અવકાશના અજાણ્યા વિસ્તારને શોધવા માટે 2035 સુધીમાં ભારત પાસે પોતાનું સ્પેસ સ્ટેશન હશે: વડાપ્રધાન મોદી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કેરળના તિરુવનંતપુરમમાં વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટરની મુલાકાત લીધી હતી અને લગભગ રૂ. 1800 કરોડના મૂલ્યના ત્રણ મહત્વપૂર્ણ અવકાશ ક્ષેત્રના માળખાકીય પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કેરળના તિરુવનંતપુરમમાં વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટરની મુલાકાત લીધી હતી અને લગભગ રૂ. 1800 કરોડના મૂલ્યના ત્રણ મહત્વપૂર્ણ અવકાશ ક્ષેત્રના માળખાકીય પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું.
આ પ્રસંગે વડાપ્રધાને કહ્યું કે 2035 સુધીમાં ભારતનું અંતરિક્ષમાં પોતાનું સ્પેસ સેન્ટર હશે, જે અંતરિક્ષમાં અજાણ્યા વિસ્તારોના અભ્યાસમાં મદદ કરશે. શ્રી મોદીએ કહ્યું કે અમૃત કાલના સમયગાળા દરમિયાન ભારતીય અવકાશયાત્રીઓ આપણા રોકેટ દ્વારા ચંદ્રની સપાટી પર ઉતરશે. પ્રધાનમંત્રીએ કહ્યું કે અવકાશ ક્ષેત્રમાં ભારતની સફળતા દેશની યુવા પેઢીમાં વૈજ્ઞાનિક સ્વભાવના બીજ વાવી રહી છે.
શ્રી મોદીએ કેરળના ગવર્નર આરિફ મોહમ્મદ ખાન, મુખ્યમંત્રી પિનરાઈ અને કેન્દ્રીય મંત્રી વી મુરલીધરન સાથે ISROના વિવિધ પ્રોજેક્ટના પ્રદર્શનની પણ મુલાકાત લીધી હતી. શ્રી મોદીએ ભારતીય જનતા પાર્ટીની રાજ્ય શાખા દ્વારા આયોજિત તિરુવનંતપુરમ પદ યાત્રા ફંક્શનના સમાપન પર એક જાહેર સભાને પણ સંબોધિત કરી હતી.
ઓનલાઇન ફૂડ ડિલિવરી કંપની સ્વિગીનો રૂ. 11,327 કરોડનો IPO શુક્રવારે છેલ્લા દિવસે 3.59 વખત સબસ્ક્રાઇબ થયો હતો. પબ્લિક ઇશ્યૂના પ્રારંભના પ્રથમ બે દિવસમાં IPOને રોકાણકારો તરફથી ઉમદા પ્રતિસાદ મળ્યો હતો.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીના નિવાસસ્થાને મુલાકાત લીધી હતી અને તેમને તેમના 97માં જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.
ત્રિપુરાના જીરાનિયા રેલ્વે સ્ટેશન પર ત્રણ પુરૂષો અને ત્રીજા લિંગના ત્રણ સભ્યો સહિત છ બાંગ્લાદેશી નાગરિકોને ભારતમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરવા બદલ અટકાયતમાં લેવામાં આવ્યા હતા.