ઇન્ડિયન ઓઇલ ગ્રાન્ડ પ્રિક્સ ઓફ ઇન્ડિયા - મોટોજીપી ભારત 2023ની રોમાંચક સ્ટાઈલમાં પૂર્ણાહુતિ
ગ્રેટર નોઇડામાં બુદ્ધ ઇન્ટરનેશનલ સર્કિટમાં આયોજિત ઇન્ડિયન ઓઇલ ગ્રાં પ્રી ઓફ ઇન્ડિયા - મોટોજીપી ભારત 2023નું રોમાંચક સમાપન થયું હતું. ભારતની અગ્રણી ઓઇલ એન્ડ ગેસ કંપનીઓમાંની એક ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડે આ ઐતિહાસિક ઇવેન્ટ માટે ટાઇટલ સ્પોન્સર તરીકે ગર્વભેર સેવા આપી હતી. આ સ્પોન્સરશિપ ઈન્ડિયનઓઇલની રમતગમતની ઇવેન્ટ્સને ટેકો આપવા અને પ્રોત્સાહન આપવાની પ્રતિબદ્ધતાને દર્શાવે છે જે વૈશ્વિક મંચ પર ભારતની શ્રેષ્ઠતા દર્શાવે છે.
ગ્રેટર નોઇડામાં બુદ્ધ ઇન્ટરનેશનલ સર્કિટમાં આયોજિત ઇન્ડિયન ઓઇલ ગ્રાં પ્રી ઓફ ઇન્ડિયા - મોટોજીપી ભારત 2023નું રોમાંચક સમાપન થયું હતું. ભારતની અગ્રણી ઓઇલ એન્ડ ગેસ કંપનીઓમાંની એક ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડે આ ઐતિહાસિક ઇવેન્ટ માટે ટાઇટલ સ્પોન્સર તરીકે ગર્વભેર સેવા આપી હતી. આ સ્પોન્સરશિપ ઈન્ડિયનઓઇલની રમતગમતની ઇવેન્ટ્સને ટેકો આપવા અને પ્રોત્સાહન આપવાની પ્રતિબદ્ધતાને દર્શાવે છે જે વૈશ્વિક મંચ પર ભારતની શ્રેષ્ઠતા દર્શાવે છે.
તાજેતરમાં લોન્ચ કરાયેલા એક્સપી 100, એક્સપી 95, એક્સટ્રાગ્રીન, સર્વો હાઇપરસ્પોર્ટ એફ5 સહિતના કેટલાક હાઇ- એન્ડ પ્રીમિયમ ઇંધણસાથે ઇન્ડિયન ઓઇલે પ્રીમિયમ ફ્યુઅલ સેક્ટરમાં પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. ઇન્ડિયન ઓઇલ ગ્રાં પ્રી ઓફ ઈન્ડિયા– મોટોજીપી ભારત 2023 વૈશ્વિક રમત-ગમત ક્ષેત્રમાં ભારતની વધતી જતી મહત્તાની ઉજવણી કરવા માટે એક આદર્શ મંચ છે.
વિશ્વના ટોચના મોટરસાયકલ રેસર્સે આ ઈવન્ટમાં ભાગ લીધો હોવાથી આ ઈવન્ટ દેશભરના મોટરસ્પોર્ટના ઉત્સાહીઓનું ધ્યાન ખેંચવામાં સફળ રહી છે.જેમણે સ્પીડ અને ચોકસાઈની નવી સીમાઓ વિસ્તારી પોતાની અભૂતપૂર્વ કુશળતા દર્શાવી હતી. મોટોજીપી એ વૈશ્વિક સ્તરની પ્રીમિયર મોટરસાયકલ રેસિંગ ચેમ્પિયનશિપ છે, જેનો દુનિયાભરમાં બ્હોળો ચાહકવર્ગ છે, અને તે વિશ્વભરમાં લાખો ચાહકો સુધી પહોંચે છે. આ વર્ષે તેના ઈતિહાસમાં પ્રથમવાર સ્પ્રિન્ટ રેસ સાથે એક નવું ફોર્મેટ રજૂ કરાયું હતું, જેણે 2023ના ભારતીય રાઉન્ડને મહત્વપૂર્ણ બનાવ્યો હતો.
મોટોજીપી વિશ્વભરમાં450 મિલિયન પરિવારો સુધી પહોંચ ધરાવતી વિશ્વની બીજી સૌથી વધુ જોવાતી મોટરસ્પોર્ટ ઇવેન્ટ છે અને 200 દેશોમાં તેનું જીવંત પ્રસારણ કરવામાં આવે છે. ઇન્ડિયા રાઉન્ડને સર્કિટ પર દરરોજના 100,000 થી વધુ લોકો અને દેશની અંદર લાખો લોકો ટીવી અને સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર જીવંત નિહાળી રહ્યા છે. મોટોજીપી ભારત 2023 સાથે ઇન્ડિયન ઓઇલનું જોડાણ ભારતમાં રમતગમતના વિકાસને ટેકો આપવા અને મોટરસ્પોર્ટ્સમાં યુવા પ્રતિભાઓને પોષવા માટેના કંપનીના સમર્પણને પ્રતિબિંબિત કરે છે. તે ભારતીય નાગરિકોમાં તંદુરસ્ત અને સક્રિય જીવનશૈલીને પ્રોત્સાહન આપવાની ઇન્ડિયન ઓઇલની પ્રતિબદ્ધતા સાથે પણ સુસંગત છે.
મોટોજીપી ભારત 2023ના અંતિમ રાઉન્ડે અત્યંત રોમાંચક માહોલ સર્જ્યો હતો, જેમાં વોર્મ-અપ સેશન અને રાઇડર ફેન પરેડ સાથે ઇવેન્ટનો પ્રારંભ થયો હતો. યુવાઓના લોકપ્રિય અભિનેતા જ્હોન અબ્રાહમે પોતાની ડુકાટી સુપરબાઈક લઈને ટ્રેક પર એક્શન દર્શાવતા ચાહકો રોમાંચિત થઈ ઉઠ્યાં હતાં. આ રેસિંગમાં 16 લેપ્સ સાથે મોટો3, ત્યારબાદ 18 લેપ્સ સાથે મોટો2 અને 21 લેપ્સ સાથે પ્રતિષ્ઠિત મોટોજીપી કેટેગરીનો સમાવેશ કરાયો હતો. મૂની વીઆર46 ડુકાટી (જીપી22) ટીમના માર્કો બેઝેચીએ ઇન્ડિયન ઓઇલ ગ્રાન્ડ પ્રિકસ ઓફ ઇન્ડિયામાં 36મિનિટ 59.157માં લેપ્સ ફિનિશ કરીને ઉદ્ઘાટન મોટોજીપી ચેમ્પિયનશિપ મેળવી હતી.
આ પ્રસંગે ઉત્તરપ્રદેશનાં માનનીય મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથ, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ તથા મકાન તથા શહેરી બાબતોનાં માનનીય મંત્રી શ્રી હરદીપસિંહ પુરી, યુવા બાબતો અને રમતગમત મંત્રી આદરણીય કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ, શ્રમ અને રોજગારી મંત્રી શ્રી અનુરાગ ઠાકુર, આદરણીય કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ, શ્રમ અને રોજગાર મંત્રી શ્રી રામેશ્વર તેલી ઉપસ્થિત રહ્યાં હતાં. એમઓપીએનજીનાં સચિવ શ્રી પંકજ જૈન, ઇન્ડિયન ઓઇલનાં ચેરમેન શ્રી એસ એમ વૈદ્ય, ઇન્ડિયન ઓઇલનાં ડિરેક્ટર (માર્કેટિંગ) શ્રી વી. સતીષ કુમાર, સેલિબ્રિટીઅને સર્વોનાં બ્રાન્ડ એમ્બેસેડર શ્રી જ્હોન અબ્રાહમ તથા ઇન્ડિયન ઓઇલ અને મોટોજીપીનાં અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતાં.
આ રેસને ભારત સરકાર દ્વારા રમતગમતની ઇવેન્ટ તરીકે માન્યતા આપવી એ સીમાચિહ્નરૂપ બાબત છે, જે આ વિસ્તારમાં પ્રવાસન અને આર્થિક વિકાસને વેગ આપવાનું અને બુદ્ધ ઇન્ટરનેશનલ સર્કિટની પ્રોફાઇલને વધુ મજબૂત બનાવવાનું વચન આપે છે.
ભારતીય ક્રિકેટ દિગ્ગજ સચિન તેંડુલકરને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા પ્રતિષ્ઠિત કર્નલ સીકે નાયડુ લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.
ભારતના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને ICC મેન્સ ક્રિકેટર ઓફ ધ યર 2024 માટે પ્રતિષ્ઠિત સર ગારફિલ્ડ સોબર્સ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ મંગળવારે આ એવોર્ડની જાહેરાત કરી હતી
બોલીવુડ અભિનેતા સાકિબ સલીમને સેલિબ્રિટી ક્રિકેટ લીગ (CCL) ની આગામી સીઝન માટે મુંબઈ હીરોઝ ફ્રેન્ચાઇઝના કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.