ઈન્ડિજિન લિમિટેડનો આઈપીઓ સોમવારે 6 મે 2024ના રોજ ખૂલશે
ઈન્ડિજિન લિમિટેડ સોમવાર, 06 મે, 2024ના રોજ તેનો આઈપીઓ (“ઓફર”) ખોલવાની દરખાસ્ત કરે છે. બિડ/ઓફર બંધ થવાની તારીખ બુધવાર, 08 મે, 2024 છે. એન્કર ઇન્વેસ્ટર બિડીંગ તારીખ બિડ/ઓફર ખુલવાની તારીખના કામકાજના એક દિવસ પહેલા એટલે કે શુક્રવાર, 03 મે, 2024 છે.
અમદાવાદ : ઈન્ડિજિન લિમિટેડ (“કંપની”) સોમવાર, 06 મે, 2024ના રોજ તેનો આઈપીઓ (“ઓફર”) ખોલવાની દરખાસ્ત કરે છે. બિડ/ઓફર બંધ થવાની તારીખ બુધવાર, 08 મે, 2024 છે. એન્કર ઇન્વેસ્ટર બિડીંગ તારીખ બિડ/ઓફર ખુલવાની તારીખના કામકાજના એક દિવસ પહેલા એટલે કે શુક્રવાર, 03 મે, 2024 છે.
ઓફરની પ્રાઇઝ બેન્ડ ઇક્વિટી શેરદીઠ રૂ. 430થી ઇક્વિટી શેરદીઠ રૂ. 452 નક્કી કરવામાં આવી છે. બિડ્સ લઘુતમ 33 ઇક્વિટી શેર્સ અને ત્યારબાદ 33 ઇક્વિટી શેર્સના ગુણાંકમાં કરી શકાય છે. ઓફરમાં રૂ. 7,600 મિલિયન સુધીના મૂલ્યના ઇક્વિટી શેર્સના ફ્રેશ ઇશ્યૂ (“ફ્રેશ ઇશ્યૂ”) તથા 23,932,732 સુધીના ઇક્વિટી શેર્સના વેચાણની ઓફર (“ઓફર્ડ શેર્સ”) જેમાં મનિષ ગુપ્તા દ્વારા 1,118,596 સુધીના મૂલ્યના એટલા મિલિયનના ઇક્વિટી શેર્સ, ડો. રાજેશ ભાસ્કરન નાયર દ્વારા 3,233,818 સુધીના મૂલ્યના એટલા મિલિયનના ઇક્વિટી શેર્સ, અનિતા નાયર દ્વારા 1,151,454 સુધીના એટલા મૂલ્યના મિલિયનના ઇક્વિટી શેર્સ (સંયુક્તપણે મનિષ ગુપ્તા અને ડો. રાજેશ ભાસ્કરન નાયર “ઇન્ડિવિડ્યુઅલ સેલિંગ શેરહોલ્ડર્સ”), ગ્રુપ લાઇફ સ્પ્રિંગના પાર્ટનર તરીકે તેની ક્ષમતામાં વિદા ટ્રસ્ટીઝ પ્રાઇવેટ લિમિટેડ (ફિગ ટ્રી ટ્રસ્ટના ટ્રસ્ટી) દ્વારા 3,600,000 સુધીના મૂલ્યના એટલા મિલિયનના ઇક્વિટી શેર્સ, બીપીસી જેનેસિસ ફંડ 1 એસપીવી લિમિટેડ દ્વારા 2,657,687 સુધીના મૂલ્યના એટલા મિલિયનના ઇક્વિટી શેર્સ, બીપીસી જેનેસિસ ફંડ 1-એ એસપીવી લિમિટેડ દ્વારા 1,378,527 સુધીના મૂલ્યના એટલા મિલિયનના ઇક્વિટી શેર્સ અને સીએ ડૉન દ્વારા 10,792,650 સુધીના મૂલ્યના એટલા મિલિયનના ઇક્વિટી શેર્સ (સંયુક્તપણે
વિદા ટ્રસ્ટીઝ પ્રાઇવેટ લિમિટેડ, બીપીસી જેનેસિસ ફંડ 1 એસપીવી લિમિટેડ અને બીપીસી જેનેસિસ ફંડ 1-એ એસપીવી લિમિટેડ “ઇન્વેસ્ટર્સ સેલિંગ શેરહોલ્ડર્સ” અને ઇન્ડિવિડ્યુઅલ સેલિંગ શેરહોલ્ડર્સની સાથે મળીને “સેલિંગ શેરહોલ્ડર્સ” અને આવા ઇક્વિટી શેર્સ “ઓફર્ડ શેર્સ”) નો
સમાવેશ થાય છે.
ઓફરમાં લાયક ઠરેલા કર્મચારીઓના સબ્સ્ક્રીપ્સન માટે (“એમ્પ્લોઇ રિઝર્વેશન પોર્શન”) રૂ. 125 મિલિયન સુધીના મૂલ્યના એટલી જ સંખ્યા સુધીના ઇક્વિટી શેર્સને અનામત રાખવાનો સમાવેશ થાય છે. ઓફરમાં એમ્પ્લોઇ રિઝર્વેશન પોર્શનને બાદ કરતાં જે વધે તેને અહીં નેટ ઓફર ગણવામાં આવશે. એમ્પ્લોઇ રિઝર્વેશન પોર્શનમાં બિડીંગ કરતા લાયક કર્મચારીઓ માટે ઇક્વિટી શેરદીઠ રૂ. 30નું ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવે છે (“એમ્પ્લોઇ ડિસ્કાઉન્ટ”). કંપની ફ્રેશ ઇશ્યૂમાંથી મળનારી આવકનો ઉપયોગ તેની મટિરિયલ સબસિડિયરી પૈકની એક આઈએલએસએલ હોલ્ડિંગ્સ ઇન્ક.ના દેવાની ચૂકવણી/પૂર્વચૂકવણી માટે, કંપની તથા તેની મટિરિયલ સબસિડિયરી પૈકીની એક ઇન્ડિજિન ઇન્ક.ના મૂડી ખર્ચની જરૂરિયાતો માટે તથા સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે અને ઇનઓર્ગેનિક ગ્રોથ માટે કરવાની યોજના ધરાવે છે.
ઓફર સેબી આઈસીડીઆર રેગ્યુલેશન્સના નિયમન 6(1)ની સુસંગતપણે અને સેબી આઈસીડીઆર રેગ્યુલેશન્સના નિયમન 31 સાથે વાંચીને, જે સુધારેલા સિક્યોરિટીઝ કોન્ટ્રાક્ટ્સ (રેગ્યુલેશન) રૂલ્સ, 1957 (“એસસીઆરઆર”)ના નિયમ 19 (2) (બી)ના સંદર્ભે બુક બિલ્ડિંગ
પ્રોસેસ દ્વારા કરવામાં આવી રહી છે જેમાં ઓફરના મહત્તમ 50% હિસ્સો ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂટશનલ બાયર્સ (“ક્યુઆઈબી”) (અને આવો હિસ્સો “ક્યુઆઈબી પોર્શન”)ને પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે, એ શરતે કે બીઆરએલએમ સાથે ચર્ચા કર્યા બાદ બેંક
સેબી આઈસીડીઆર રેગ્યુલેશન્સ મુજબ વિવેકાધીન ધોરણે એન્કર ઇન્વેસ્ટર્સને ક્યુઆઈબી પોર્શનના 60% સુધીનો `હિસ્સો ફાળવી શકે છે (“એન્કર ઇન્વેસ્ટર પોર્શન”) જે પૈકી એક તૃત્યાંશ હિસ્સો સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સ માટે અનામત રહેશે જે એન્કર ઇન્વેસ્ટર અલોકેશન પ્રાઇઝ કે તેનાથી વધુની કિંમતે મ્યુચ્યુઅલ ફંડ્સ તરફથી મળેલી માન્ય બિડ્સને આધીન રહેશે. એન્કર ઇન્વેસ્ટર પોર્શનમાં સબસ્ક્રીપ્શન ન થવા કે પછી ફાળવણી ન થવાના કિસ્સામાં બાકીના ઇક્વિટી શેર નેટ ક્યુઆઈબી પોર્શનમાં ઉમેરવામાં આવશે.
ભારતીય શેરબજાર માટે બુધવારનું ટ્રેડિંગ સત્ર નફાકારક રહ્યું હતું. બજારના મુખ્ય સૂચકાંકોમાં ખરીદી જોવા મળી. ટ્રેડિંગના અંતે સેન્સેક્સ 566 પોઈન્ટ અથવા 0.73 ટકા વધીને 76,404 પર અને નિફ્ટી 130 પોઈન્ટ અથવા 0.57 ટકા વધીને 23,155 પર હતો.
ભારતીય શેરબજાર મંગળવારે સપાટ નોંધ પર ખુલ્યું હતું, જેમાં મુખ્ય સૂચકાંકો મિશ્ર રીતે ટ્રેડ થતા હતા. સવારે 9:33 વાગ્યા સુધીમાં સેન્સેક્સ 116 પોઈન્ટ અથવા 0.19% ઘટીને 76,957 પર હતો, જ્યારે નિફ્ટી 18 પોઈન્ટ અથવા 0.08% વધીને 23,363 પર હતો.
વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં સતત વધઘટ જોવા મળી રહી છે. 21 જાન્યુઆરી, 2025ના રોજ, WTI ક્રૂડ ઓઈલ 1.46% ઘટીને $76.74 પ્રતિ બેરલ થઈ ગયું, જ્યારે બ્રેન્ટ ક્રૂડ 0.02% વધીને $80.17 પ્રતિ બેરલ થઈ ગયું. આ ફેરફારોને કારણે ભારતના વિવિધ શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થયો.