ઇન્ડસઇન્ડ બેન્ક રજૂ કરે છે 'NRI સ્વદેશાગમન' ફેસ્ટિવલ
પોતાના પરિવારો સાથે પુનઃમિલન માટે સ્વદેશ પરત ફરી રહેલા બિન-નિવાસી ભારતીયોની આ મુલાકાતની યાદ માટે ઇન્ડસઇન્ડ બેંકે આજે ખાસ પ્રકારના ‘એન.આર.આઈ. સ્વદેશાગમન’ નામના ફેસ્ટિવલને તરતો મૂક્યો છે, જે ચાલુ વર્ષે આઈસીસી મેન્સ ક્રિકેટ વર્લ્ડકપ-23, જાન્યુઆરી-2024માં અતિ અપેક્ષિત ભારતીય દિવસ તથા આગામી વર્ષના અંતની રજાઓની સિઝનની સાથે સુસંગત બની રહેશે.
મુંબઈ : પોતાના પરિવારો સાથે પુનઃમિલન માટે સ્વદેશ પરત ફરી રહેલા બિન-નિવાસી ભારતીયોની આ મુલાકાતની યાદ માટે ઇન્ડસઇન્ડ બેંકે આજે ખાસ પ્રકારના ‘એન.આર.આઈ. સ્વદેશાગમન’ નામના ફેસ્ટિવલને તરતો મૂક્યો છે, જે ચાલુ વર્ષે આઈસીસી મેન્સ ક્રિકેટ વર્લ્ડકપ—023, જાન્યુઆરી-2024માં અતિ અપેક્ષિત ભારતીય દિવસ તથા આગામી વર્ષના અંતની રજાઓની સિઝનની સાથે સુસંગત બની રહેશે. બેંકની આ વિશિષ્ટ પહેલનો હેતુ ગ્રાહકો માટે ઉજવણીના વિવિધ કાર્યક્રમો તથા બેંકિંગ પ્રોડક્ટો અને સર્વિસિસ પર આકર્ષક ઓફરો દ્વારા આ દિવસોને યાદગાર અનુભવ બનાવવાનો છે.
‘એન.આર.આઈ. સ્વદેશાગમન’ના આ ફેસ્ટિવલના એક ભાગરૂપે બેંક હવે ટૂંકાગાળાના કેટલાક લાભો પૂરા પાડશે, જેમાં દર વર્ષે 6.75 ટકા સુધીના વ્યાજની NRE/NROના સેવિંગ્સ એકાઉન્ટ ઉપર, 7.5 ટકા વાર્ષિક વ્યાજની વ્યવસ્થા NRE/NRO ડિપોઝિટ ઉપર તથા 5.95 ટકા વાર્ષિક વ્યાજનો લાભ USD FCNR ડિપોઝિટ ઉપર દર વર્ષે બેંક દ્વારા અપાશે. એટલું જ નહીં, ઇન્ડસઇન્ડ બેંકે આ તહેવારોના દિવસોમાં પોતાની શાખાઓને વધારે શણગારીને ઉજવણીનું વાતાવરણ ખડું કર્યું છે અને બિન-નિવાસી ભારતીયોનું ઉષ્માભર્યું સ્વાગત કરવા માટે વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરી છે.
વળી, આ ‘એન.આર.આઈ. સ્વદેશાગમન’ના કાર્યક્રમ હેઠળ નાણાંકીય સાક્ષરતા અંગે, NRIs તથા PIOsને પરત ફરતાં પહેલાં તેમની નાણાંકીય જરૂરિયાતો અંગે મહત્ત્વની આંતરદૃષ્ટિ અને માર્ગદર્શન પૂરું પાડવાની કામગીરી અનુભવી નાણાંકીય આગેવાનોના માર્ગદર્શન હેઠળનાં સત્રો દરમિયાન કરવામાં આવશે. આની પાછળ બેંકનો હેતુ NRIને તેમનાં આર્થિક ઉદ્દેશ્યોને અસરકારક રીતે સલામત કરવામાં મદદરૂપ બનવાનો છે.
ગ્રાહકની સવલત-સગવડ પર ધ્યાન કેન્દ્રિત કરીને બેંક માય એકાઉન્ટ, માય નંબર, વોટ્સએપ બેંકિંગ અને ફિંગર પ્રિન્ટ જેવી સુવિધાઓ સાથે વિઘ્નરહિત NRI-ડિજિટલ એકાઉન્ટ ઓપનિંગ પ્લેટફોર્મની સુવિધા પર ધ્યાન કેન્દ્રિત કરશે. આમાં બેંકની સતત સક્રિય એવી 198 એન.આર.આઈ.-કેન્દ્રિત બ્રાન્ચ સાથે વ્યક્તિગત સર્વિસની ખાતરી આપવામાં આવશે. વળી, બેંક યુએસએ અને સિંગાપોરમાંથી સરળ ફંડ-ટ્રાન્સફર માટે ઇન્ડસ ફાસ્ટ રેમિટ અને એક નિપુણ વર્ચ્યુઅલ સર્વિસ ટીમ તથા વિદેશમાં સ્થાયી થયેલા એનઆરઆઈ માટે 24x7નું કોલ સેન્ટર પણ ઓફર કરે છે.
ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્ટોએ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી. સુબિયાન્ટોએ કહ્યું કે તેમણે પીએમ મોદીના નેતૃત્વમાંથી ઘણું શીખ્યા છે.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ રાષ્ટ્રને પ્રજાસત્તાક દિવસની શુભેચ્છાઓ પાઠવી, સાથે જ કેન્દ્ર સરકારની નીતિઓની પણ ટીકા કરી.
ભારતના 76મા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે રાષ્ટ્રને શુભેચ્છાઓ પાઠવી, નાગરિકોને 2047 સુધીમાં 'વિકસિત ભારત'ના ધ્યેયને સાકાર કરવા માટે દૃઢતાપૂર્વક કામ કરવા વિનંતી કરી.
ગાંધીનગર ખાતે આવેલ પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી ના સ્કુલ ઓફ ટેક્નોલોજીમાં ગણિત વિભાગના વડા ડૉ. પૂનમ મિશ્રાના માર્ગદર્શન હેઠળ, ડૉ. બ્રજેશ ઝા અને ડૉ. જ્વંગસર બ્રહ્મા દ્વારા તા. ૧૫-૧૭ ડિસેમ્બર, ૨૦૨૩ દરમિયાન "કોમ્પ્યુટેશનલ મોડલીંગ એન્ડ સસ્ટેનેબલ એનર્જી" પર ત્રિદિવસીય આંતરરાષ્ટ્રીય સંમેલનનું આયોજન કરવામાં આવેલ છે.