ભારતનું સ્ટ્રીટ-સ્માર્ટ ઇવી હવે વધુ સ્ટાઇલિશ બન્યું: પ્રસ્તુત છે એમજી કૉમેટ બ્લેકસ્ટોર્મ
ભારતની અગ્રણી ઇલેક્ટ્રિક કાર નિર્માતા કંપની જેએસડબ્લ્યુ એમજી મોટર ઇન્ડિયાએ કૉમેટ ઇવી પોર્ટફોલિયોની બ્લેકસ્ટોર્મ એડિશન લૉન્ચ કરીને ભારતની આ સ્ટ્રીટ-સ્માર્ટ ઇવીની સ્ટાઇલ અને આકર્ષણને વધારી દીધાં છે. રૂ. 7.80L + બેટરીનું ભાડું @ રૂ. 2.5/કિમીની એક્સ-શૉરૂમ કિંમતે લૉન્ચ કરવામાં આવેલી કૉમેટ બ્લેકસ્ટોર્મ એડિશન તેની શ્રેણીનું ટૉપ વેરિયેન્ટ હશે.
ગુરુગ્રામ : ભારતની અગ્રણી ઇલેક્ટ્રિક કાર નિર્માતા કંપની જેએસડબ્લ્યુ એમજી મોટર ઇન્ડિયાએ કૉમેટ ઇવી પોર્ટફોલિયોની બ્લેકસ્ટોર્મ એડિશન લૉન્ચ કરીને ભારતની આ સ્ટ્રીટ-સ્માર્ટ ઇવીની સ્ટાઇલ અને આકર્ષણને વધારી દીધાં છે. રૂ. 7.80L + બેટરીનું ભાડું @ રૂ. 2.5/કિમીની એક્સ-શૉરૂમ કિંમતે લૉન્ચ કરવામાં આવેલી કૉમેટ બ્લેકસ્ટોર્મ એડિશન તેની શ્રેણીનું ટૉપ વેરિયેન્ટ હશે.
સ્ટાઇલિશ અને ટેકનોલોજીપ્રેમી શહેરી પ્રવાસીઓ હવે તેમની નજીકમાં આવેલી એમજીની ડીલરશિપની મુલાકાત લઈ શકે છે અને ફક્ત રૂ. 11,000 ચૂકવીને નવા એમજી કૉમેટ બ્લેકસ્ટોર્મને બૂક કરી શકે છે. તેના ‘સ્ટેરી બ્લેક’ એક્સટીરિયર્સને કારણે કૉમેટ બ્લેકસ્ટોર્મ સોફિસ્ટિકેશન અને સ્ટાઇલનું પ્રતીક બની રહે છે, જે આ કારના એકંદર આકર્ષણને વધારી દે છે. કૉમેટ ઇવીની નેમપ્લેટને ડાર્ક ક્રૉમમાં ઉત્કીર્ણ કરવામાં આવી છે અને INTERNET INSIDEનું એમ્બેલમ કાળા રંગમાં તૈયાર કરવામાં આવ્યું છે, જે સૌ કોઇનું ધ્યાન આકર્ષિત કરે છે. લેધરની સીટ પર લાલ રંગમાં એમ્બ્રોઇડરી કરેલા ‘BLACKSTORM’ શબ્દની સાથે તેની બ્લેક થીમ ઇન્ટીરિયર્સમાં પણ જાળવી રાખવામાં આવી છે, જે એક પ્રીમિયમ અનુભવ પૂરો પાડે છે.
સંગીતપ્રેમીઓ માટે કંપનીએ હવે કૉમેટ બ્લેકસ્ટોર્મમાં 4 સ્પીકર આપવામાં આવ્યાં છે, જેથી કરીને તમે ટ્રાફીક જામમાં પણ મનને શાંત રાખી શકો. આ નવી એડિશનમાં હૂડની નીચે 17.4 kWhની બેટરી આપવામાં આવી છે, જે ખૂબ જ ઝડપથી ચાર્જ થઈ જાય છે અને 230 કિલોમીટર*ની પ્રમાણિત રેન્જ પૂરી પાડે છે. આ ઉપરાંત, ગ્રાહકો એક્સક્લુસિવ એસેસરીઝ પૅક વડે તેમની કૉમેટ બ્લેકસ્ટોર્મને વધુ પર્સનલાઇઝ પણ કરી શકે છે, જેમાં એક વિશિષ્ટ પ્રકારના બેજ, વ્હિલ કવર તથા હૂડ બ્રાન્ડિંગ અને સ્કિડ પ્લેટ્સ જેવા વૈકલ્પિક સ્ટાઇલિંગ ઘટકોનો સમાવેશ થાય છે.
આ અંગે વાત કરતાં જેએસડબ્લ્યુ એમજી મોટર ઇન્ડિયાના હેડ ઑફ સેલ્સ શ્રી રાકેશ સેને જણાવ્યું હતું કે, ‘આધુનિક જમાનામાં કાર ખરીદવા માંગતા ભારતીયો એવા વિકલ્પોની શોધમાં છે, જે વિશિષ્ટ હોવાની સાથે-સાથે તેમના વ્યક્તિત્વનું પ્રતિબિંબ હોય. તેઓ વધુ બોલ્ડ રંગો તરફ આકર્ષિત થઈ રહ્યાં છે, જે સૌથી અલગ તરી આવે અને તેમની પસંદગીને વિશિષ્ટ બનાવે. અમે કૉમેટ બ્લેકસ્ટોર્મને લૉન્ચ કરીને ખૂબ જ ખુશ છીએ, જે સ્ટાઇલ અને સોફિસ્ટિકેશનની સાથે તમારી રોજબરોજની મુસાફરીને આરામદાયક બનાવવાનો વાયદો કરે છે. કૉમેટ બ્લેકસ્ટોર્મ
અમારા લાઇન-અપને નિયમિતપણે નવીનતા બક્ષીને અમારા ગ્રાહકોની વિકસતી જઈ રહેલી જરૂરિયાતોને પૂરી કરવા પ્રત્યેની અમારી કટિબદ્ધતાને દર્શાવે છે.’
એમજી કૉમેટ ઇવીમાં સલામતી અને સ્માર્ટ રીતે એવી ફંક્શનાલિટીનું સંયોજન કરવામાં આવ્યું છે, જેની શહેરી મુસાફરોને તેમની ઇચ્છીત સ્ટાઇલની સાથે જરૂર છે. CY’23ની સરખામણીએ CY’24માં કૉમેટ ઇવીના વેચાણમાં 29%ની પ્રભાવશાળી વૃદ્ધિ થઈ છે, જે કાર ખરીદવા માંગતા લોકોમાં તેની ખૂબ સારી સ્વીકૃતિને સૂચવે છે. તેની નવીન પ્રકારની ડીઝાઇન અને વ્યવહારિકતાએ સમગ્ર દેશના ગ્રાહકોને પ્રભાવિત કર્યા છે, જે તેને સ્ટાઇલિશ, ઇકો-ફ્રેન્ડલી મોબિલિટી સોલ્યુશન શોધી રહેલા શહેરીજનો માટેની પસંદગીનો વિકલ્પ બનાવે છે.
મારુતિ સુઝુકી ટૂંક સમયમાં તેની પહેલી ઇલેક્ટ્રિક કાર મારુતિ ઇવિટારા લોન્ચ કરવા જઈ રહી છે. આ પહેલા પણ આવી ઓફર આવી ચૂકી છે, જે તેના લોન્ચ સાથે જ તેના ગ્રાહકોને ઉપલબ્ધ થશે. આ એક ખૂબ જ આશ્ચર્યજનક ઓફર છે.
ભારતીય ટુ-વ્હીલર બ્રાન્ડ TVS એ અપાચે શ્રેણીનું નવું મોડેલ લોન્ચ કર્યું છે. આ 2025ની અપાચે RR 310 સ્પોર્ટ્સ બાઇક છે. જેનું નવી પેઢીનું મોડેલ લોન્ચ કરવામાં આવ્યું છે.
સ્કોડાએ 2025 કોડિયાક લોન્ચ કરી છે. આ એક પૂર્ણ કદની SUV છે, જે ભારતીય બજારમાં ટોયોટા ફોર્ચ્યુનર અને MG ગ્લોસ્ટર જેવી SUV સાથે સ્પર્ધા કરશે. જોકે, આ SUV તેની કિંમત પ્રમાણે ઘણી બધી શક્તિશાળી સુવિધાઓ સાથે આવે છે.