ઇન્ડસઇન્ડ બેંકે ભારતમાં મલ્ટિ-પાર્ટનર ઇન્ડસ ફાસ્ટ રેમિટ પ્લેટફોર્મ પર વાઈસ સાથે ભાગીદારી કરી
આ ભાગીદારી NRI ગ્રાહકોને 2 વૈશ્વિક બજારોમાંથી ભારતમાં તેમના લાભાર્થીઓને સીધા બેંકના પ્લેટફોર્મ પરથી નાણાં મોકલવા માટે સક્ષમ બનાવશે, ગ્રાહકો કોઈપણ છુપા ચાર્જ અને રેટ માર્કઅપ વિના મિડ-માર્કેટ એક્સચેન્જ રેટ પર ભારતમાં નાણાં મોકલી શકશે
મુંબઈ, 16 જૂન, 2023: વિશ્વભરમાં ફંડ ટ્રાન્સફર અને મેનેજ કરવામાં વિશેષતા ધરાવતી વૈશ્વિક ટેક્નોલોજી કંપની ઈન્ડસઈન્ડ બેંકે આજે જાહેરાત કરી છે કે તે યુએસ અને સિંગાપોરમાં રહેતા નોન રેસિડેન્સિયલ ઇન્ડિયન (એનઆરઆઈ)ને ઓનલાઇન ઇનવર્ડ રેમિટન્સ સર્વિસીસ પૂરી પાડશે. ઇન્ડસઇન્ડ બેન્કના મલ્ટિ-પાર્ટનર રેમિટન્સ સર્વિસ પ્લેટફોર્મ્સ - ઇન્ડસ ફાસ્ટ રેમિટ (IFR) અને WISE પ્લેટફોર્મ એનઆરઆઈને મલ્ટિ-કરન્સી ઇનવર્ડ રેમિટન્સ સર્વિસ ઓફર કરવા માટે એકીકૃત થયા છે. IFR અને વાઈસ પ્લેટફોર્મનું એકીકરણ પણ વાઈસ પ્લેટફોર્મના લોન્ચને ચિહ્નિત કરે છે,ભારતમાં બેન્કો અને નોન-બેંક માટે વાઈસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઓફર કરે છે. આ જાહેરાત એવા સમયે કરવામાં આવી છે જ્યારે વિશ્વ આજે ઇન્ટરનેશનલ ફેમિલી રેમિટન્સ ડેની ઉજવણી કરી રહ્યું છે.
આ ભાગીદારી ઇન્ડસઇન્ડ બેન્ક-ઇન્ડસ ફાસ્ટ રેમિટના ગ્રાહકોને અત્યંત સ્પર્ધાત્મક વિદેશી વિનિમય દરે યુએસ અને સિંગાપોર જેવા બે વૈશ્વિક બજારોમાંથી નાણાં ટ્રાન્સફર કરવામાં સક્ષમ બનાવશે, જ્યાં તેઓ દરોની તુલના કરી શકશે અને કોઈપણ માર્ક-અપ વિના ચોક્કસ ક્રેડિટ રકમ જાણવામાં સક્ષમ હશે. પરંપરાગત નાણાકીય સંસ્થાઓ દ્વારા ભંડોળને સરહદો પર ખસેડવાની પરંપરાગત રીતમાં સામાન્ય રીતે ઊંચા ચાર્જ અને છુપા ચાર્જનો સમાવેશ થાય છે.
વાસ્તવમાં, કેપિટલ ઇકોનોમિક્સના અગાઉના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે વિદેશથી ભારતમાં નાણાં મોકલનારા લોકોએ 2020માં ₹21900 કરોડથી વધુ વિદેશી એક્ચેન્જ ચાર્જ ચૂકવ્યા હતા, જેમાંથી લગભગ ₹7900 કરોડ કરન્સીના રૂપાંતરણ પર રહ્યાં હતા. બાકીના ₹14000 કરોડ ટ્રાન્ઝેક્શન ચાર્જીસ પાછળ ખર્ચવામાં આવ્યા હતા.
ઈન્ડસઈન્ડ બેંકના ગ્રાહકો બેંકના ઈન્ડસ ફાસ્ટ રેમિટ પ્લેટફોર્મ અથવા તેના ઈન્ટરનેટ બેંકિંગ પ્લેટફોર્મ દ્વારા સીધા જ WISEના લાઈટનિંગ ફાસ્ટ અને ઓછા ખર્ચે ઈન્ટરનેશનલ મની ટ્રાન્સફરનો ઉપયોગ કરી શકે છે. ગ્રાહકોને તેમની ટ્રાન્સફર સ્થિતિ અને અંદાજિત આવનાર સમય પર દર્શાવે છે. ઉપરાંત સ્થાનાંતરણ ઝડપી છે. - Wise દ્વારા મોકલવામાં આવેલા સરેરાશ 55% ટ્રાન્સફર ઇન્સ્ટન્ટ (20 સેકન્ડથી ઓછા) છે. તદુપરાંત, ટ્રાન્સફર શરૂ કરવાની પ્રક્રિયા બેંક શાખાઓની મુલાકાત લીધા વિના અથવા કોઈપણ કાગળની મુશ્કેલીમાંથી પસાર થયા વિના ઓનલાઇન કરી શકાય છે.
આ સહયોગ દ્વારા, NRIs ઇન્ડસઇન્ડ બેંક ઇન્ડસ ફાસ્ટ રેમિટ પ્લેટફોર્મ પર રેમિટન્સ ટ્રાન્ઝેક્શન બુક કરી શકે છે અને લાભલેનારા ક્રેડિટ આરબીઆઇની રુપી ડ્રોઈંગ એરેન્જમેન્ટ (RDA) યોજના હેઠળ ભારતમાં Wise ના RDA ભાગીદારો દ્વારા કરવામાં આવશે. ઇન્ડસ ફાસ્ટ રેમિટ પ્લેટફોર્મ એનઆરઆઇ ગ્રાહકોને રેમિટન્સ સર્વિસિસનો ઉપયોગ કરવા સિવાય ઇન્ડસઇન્ડ બેંકમાં નોન રેસિડેન્સિયલ એક્સટર્નલ (NRE) / નોન રેસિડેન્સિયલ ઓર્ડિનરી (NRO) ખાતા ખોલવા માટે પણ સુવિધા આપશે.
ઇન્ડસઇન્ડ બેન્કના કન્ઝ્યુમર બેન્કિંગ એન્ડ માર્કેટિંગ હેડ શ્રી સૌમિત્ર સેને ભાગીદારી વિશે વાત કરતાં જણાવ્યું હતું કે, “ઇન્ડસઇન્ડ બેન્કમાં,ગ્રાહકોને સીમલેસ બેન્કિંગ અને રેમિટન્સનો અનુભવ પૂરો કરતી અગ્રણી દરખાસ્તો રજૂ કરવાનો અમારો સતત પ્રયાસ રહ્યો છે. આ વિઝનને ધ્યાનમાં રાખીને અમને અમારા સુધારેલા ઇન્ડસ ફાસ્ટ રેમિટ પ્લેટફોર્મ માટે વાઈસ સાથે ભાગીદારી કરવાનો ગર્વ છે, જે NRIs ને વૈશ્વિક સ્તરે 2 દેશોમાંથી ભારતમાં લાભાર્થીને ઓછા ખર્ચે અને સ્પર્ધાત્મક રૂપાંતરણ દરે નાણાં મોકલવા સક્ષમ બનાવે છે. અમારું માનવું છે કે આ ઓફર NRIs વચ્ચે નોંધપાત્ર આકર્ષણનું સાક્ષી બનશે, તેમને ભારતમાં સીમલેસ રિલોકેશન માટે સૌથી વધુ ઉકેલ પૂરો પાડશે.”
વાઈસ ઈન્ડિયાના કન્ટ્રી મેનેજર રશ્મિ સતપુતે એ કહ્યું કે “વાઈસમાં,અમારું મિશન દરેક જગ્યાએ દરેક વ્યક્તિ માટે મની ટ્રાન્સફરને ઝડપી, સસ્તું અને વધુ પારદર્શક બનાવવાનું છે. 2021માં ભારતમાંથી ટ્રાન્સફર શરૂ કર્યા પછી, આજે અમે અહીં અમારી પ્રતિબધ્ધતાને બમણું કરવા માટે રોમાંચિત છીએ. અમારા પ્રથમ ભાગીદાર તરીકે ઇન્ડસઇન્ડ બેંક સાથે ભારતમાં WISE પ્લેટફોર્મ લાવવા માટે રોમાંચિત છીએ. ઇન્ડસઇન્ડ બેંક અને વાઈઝ વૈશ્વિક નાણાકીય વ્યવસ્થાને આધુનિક બનાવવાની એક સમાન દ્રષ્ટિ ધરાવે છે અને વિદેશમાં વસતા લાખો NRIs માટે ભારતમાં સસ્તા, ઝડપી અને પારદર્શક ટ્રાન્સફરને સક્ષમ કરવા માટે ટીમ બનાવવામાં અમને આનંદ થાય છે.”
ઇન્ડસ ફાસ્ટ રેમિટ એ આ પ્રકારનું પ્રથમ મલ્ટિ-પાર્ટીસિપન્ટ ડિજિટલ પ્લેટફોર્મ છે જે નોન રેસિડેન્સિયલ ઇન્ડિયન (એનઆરઆઈ) દ્વારા ભારતમાં રેમિટન્સની સુવિધા આપે છે. ઇન્ડસ ફાસ્ટ રેમિટના યુઝર્સ પાસે સિંગલ સાઇન ઓન અને એન્ડ-ટુ-એન્ડ ડિજિટલ મુસાફરી સાથે સ્પર્ધાત્મક દરો રજૂ કરતા કેટલાંક એક્સચેન્જ હાઉસ/મની ટ્રાન્સફર કંપનીઓમાંથી પસંદગી કરવાનો વિકલ્પ હશે.
રેમિટન્સ સેવા લાઇસન્સ પ્રાપ્ત ફોરેન એક્સચેન્જ હાઉસ/મની ટ્રાન્સફર કંપનીઓ દ્વારા પૂરી પાડવામાં આવશે અને ભારતીય રિઝર્વ બેંકની રુપી ડ્રોઇંગ એરેન્જમેન્ટ(RDA) સ્કીમ હેઠળ ભારતમાં લાભાર્થીના ખાતામાં રકમ ટ્રાન્સફર કરવામાં આવશે. વાઈસ પ્લેટફોર્મ વિશ્વભરમાં 60થી વધુ બેંકો અને બિઝનેસ સાથે લાઈવ છે, જે તેમને વાઈસની ટેક્નોલોજીનો લાભ લેવા અને આંતરરાષ્ટ્રીય સ્તરે ભંડોળ મોકલવા, પ્રાપ્ત કરવા અને મેનેજ કરવાની શ્રેષ્ઠ રીત પૂરી પાડે છે.
સપ્તાહના અંતિમ દિવસે બજાર લીલા રંગમાં ખુલ્યું હતું. BSE સેન્સેક્સ 193.95 પોઈન્ટના વધારા સાથે 77,349.74 પોઈન્ટ પર અને નિફ્ટી 50 પણ 61.90 પોઈન્ટના વધારા સાથે 23,411.80 પોઈન્ટ પર ખુલ્યો હતો.
બ્લેક ડાયમંડ એપલ એકદમ દુર્લભ છે અને દરેક જગ્યાએ તેની ખેતી કરી શકાતી નથી. આ સફરજનને ઠંડા અને પર્વતીય વિસ્તારની જરૂર છે. ઉપરાંત, મર્યાદિત ઉત્પાદનને કારણે, બ્લેક ડાયમંડ એપલ ખૂબ મોંઘા છે.
યુઝર-ફ્રેન્ડલી ઇન્ટરફેસ અને ફંક્શનાલિટીના લીધે એન્ડ્રોઇડ પર નોંધપાત્ર 4.7 રેટિંગ અને આઈઓએસ પર 4.6 રેટિંગ મળ્યા.