિઝ- ટ્રેડ શો 2023માં રોડશો માટે વેદાંતાને નિમંત્રણ આપવામાં આવ્યું હતું.
વેદાંતાના સેમિકન્ડક્ટર અને ડિસ્પ્લે બિઝનેસના ગ્લોબલ મેનેજિંગ ડિરેક્ટર આકર્ષ કે. હેબ્બરે ભારતમાં ડિસ્પ્લે ફૅબ સ્થાપિત કરવાની યોજના રજૂ કરી હતી. તેમણે સરકારની સાનુકૂળ નીતિ સાથે ઇલેક્ટ્રોનિક્સ હબ સ્થાપવા માટે વેદાંતાની સાથે જોડાવા માટે સંભવિત ભાગીદારો અને ગ્રાહકોને નિમંત્રણ આપ્યું હતું. આકર્ષ હેબ્બરે જણાવ્યું કે, “અમારી સાથે ભાગીદારી કરવા 50 કરતાં વધુ કંપનીઓએ રસ દાખવ્યો હતો અને અમને એ જાહેર કરતા આનંદ થાય છે કે ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન વેલ્યૂ ચેઇન સાથે સંકળાયેલી 20 કોરિયન કંપનીઓ સાથે અમે MoU પર હસ્તાક્ષર કર્યા છે. ભારત સરકારની સાથે મળીને અમે આપણા દેશમાં મૂડીરોકાણની વ્યાપક તકો - જે સાનુકૂળ નીતિ, શ્રેષ્ઠ ટેલેન્ટ તથા મજબૂત ઈનોવેશન ઇકોસિસ્ટમ ધરાવે છે તેનું નિદર્શન કર્યું હતું.”
કોરિયાના ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગના અગ્રણીઓ સાથે બેઠક દરમિયાન આકર્ષે સૂચિત ઇલેક્ટ્રોનિક્સ ઇકોસિસ્ટમ હબના વ્યાપ અને કદ વિશે જાણકારી આપી હતી. તેમણે કહ્યું હતું કે, આ હબમાં 150થી વધુ કંપનીઓને આકર્ષવાની સંભાવના રહેલી છે અને તેને કારણે 1,00,000 કરતાં વધુ લોકોને સીધી તથા આડકતરી રોજગારી મળશે. તેમણે કહ્યું હતું કે, વેદાંતાની ગ્રીનફિલ્ડ ડિસ્પ્લે ફૅબ આ સૂચિત હબના એન્કર પૈકી એક હશે. તેમણે ભારતમાં મૂડીરોકાણ કરવા માગતી કોઇપણ કંપનીને મદદ કરવાની તૈયારી પણ દર્શાવી હતી.
દક્ષિણ કોરિયા ખાતેના ભારતીય રાજદૂત એચ.ઈ. અમિત કુમારના નેતૃત્વ હેઠળ ભારત સરકારના અધિકારીઓએ આ રોડશોમાં ભાગ લીધો હતો અને ભારતની મૂડીરોકાણ તરફી નીતિ અંગે
જાણકારી આપી હતી. શ્રી અમિત કુમારે કહ્યું હતું કે, ભારતીય ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગ દેશમાં સૌથી ઝડપી વિકસી રહેલાં ક્ષેત્રો પૈકી એક છે અને વિશાળ સ્થાનિક માંગ, સરકારની વિવિધ પહેલ તથા ગ્રાહકોના વધી રહેલા સ્પેન્ડિંગ પાવરને કારણે 2026 સુધીમાં તે 300 અબજ ડૉલર થવાની ધારણા છે. તેમણે કહ્યું કે, આને પરિણામે ટેકનોલોજી ક્ષમતા અને ઇનોવેશન માટે જાણીતી કોરિયન કંપનીઓ માટે ભારતના વિશાળ અને સતત વધી રહેલા બજારમાં મૂડીરોકાણની આકર્ષક તક રહેલી છે. ગુજરાત સરકારમાં વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ (GSEM) માં આઈસીટી અને ઈ- ગવર્નન્સના આસિસ્ટન્ટ ડિરેક્ટર મનિષ નાયકે ધોલેરા SIR માં ઉપલબ્ધ માળખાકીય સુવિધાઓનું નિદર્શન કર્યું હતું તથા કોરિયન કંપનીઓ માટે ઉપલબ્ધ સરકારી રાહતોની માહિતી આપી હતી. ધોલેરા SIR એ ભારતનું સૌપ્રથમ ઔદ્યોગિક ગ્રીનફિલ્ડ સ્માર્ટ શહેર છે.
ડિસેમ્બર 2022માં વેદાંતાને જાપાનથી પણ આવા જ રોડશોનું નિમંત્રણ મળ્યું હતું, જેમાં આશરે 100 કંપનીના 200થી વધુ પ્રતિનિધિઓએ હાજરી આપી હતી. એ રોડશો દરમિયાન વેદાંતે જાપાનની 30 કંપની સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા. વેદાંતા જૂથની કંપની અવાંસ્ત્રતે આઈએનસી. ડિસ્પ્લે ગ્લાસ ઉદ્યોગમાં આગેવાન છે અને કોરિયા તથા તાઇવાનમાં ઉત્પાદન એકમો ધરાવે છે. અવાંસ્ત્રતેનો કોરિયાનો પ્યોંગટેક-સી પ્લાન્ટ 15 વર્ષથી કાર્યરત છે અને Gen 4 થી Gen 8 TFT ડિસ્પ્લે ગ્લાસનું ઉત્પાદન કરે છે. એ પ્લાન્ટ કંપનીના આર એન્ડ ડી સેન્ટર તરીકે પણ કાર્યરત છે, જે વેફર ગ્લાસ, અલ્ટ્રા-થિન ગ્લાસ, નેક્સ્ટ જનરેશન કવર ગ્લાસ તથા એઆર/વીઆર ગ્લાસ એપ્લિકેશન્સ પર કામ કરે છે.
RBI દ્વારા રેપો રેટમાં ઘટાડા બાદ HDFC બેંકે હવે FD પરના વ્યાજમાં ઘટાડો કર્યો છે. બેંકે વિવિધ મુદતની FD પરના વ્યાજ દરોમાં ફેરફાર કર્યો છે.
ડીજીસીએ એ પણ તપાસ કરશે કે શું ક્રૂ મેમ્બરની તબિયત ખરાબ લાગતી હતી ત્યારે વિમાનમાં સવાર બાકીના ક્રૂ સભ્યોએ કોઈ પગલાં લીધાં હતાં.
Infosys Q4 Result : જાન્યુઆરી-માર્ચ 2025 ક્વાર્ટરમાં ઇન્ફોસિસનો નફો ઓક્ટોબર-ડિસેમ્બર 2024 ક્વાર્ટરની તુલનામાં 3.3 ટકા વધ્યો. જોકે, આવકમાં 2 ટકાનો ઘટાડો થયો.