ઈન્ડિયનઓઈલનો નાણાકીય વર્ષ 2022-23માં કામગીરી અને મૂડીખર્ચ ક્ષેત્રે ઉત્કૃષ્ટ દેખાવ
તાજેતરમાં પૂરાં થયેલાં નાણાકીય વર્ષ 2022-23 દરમિયાન ઈન્ડિયનઓઈલે ઉત્કૃષ્ટ કામગીરી દાખવી હતી. કંપનીના નોંધપાત્ર દેખાવ અંગે પ્રતિક્રિયા આપતાં ઈન્ડિયનઓઈલના ચેરમેન શ્રી એસ.એમ. વૈદ્યએ જણાવ્યું હતું કે પડકારરૂપ ભૌગોલિક રાજકીય પરિસ્થિતિઓ છતાં, અમારી ટીમની દૃઢતા અને અમારી સમક્ષ આવેલા પડકારોને પાર પડવાની પ્રતિબદ્ધતામાં સહેજ પણ કમી આવી નહોતી. શ્રેષ્ઠતા માટેની અતૂટ પ્રતિબદ્ધતાના અમને બહેતર પરિણામો મળ્યાં છે, જેને લીધે ઈન્ડિયનઓઈલ કામગીરીના ક્ષેત્રે તેજસ્વી બનીને ચમકી રહી છે.
નવી દિલ્હીઃ ઈન્ડિયનઓઈલના ચેરમેન શ્રી એસ.એમ.વૈદ્યએ જણાવ્યાં અનુસાર ઈન્ડિયન ઓઈલ, રિફાઈનરીઝે ગત વર્ષના 67.67 મિલિયન મેટ્રિક ટન્સની તુલનાએ સમીક્ષાના સમયગાળા દરમિયાન અત્યાર સુધીનું સૌથી ઊંચુ 72.4 મિલિયન મેટ્રિક ટન ઉત્પાદન નોંધાવ્યું હતું. 2021-22ના આશરે 83.35 એમએમટીની તુલનાએ ઈન્ડિયનઓઈલની લિક્વિડ પાઈપલાઈનનું ઉત્પાદન નોંધપાત્ર પ્રમાણમાં ઉછળીને 2022-23માં અત્યાર સુધીનું સૌથી વધુ 94.7 એમએમટી નોંધાયું હતું. ઇન્ડિયનઓઇલે વર્ષ
દરમિયાન અત્યાર સુધીનું સૌથી વધુ 2,450 કિલોમીટરનું પાઇપલાઇન વિસ્તરણ પણ કર્યું છે. માર્કેટિંગના મોરચે ઈન્ડિયનઓઈલે વાર્ષિક ધોરણે 14 ટકાની પીઓએલ વેચાણવૃદ્ધિ નોંધાવી હતી. તેની પેટ્રોલિયમ પેદાશોનો બજાર હિસ્સો 2021-22માં 40.8 ટકાથી વધીને 2022-23માં 42.9 ટકા થયો છે. પેટ્રોલના વેચાણમાં 19.2 ટકાથી વધુનો વધારો થયો છે, અમારા ડીઝલના વેચાણમાં લગભગ 19.3 ટકાનો વધારો થયો છે, અને અમારા એલપીજી વેચાણમાં લગભગ 1 ટકાનો વધારો થયો છે.
ઇન્ડિયન ઓઇલની લ્યુબ્રિ્ાકેન્ટ બ્રાન્ડ સર્વોએ 2021-22 દરમિયાન 24 ટકાના નોંધપાત્ર વધારા અને 2020-21માં 26 ટકાની વૃદ્ધિ બાદ 2022-23 દરમિયાન 9 ટકાની વૃદ્ધિ સાથે 701 ટીએમટીનું અત્યાર સુધીનું સૌથી વધુ વેચાણ વોલ્યુમ નોંધાવ્યું હતું. એટલેકે બજારહિસ્સો 2020-21ના 24.9 ટકાથી વધીને 2022-23માં 27.1 ટકા થયો છે, આમ ભારતમાં તમામ લ્યુબ સેગમેન્ટમાં સર્વોની હાજરી વધુ મજબૂત થઈ છે. ઇન્ડિયન ઓઇલના ગ્રીસના વેચાણમાં પણ ગયા નાણાકીય વર્ષમાં આશરે 8 ટકાની વૃદ્ધિ નોંધાઈ હતી. માર્કેટિંગ નેટવર્કનું વિસ્તરણ પણ ઇન્ડિયનઓઇલ માટે એક મહત્વનું લક્ષ્ય રહ્યું છે. 2022-23 દરમિયાન, કંપનીએ 1784 આઉટલેટ્સ શરૂ કર્યા હતા, જે પીએસયુ કમિશનિંગના લગભગ 46 ટકા હતા. ઇન્ડિયન ઓઇલ ફ્યુઅલ સ્ટેશન નેટવર્ક અત્યારે
સમગ્ર દેશમાં ફેલાયેલા 36,285 આઉટલેટ્સ ધરાવે છે. ગયા વર્ષે, ઇન્ડિયન ઓઇલે પાંચ એવિએશન ફ્યુઅલ સ્ટેશનો પણ શરૂ કર્યા હતા, આ સાથે જ તેની કુલ સંખ્યા 132 થઈ ગઈ છે. સાત ઇન્ડેન બોટલિંગ પ્લાન્ટ્સને પગલે કુલ બોટલિંગ પ્લાન્ટ્સની સંખ્યા 108 થઈ છે; અને ત્રણ ડેપો અને ટર્મિનલ મળીને કુલ 120 થયા છે.
ઇન્ડિયન ઓઇલના ઉત્કૃષ્ટ ઓપરેશનલ પર્ફોમન્સ ઉપરાંત, કંપનીએ મૂડીખર્ચના ઉપયોગના ક્ષેત્રે પણ પ્રભાવશાળી પરિણામો આપ્યા છે. ઇન્ડિયન ઓઇલે રૂ.35,205 કરોડની અત્યાર સુધીની સૌથી વધુ રકમ રોકાણ પાછળ ખર્ચી છે, જે ફાળવેલા લક્ષ્યાંકના 123 ટકા છે. કંપનીએ પોતાના પ્રોજેક્ટ્સમાં રૂ.34,388 કરોડ અને સંયુક્ત સાહસો અને સહાયક કંપનીઓમાં રૂ. 817 કરોડનું રોકાણ કર્યું છે. કંપની હાલમાં વિવિધ કદના 120 ચાલુ પ્રોજેક્ટ્સની દેખરેખ રાખી રહી છે, જેની કુલ મૂડી ખર્ચ આશરે રૂ.2.4 લાખ કરોડ છે. આ રોકાણો સ્થાયી વૃદ્ધિ હાંસલ કરવા અને ભારતીય બજારમાં પોતાની સ્થિતિને મજબૂત કરવા માટે ઇન્ડિયન ઓઇલની પ્રતિબદ્ધતાને દર્શાવે છે.
શેરબજારની વર્તમાન સ્થિતિ જોતાં, તમને લાગશે કે સેન્સેક્સ 1 લાખ પોઈન્ટને પાર કરશે તેવી વાતો સંપૂર્ણપણે બકવાસ છે. છતાં, એક અંદાજ છે કે ડિસેમ્બર 2025 સુધીમાં સેન્સેક્સ 1 લાખ પોઈન્ટ કેવી રીતે પાર કરશે?
બીએસઈ મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકોમાં 0.5-0.5 ટકાનો ઘટાડો થયો. આજના કારોબારમાં, નિફ્ટીમાં ઇન્ફોસિસ, વિપ્રો, ટેક મહિન્દ્રા, નેસ્લે, ટીસીએસ સૌથી વધુ ઘટ્યા હતા.
બજારમાં મંદી વચ્ચે NSDLનો રૂ. 3,000 કરોડનો IPO લોન્ચ! IPO તારીખ, કિંમત, ફાળવણી, GMP, અને છૂટક રોકાણકારો માટે મહત્વપૂર્ણ ટીપ્સ જાણો. તમામ વિગતો અને નિષ્ણાત અહેવાલો સાથે સંપૂર્ણ સમાચાર.