ભારતનું સૌથી મોટું “ગ્રીનફિલ્ડ ઇન્ડસ્ટ્રીયલ સ્માર્ટ સિટી” - ધોલેરા
ધોલેરા સ્માર્ટ સિટીમાં સેમિકન્ડકટર, ઇલેક્ટ્રોનિક્સ, નોન રીન્યુએબલ એનર્જી, ઓટોમોબાઇલ, ઇવી, એરોસ્પેસ, ડિફેન્સ, આઇ.ટી. જેવી કંપનીઓનું થશે નિર્માણ.
દેશના વિકાસનું ગ્રોથ એન્જિન એટલે ગુજરાત. ભારતમાં ઔદ્યોગિક ક્ષેત્રે ગુજરાત મોખરાનું સ્થાન ધરાવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના “વિકસિત ભારત@૨૦૪૭” ના સ્વપ્નને સાકાર કરવા માટે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્યમાં અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કંપનીઓ રોકાણ કરી રહી છે. ગુજરાતમાં બિઝનેસ માટે આવનાર કંપનીઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે રાજ્ય સરકાર હંમેશા હકારાત્મક અભિગમ અપનાવે છે. જે અંતર્ગત ભારત સરકાર અને ગુજરાત સરકારના સંયુક્ત સાહસથી વિશ્વ સ્તરીય માળખાકીય સુવિધાઓ અને જીવનશૈલીના ઉચ્ચ ધોરણોયુક્ત ધોલેરા સ્માર્ટ સિટીનો વિકાસ કરવામાં આવ્યો છે. ગુજરાતનાં ધોલેરા ખાતે આવેલ “સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન” (SIR) માં ભારતના સૌથી મોટા “ગ્રીનફિલ્ડ ઇન્ડસ્ટ્રીયલ સ્માર્ટ સિટી”નું નિર્માણ થઇ રહ્યું છે.
ધોલેરા ઇન્ડસ્ટ્રિયલ સિટી ડેવલપમેન્ટ લિમિટેડની યાદીમાં જણાવ્યા અનુસાર ધોલેરા સ્માર્ટ સિટી ખાતે વિવિધ ઇન્ડસ્ટ્રીઝ તેમજ તેના કર્મચારીઓ માટે સર્વગ્રાહી જીવનશૈલીના વિકાસ માટે રહેણાંક, વ્યાપાર, મનોરંજન તથા અન્ય હેતુસર ૯૨૦ ચો.કિમી. જેટલી જમીન ફાળવવામાં આવી છે. આ પ્રોજેકટના પ્રારંભિક તબક્કે ૨૨.૫૪ ચો.કિમી. વિસ્તારનો વિકાસ કરવામાં આવ્યો છે, જેમાં વિશ્વ કક્ષાના પ્લગ એન્ડ પ્લે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પીવાલાયક પાણી, ૨૪ કલાક અવિરત વીજ પુરવઠો, CETP, STP, ICT, નેચરલ ગેસ વગેરે જેવી યુટિલિટી સેવાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ધોલેરા સ્માર્ટ સિટીમાં સેમિકન્ડકટર અને સંલગ્ન આનુષંગિક સેવાઓ, ઇલેક્ટ્રોનિક્સ, નોન રીન્યુએબલ એનર્જી, ઓટોમોબાઇલ, ઇવી, એરોસ્પેસ, ડિફેન્સ, આઇ.ટી. જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રોની કંપનીઓની સ્થાપના થશે.
ગુજરાત સરકારે ખાસ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન અને ઇન્ડસ્ટ્રીયલ ઝોનના આયોજન, વિકાસ અને સંચાલન માટે વર્ષ ૨૦૦૯ માં "ધ ગુજરાત સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન (GSIR) એકટ ૨૦૦૯" જાહેર કર્યો હતો. તે અંતર્ગત ગુજરાતનાં ધોલેરાને દિલ્હી-મુંબઈ ઈન્ડસ્ટ્રીયલ કોરિડોરના ભાગરૂપે "સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન" (SIR) તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા આ સ્થળના વિકાસ માટે ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજનલ ડેવલપમેન્ટ ઓથોરિટી (DSIRDA)ની રચના કરવામાં આવી છે. ધોલેરા સ્માર્ટ સિટી ખાતે ઈન્ફ્રાસ્ટ્રક્ચર, રોડ અને યુટિલિટી નેટવર્ક, પાણી, વીજળી, ICT, ગેસ, સ્ટોર્મ વોટર, વેસ્ટ વોટર માટેની માળખાગત વ્યવસ્થા, ૧૫૦ MLD ની ક્ષમતા સાથે વોટર ટ્રીટમેન્ટ એન્ડ સપ્લાય સિસ્ટમ, ૬૦ MLD ની ક્ષમતાવાળા ઔદ્યોગિક એકમો માટે કોમન એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને કલેક્શન સિસ્ટમ, ૩૦ MLD ની ક્ષમતા સાથે સુએજ કલેક્શન એન્ડ ટ્રીટમેન્ટ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવામાં આવી છે. અહી વહીવટી કચેરીઓ, બેન્ક્વેટ હોલ, મીટિંગ રૂમ, કંમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર, બેંક, કાફેટેરિયા જેવી વિવિધ સુવિધાઓ પણ તૈયાર કરવામાં આવી છે.
ગયા અઠવાડિયે રાજ્યમાં ઠંડા પવન સાથે ભારે ઠંડીનો અનુભવ થયો હતો. મકર સંક્રાંતિ બાદ, છેલ્લા ત્રણ-ચાર દિવસોથી ઠંડીમાં રાહત મળી છે,
અમદાવાદમાં દક્ષિણ બોપલ તેના નવા ગ્રીન હેવન-ઓક્સિજન પાર્કનું સ્વાગત કર્યું, જેનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની વિવિધ નગરપાલિકાઓ અને મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં શહેરી વિકાસ પ્રોજેક્ટ માટે રૂ. 605.48 કરોડ મંજૂર કર્યા છે.