ઇન્ડિયન ઓઇલએ ભારતીય નૌકાદળને ગ્રીન હાઇડ્રોજન ઇંધણ સેલ બસ સાથે સજ્જ કર્યુ
ઇન્ડિયન ઓઇલએ ભારતીય નૌકાદળને ટકાઉ, ઇકો-ફ્રેન્ડલી ટ્રાન્સપોર્ટેશન સોલ્યુશન્સને પ્રોત્સાહિત કરવા માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ તરીકે અત્યાધુનિક ગ્રીન હાઇડ્રોજન ફ્યુઅલ સેલ બસ સોંપી છે.
ઇન્ડિયન ઓઇલએ ભારતીય નૌકાદળને ટકાઉ, ઇકો-ફ્રેન્ડલી ટ્રાન્સપોર્ટેશન સોલ્યુશન્સને પ્રોત્સાહિત કરવા માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ તરીકે અત્યાધુનિક ગ્રીન હાઇડ્રોજન ફ્યુઅલ સેલ બસ સોંપી છે. હેવી- ડ્યુટી ઈ-મોબિલિટી માટે હાઈડ્રોજન ફ્યુઅલ સેલ ટેક્નોલોજીની બાબતમાં અગ્રણી બનવા ઈન્ડિયનઓઈલ અને ઈન્ડિયન નેવી વચ્ચે સમજૂતી કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કરીને આ સીમાચિહ્નરૂપ ઘટના ચિહ્નિત કરવામાં આવી હતી.
નવી દિલ્હીમાં નૌ સેના ભવન ખાતે નૌકાદળના વડા, એડમિરલ દિનેશ કે ત્રિપાઠી, ઈન્ડિયન ઓઈલના ચેરમેન શ્રી એસએમ વૈદ્યની ઉપસ્થિતિમાં ઇન્ડિયન નેવીના વાઈસ એડમિરલ અને કંટ્રોલર ઓફ લોજિસ્ટિક્સ દીપક કપૂર તેમજ ઈન્ડિયન ઓઈલના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડૉ. કન્નન ચંદ્રશેખરન દ્વારા ઈન્ડિયનઓઇલ અને ઈન્ડિયન નેવીના વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં આ એમઓયુ કરવામાં આવ્યું હતું.
ભારતીય નેવીના ચીફ ઓફ નેવલ સ્ટાફ એડમિરલ દિનેશ કે. ત્રિપાઠીએ આ પ્રસંગે તેમના મંતવ્યો શેર કરતાં જણાવ્યું હતું કે, “ઇન્ડિયન ઓઇલ અને ભારતીય નૌકાદળ વચ્ચેની ભાગીદારી વિશ્વાસના અતૂટ બંધન પર બનેલી છે. અમે હાઇડ્રોજન બસોમાંથી એકનું પરીક્ષણ કરીશું અને મોટી સંખ્યામાં ઇકો-ફ્રેન્ડલી ટ્રાન્સપોર્ટને વસાવવા માટે આતુર છીએ. અમને અમારા ભાગીદાર તરીકે પસંદ કરવા બદલ હું ઈન્ડિયન ઓઈલનો આભાર માનું છું. આ પહેલ વિશે ઉત્સાહ વ્યક્ત કરતાં ઈન્ડિયન ઓઈલના ચેરમેન શ્રી એસએમ વૈદ્યે જણાવ્યું હતું કે, “આજે આ પ્રયાસ ભારતીય
નૌકાદળ માટે આ અદ્યતન ગ્રીન હાઈડ્રોજન ફ્યુઅલ સેલ બસ દ્વારા ટકાઉપણું અને પર્યાવરણીય સંચાલનના અમારા સહિયારા પ્રયાસમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે, તે નવીનતા અને ગ્રીન ટેક્નોલોજી પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાનું પણ પ્રતીક છે.
ઇન્ડિયન ઓઇલ ગ્રીન હાઇડ્રોજન અને ફ્યુઅલ સેલ ટેક્નોલોજીને આગળ વધારવામાં અગ્રેસર રહી છે.” અત્રે ઉલ્લેખનીય છે કે ઈન્ડિયન ઓઈલ હાલમાં દિલ્હી-એનસીઆર અને ગુજરાતમાં 15 ફ્યુઅલ સેલ બસો ચલાવે છે, જે
કુલ 300,000 કિલોમીટરની માઈલેજ એકઠી કરે છે, જ્યાં પ્રત્યેક બસ ઓછામાં ઓછી 20000 કિલોમીટર દોડવાની
અપેક્ષા છે.
આ પહેલનો હેતુ હેવી-ડ્યુટી ઇ-મોબિલિટી માટે હાઇડ્રોજન અને ફ્યુઅલ સેલ ટેક્નોલોજીને પ્રોત્સાહન આપવાનો છે, જે ભારતીય નૌકાદળને ભારતની અગ્રણી ઊર્જા કંપની, ઈન્ડિયન ઓઈલ સાથે મળીને આ ટેક્નોલોજીનું મૂલ્યાંકન કરવામાં અગ્રણી તરીકે સ્થાન આપે છે. આ પ્રોજેક્ટ દિલ્હી એનસીઆર પ્રદેશની માંગવાળી આબોહવાની પરિસ્થિતિઓમાં જાહેર પરિવહન માટે ફ્યુઅલ સેલ ઇલેક્ટ્રિક બસોના પ્રદર્શનનું મૂલ્યાંકન કરશે, ફ્યુઅલ સેલ સિસ્ટમ્સ અને વાહનોના પ્રદર્શન પર સ્થાનિક ઇંધણ અને હવાની ગુણવત્તાની અસરનું વિશ્લેષણ કરશે. વધુમાં, તે જાહેર કાફલાના ઉપયોગ માટે બનાવાયેલ ફ્યુઅલ સેલ બસોની અસરકારકતા, આયુષ્ય અને કાર્યકારી વિશ્વસનીયતાનું મૂલ્યાંકન કરશે.
સપ્તાહના અંતિમ દિવસે બજાર લીલા રંગમાં ખુલ્યું હતું. BSE સેન્સેક્સ 193.95 પોઈન્ટના વધારા સાથે 77,349.74 પોઈન્ટ પર અને નિફ્ટી 50 પણ 61.90 પોઈન્ટના વધારા સાથે 23,411.80 પોઈન્ટ પર ખુલ્યો હતો.
બ્લેક ડાયમંડ એપલ એકદમ દુર્લભ છે અને દરેક જગ્યાએ તેની ખેતી કરી શકાતી નથી. આ સફરજનને ઠંડા અને પર્વતીય વિસ્તારની જરૂર છે. ઉપરાંત, મર્યાદિત ઉત્પાદનને કારણે, બ્લેક ડાયમંડ એપલ ખૂબ મોંઘા છે.
યુઝર-ફ્રેન્ડલી ઇન્ટરફેસ અને ફંક્શનાલિટીના લીધે એન્ડ્રોઇડ પર નોંધપાત્ર 4.7 રેટિંગ અને આઈઓએસ પર 4.6 રેટિંગ મળ્યા.