ભારતીય બોક્સર નિશાંત દેવ ક્વોલિફાયરમાં બ્રિટનના લુઈસ રિચર્ડસનને હરાવીને બીજા રાઉન્ડમાં
ભારતીય બોક્સર નિશાંત દેવે ઈટાલીમાં વર્લ્ડ ઓલિમ્પિક બોક્સિંગ ક્વોલિફાયર્સમાં 71 કિગ્રા વજન વર્ગના પ્રારંભિક રાઉન્ડમાં બ્રિટનના લુઈસ રિચાર્ડસનને હરાવ્યો છે.
ભારતીય બોક્સર નિશાંત દેવે ઈટાલીમાં વર્લ્ડ ઓલિમ્પિક બોક્સિંગ ક્વોલિફાયર્સમાં 71 કિગ્રા વજન વર્ગના પ્રારંભિક રાઉન્ડમાં બ્રિટનના લુઈસ રિચાર્ડસનને હરાવ્યો છે. ટૂર્નામેન્ટમાં ભારતની આ પ્રથમ જીત છે. અગાઉ, પાંચ ભારતીય બોક્સર પ્રારંભિક રાઉન્ડમાં જ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા હતા.
63.5 કિગ્રા વજન વર્ગમાં છ વખતના એશિયન ચેમ્પિયન શિવ થાપાને વિશ્વ ચેમ્પિયન ઉઝબેકિસ્તાનના રુસલાન અબ્દુલ્લાએવ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ ટુર્નામેન્ટમાં ક્વોટા મેળવવામાં નિષ્ફળ ગયેલા બોક્સરોને બીજી વર્લ્ડ ઓલિમ્પિક બોક્સિંગ ક્વોલિફાયર દરમિયાન પેરિસ ઓલિમ્પિક ગેમ્સ માટે ક્વોલિફાય થવાની છેલ્લી તક મળશે. બીજી વિશ્વ ઓલિમ્પિક બોક્સિંગ ક્વોલિફાયર ટુર્નામેન્ટ 23 મે થી 3 જૂન દરમિયાન બેંગકોકમાં યોજાશે.
પાકિસ્તાન ટીમ અને તેના ખેલાડીઓ ખૂબ જ ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. ચેમ્પિયન્સ ટ્રોફીમાં ખૂબ જ ખરાબ પ્રદર્શન બાદ, પાકિસ્તાની ટીમ નવી શરૂઆતના ઇરાદા સાથે ન્યુઝીલેન્ડ પહોંચી હતી, પરંતુ અહીં પણ નસીબ તેમનો સાથ ન આપ્યો.
IPL 2025 Match Time: IPLની આ સીઝનની પહેલી મેચ 22 માર્ચે રમાશે. આ દિવસે ફક્ત એક જ મેચ છે, પરંતુ 23 માર્ચે બે મેચ રમાશે. આવી સ્થિતિમાં, તમારા માટે આ મેચોના સમય વિશે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.
ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં PCBને રૂ. 869 કરોડનું નુકસાન થયું છે. મેચ ફીમાં ઘટાડો, 5 સ્ટાર હોટેલો બંધ. સંપૂર્ણ નાણાકીય કટોકટી જાણો!