ભારતને ચોથો ફટકો પડ્યો, અક્ષર આઉટ, વિરાટ હજુ પણ ક્રીઝ પર છે
IND vs AUS Semifinal Live Score: ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની પહેલી સેમિફાઇનલ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહી છે. આ મેચમાં ઓસ્ટ્રેલિયાની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી અને 264 રન બનાવ્યા.
IND vs AUS Semifinal Champions trophy 2025 Live Score: ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની પહેલી સેમિફાઇનલ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે દુબઈમાં રમાઈ રહી છે. આ મેચમાં ઓસ્ટ્રેલિયન કેપ્ટન સ્ટીવ સ્મિથે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા, આખી ઓસ્ટ્રેલિયન ટીમ 49.3 ઓવરમાં 264 રનમાં ઓલઆઉટ થઈ ગઈ.
ઓસ્ટ્રેલિયા તરફથી સ્ટીવ સ્મિથે સૌથી વધુ 73 રન બનાવ્યા. પોતાની ઇનિંગ દરમિયાન તેણે 4 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો. તેમના સિવાય ટ્રેવિસ હેડ 33 બોલમાં 39 રન બનાવીને આઉટ થયો હતો. જ્યારે એલેક્સ કેરીએ 57 બોલમાં 61 રનની ઇનિંગ રમી હતી. બોલિંગની વાત કરીએ તો, ભારત તરફથી મોહમ્મદ શમીએ સૌથી વધુ 3 વિકેટ લીધી. જ્યારે વરુણ ચક્રવર્તી અને રવિન્દ્ર જાડેજાએ 2-2 વિકેટ લીધી.
India Beat Australia: 14 વર્ષના લાંબા પ્રતીક્ષા બાદ, ભારતીય ટીમે ICC ની મર્યાદિત ઓવરની ટુર્નામેન્ટના નોકઆઉટ રાઉન્ડમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું છે. આ પહેલા ટીમ ઈન્ડિયાએ 2011ના વર્લ્ડ કપના ક્વાર્ટર ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું.
રોહિત શર્માએ વેસ્ટ ઇન્ડીઝના બેટ્સમેન ક્રિસ ગેલનો રેકોર્ડ તોડ્યો છે. હવે તે ICC ODI ટુર્નામેન્ટમાં સૌથી વધુ છગ્ગા ફટકારનાર બેટ્સમેન બની ગયો છે.
Steve Smith Created History: સ્ટીવ સ્મિથ ICC ODI નોકઆઉટ મેચોમાં પાંચ કે તેથી વધુ વખત 50+ રન બનાવનાર વિશ્વનો બીજો ખેલાડી બન્યો છે.