ભારતના દિગ્ગજ ક્રિકેટરે અચાનક નિવૃત્તિની જાહેરાત કરી, ક્રિકેટ જગતમાં ફેલાઈ નિરાશા
ભારતના અનુભવી ક્રિકેટર મનોજ તિવારીએ અચાનક ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. મનોજ તિવારીએ કરિયરની શરૂઆતમાં બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું, પરંતુ તે ટીમ ઈન્ડિયામાં વધુ સમય ટકી શક્યો ન હતો. મનોજ તિવારી હાલમાં બંગાળની મમતા સરકારમાં રમતગમત મંત્રી છે.
ભારતના અનુભવી ક્રિકેટર મનોજ તિવારીએ અચાનક ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. મનોજ તિવારીએ કરિયરની શરૂઆતમાં બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું, પરંતુ તે ટીમ ઈન્ડિયામાં વધુ સમય ટકી શક્યો ન હતો. મનોજ તિવારી હાલમાં બંગાળની મમતા સરકારમાં રમતગમત મંત્રી છે. મનોજ તિવારીને છેલ્લા 8 વર્ષથી ટીમ ઈન્ડિયામાં જગ્યા મળી નથી. આ ખેલાડી તેની ઝડપી બેટિંગ માટે જાણીતો છે, પરંતુ આ ખેલાડી તેની સારી રમત જાળવી શક્યો નથી.
મનોજ તિવારીએ ટીમ ઈન્ડિયા માટે છેલ્લી મેચ વર્ષ 2015માં રમી હતી. વર્ષ 2008માં મનોજ તિવારીએ ઓસ્ટ્રેલિયા સામે વનડેમાં ડેબ્યૂ કર્યું હતું. તેણે ટીમ ઈન્ડિયા માટે 12 ODI અને 3 T20 ઈન્ટરનેશનલ મેચ રમી છે. મનોજ તિવારીએ વનડેમાં 26.09ની એવરેજથી 287 રન બનાવ્યા છે. જેમાં 1 સદી અને એક અડધી સદીનો સમાવેશ થાય છે. ODI ફોર્મેટમાં તેનો સર્વોચ્ચ સ્કોર 104 હતો. T20 ઈન્ટરનેશનલની વાત કરીએ તો તેણે 15ની એવરેજથી 5 રન બનાવ્યા છે.
ટીમ ઈન્ડિયા ઉપરાંત મનોજ તિવારી પણ આઈપીએલ રમી ચૂક્યો છે. IPLમાં તેના આંકડા ઘણા પ્રભાવશાળી છે. મનોજ તિવારી આઈપીએલમાં કોલકાતા નાઈટ રાઈડર્સ, રાઈઝિંગ પુણે સુપરજાયન્ટ અને કિંગ્સ ઈલેવન પંજાબ ટીમનો ભાગ રહી ચૂક્યો છે. આ દરમિયાન તેણે 98 મેચમાં 28.72ની એવરેજથી 1,695 રન બનાવ્યા છે. તેના નામે 7 અડધી સદી પણ છે.
Champions Trophy 2025: ટીમ ઈન્ડિયાના ઉપ-કેપ્ટન શુભમન ગિલે ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં બેટિંગથી શાનદાર શરૂઆત કરી હતી અને બાંગ્લાદેશ સામેની મેચમાં શાનદાર અણનમ સદી ફટકારી હતી. હવે, ગિલની આ ઇનિંગ પછી, વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન રિકી પોન્ટિંગે તેની પ્રશંસા કરી છે અને એક મોટી આગાહી પણ કરી છે.
પશ્ચિમ રેલ્વેના અમદાવાદ મંડળના આસિસ્ટન્ટ ડિવિઝનલ મિકેનિકલ એન્જિનિયર, ગાંધીધામ શ્રી અમિત કુમાર એ એસબીડી નેશનલ ઓપન ક્લાસિક પાવરલિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2025માં શાનદાર પ્રદર્શન કરીને સિલ્વર મેડલ જીત્યો. આ પ્રતિષ્ઠિત સ્પર્ધા 19 થી 23 ફેબ્રુઆરી 2025 દરમિયાન પંજાબના ફગવાડા ખાતે આયોજિત કરવામાં આવી છે.
ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની ચોથી મેચ આજે પાકિસ્તાનના લાહોરમાં રમાશે, જ્યાં પરંપરાગત હરીફ ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ આમને-સામને ટકરાશે. બંને ટીમો તાજેતરની ODI શ્રેણીમાં સંઘર્ષ કરી રહી છે અને ટુર્નામેન્ટમાં મજબૂત શરૂઆત કરવા માટે ઉત્સુક રહેશે.