ઇન્ડસઇન્ડ બેન્ક રાષ્ટ્રીય ખેલ દિવસ પર રમતગમતમાં તેના યોગદાનને યાદ કરે છે
નેશનલ સ્પોર્ટ્સ ડે નિમિત્તે, ઇન્ડસઇન્ડ બેન્ક વિવિધ વિદ્યાક્ષેત્રોમાં રમત-ગમત અને રમતવીરોને સહાયક બનાવવાની તેની નોંધપાત્ર યાત્રા ફરી એકવાર યાદ કરે છે. 2016માં, બેન્કે તેના આંતરિક અને બાહ્ય બંને હિસ્સેદારો માટે એક મુખ્ય, સહજ અને વ્યૂહાત્મક ઘટક તરીકે રમતગમતને અભિન્ન અંગ બનવાના વિઝન સાથે નોન-બેન્કિંગ સ્પોર્ટ્સ વર્ટિકલ, 'IndusIndForSports' નું ઉદ્ઘાટન કર્યું હતું.
નેશનલ સ્પોર્ટ્સ ડે નિમિત્તે, ઇન્ડસઇન્ડ બેન્ક વિવિધ વિદ્યાક્ષેત્રોમાં રમત-ગમત અને રમતવીરોને સહાયક બનાવવાની તેની નોંધપાત્ર યાત્રા ફરી એકવાર યાદ કરે છે. 2016માં, બેન્કે તેના આંતરિક અને બાહ્ય બંને હિસ્સેદારો માટે એક મુખ્ય, સહજ અને વ્યૂહાત્મક ઘટક તરીકે રમતગમતને
અભિન્ન અંગ બનવાના વિઝન સાથે નોન-બેન્કિંગ સ્પોર્ટ્સ વર્ટિકલ, 'IndusIndForSports'નું ઉદ્ઘાટન કર્યું હતું.
આકર્ષક, વૃદ્ધિ અને પ્રોત્સાહનો પૂરા પાડવાના ઉદ્દેશ સાથે ‘IndusIndForSports’ એ ખેલદિલીના શ્રેષ્ઠ પાસાઓ-માનવ મૂલ્યોને અપનાવવા, પ્રોત્સાહન આપવા અને ટકાઉપણુંને આગળ વધારવાનો પ્રયાસ કરે છે.
'IndusIndForSports' એ વિવિધ કાર્યક્રમોનો સમાવેશ કરી ભારતીય રમતવીરોને સશક્ત બનાવે છે અને વ્યાપક રમતને સમર્થન આપે છે:
1. પેરા ચેમ્પિયન્સ પ્રોગ્રામ- ભારતમાં પેરા સ્પોર્ટ્સમાં પરિવર્તન લાવવા GoSports ફાઉન્ડેશન સાથેની ભાગીદારીમાં નાણાકીય વર્ષ 2015-16માં શરૂ કરાયેલ પેરા ચેમ્પિયન્સ પ્રોગ્રામ, 10 ક્ષેત્રોમાં 13 રાજ્યો અને 3 કેન્દ્રશાસિત પ્રદેશોના 45 પેરા-એથ્લેટ્સને સમર્થન આપે છે, તેમના માટે વ્યાપક સહાય પૂરી પાડે છે. જે રમતની શરૂઆતથી માંડી સાધનો, તાલીમ, રમત વિજ્ઞાન, પોષણ, કુશળતા અને સફળતાની યાત્રાનો સમાવેશ કરે છે.
2. ઇન્ડસઇન્ડ બ્લાઇન્ડ ક્રિકેટ પ્રોગ્રામ- 2016માં, બેન્કે CABI સાથે ભાગીદારીમાં, સમર્થનમ ટ્રસ્ટની ક્રિકેટિંગ શાખા, ભારતીય અંધ ક્રિકેટ ટીમ અને 700+ અંધ ક્રિકેટરો (પુરુષો અને મહિલા)ને રાજ્ય અને જિલ્લા સ્તરે સમર્થન આપતા આ કાર્યક્રમની શરૂઆત કરી હતી.
3. IndusInd ગર્લ પાવર પ્રોગ્રામ– Inspire Institute of Sport સાથે ભાગીદારીમાં 2017માં શરૂ કરવામાં આવેલ, આ પ્રોગ્રામ જુડોના ક્ષેત્રમાં 7 રાજ્યોની 31 મહિલા રમતવીરોને સમર્થન આપે છે, અને ભારતને વિશ્વ જુડો કેડેટ ચેમ્પિયનશીપમાં તેનો પ્રથમ સુવર્ણ ચંદ્રક (ગોલ્ડ મેડલ) જીતવામાં મદદ કરી છે.
4. ઇન્ડસઇન્ડ એથ્લેટ અને મેન્ટર પ્રોગ્રામ- માન દેશી ફાઉન્ડેશન સાથે ભાગીદારીમાં 2019માં શરૂઆત કરતાં આ કાર્યક્રમ હેઠળ મહારાષ્ટ્રના સતારા જિલ્લામાં 60 એથ્લેટ્સ (વિચરતી જાતિઓ/પછાત જાતિઓમાંથી)ને 3 ક્ષેત્રો (ફીલ્ડ હોકી, એથ્લેટિક્સ અને કુસ્તી)માં સમર્થન આપે છે. નાણાકીય વર્ષ 2023-24માં, બેન્ક કુસ્તી, એથ્લેટિક્સ, ફીલ્ડ હોકી અને સ્વિમિંગના ક્ષેત્રમાં 30 ઉપરની જિલ્લા-સ્તરની મહિલા રમતવીરોને, કુશળ રમત પ્રશિક્ષણ સાથે 20 શારીરિક શિક્ષણની આગોતરી તાલીમ માટે જરૂરિયાત આધારિત શિક્ષકો સાથે મળી સહાય કરશે.
5. ઇન્ડસઇન્ડ ઇન્ક્લુઝિવ સ્ક્વોશ પ્રોગ્રામ- ઇન્ડસઇન્ડ ઇન્ક્લુઝિવ સ્ક્વોશ પ્રોગ્રામ- 2023માં START ફાઉન્ડેશન સાથે મળી શરૂ કરવામાં આવ્યો છે. આ પ્રોગ્રામ સ્ક્વોશની રમતમાં 25 આદિવાસી છોકરીઓને સપોર્ટ કરે છે. આ રમતવીરો આર્થિક અને ઐતિહાસિક રીતે વંચિત સમુદાયોમાંથી છે.
બેન્કની આ પહેલને નોંધપાત્ર સફળતા મળી છે અને તેણે ભારતમાં રમતગમતના વિકાસમાં યોગદાન આપ્યું છે, જે તમામ સેગમેન્ટના રમતવીરો માટે ઉજ્જવળ અને વધુ સમાવેશી ભવિષ્યની પ્રેરણા આપે છે. ટોક્યો 2020 પેરાલિમ્પિક ગેમ્સમાં, ભારતની ટીમે કુલ 19 મેડલ જીત્યા હતા, જેમાંથી 8 મેડલ બેન્ક દ્વારા પ્રસ્તુત/સમર્થિત પેરા ચેમ્પિયન્સ પ્રોગ્રામ હેઠળ સમર્થિત રમતવીરો દ્વારા જીતવામાં આવ્યા હતા. બેન્કને એ વાતનો પણ ગર્વ છે કે બેન્ક દ્વારા સમર્થિત બંને ભારતીય બ્લાઈન્ડ ક્રિકેટ ટીમોએ બર્મિંગહામ, યુકે ખાતે IBSA વર્લ્ડ બ્લાઈન્ડ ગેમ્સમાં આકર્ષક દેખાવ કર્યો હતો. જેમાં મહિલા ટીમ ગોલ્ડ જીતી હતી, અને પુરુષોની ટીમે સિલ્વર જીત્યો હતો.
વધુમાં, શારીરિક સુખાકારીના મહત્વ અને લોકો અને કાર્યસ્થળ પર તેની ફાયદાકારક અસરોને ઓળખીને, બેન્કે સંસ્થાની અંદર આરોગ્ય અને ફિટનેસને સક્રિયપણે પ્રોત્સાહન આપ્યું છે. 2016માં શરૂ કરાયેલ 'ગેટ સેટ રન' શીર્ષક હેઠળની પહેલમાં બેન્કે તેના કર્મચારીઓને એક સક્રિય જીવનશૈલી કેળવવા અને તંદુરસ્ત કાર્યબળ રાખવાના ઉદ્દેશ્ય સાથે દોડને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કર્યો છે. જેમાં ઉત્સાહભેર તેના કર્મચારીઓની ભાગીદારી જોવા મળી છે.
IndusInd બેન્ક તેના કાર્યક્રમો દ્વારા લોકોના જોડાણ અને રમતગમતની શ્રેષ્ઠતાની હિમાયત કરે છે, વિવિધ સહભાગિતાને પ્રોત્સાહિત કરે છે અને સમગ્ર પૃષ્ઠભૂમિમાં પ્રતિભાશાળી રમતવીરોને સમર્થન આપે છે. બેન્કનું ધ્યાન પ્રતિભાને પ્રોત્સાહન આપવા ઉપરાંત તેની રમતગમતની સિદ્ધિઓ દ્વારા રાષ્ટ્રીય ગૌરવની ભાવનાને પ્રોત્સાહન આપવા પર છે. આજે રાષ્ટ્રીય રમતગમત દિન નિમિત્તે, બેન્ક તેના યોગદાનની ઉજવણી કરે છે અને ભારતીય રમતોને ઉન્નત બનાવવાની તેની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટી કરે છે, એથ્લેટિકિઝમના ભાવિ અને સિદ્ધિઓની નવી તકોને વિસ્તરિત કરે છે.
ઈન્ડસઈન્ડ બેન્કના હેડ- કોર્પોરેટ, કોમર્શિયલ અને રૂરલ બેન્કિંગ અને ઈન્ડસઈન્ડ ફોરસ્પોર્ટ્સના ઈન્ચાર્જ શ્રી સંજીવ આનંદે જણાવ્યું હતું કે, "ઇન્ડસઇન્ડ બેન્કમાં, નેશનલ સ્પોર્ટ્સ ડેનું વિશેષ મહત્વ છે કારણ કે તે રમતગમત પ્રત્યેની અમારી એથ્લેટ્સ પ્રત્યેની અતૂટ પ્રતિબદ્ધતા, સર્વસમાવેશકતા અને અનેરી ભાવનાને પ્રતિબિંબ કરે છે. અમારી 2016માં શરૂ થયેલી 'IndusIndForSports' પહેલ રમતવીરોના મૂલ્યોને
પ્રોત્સાહન આપવાની સફરમાં વિસ્તરિત થઈ રહી છે. અમે વિવિધ ક્ષેત્રોમાં રમતવીરોને સશક્ત બનાવીએ છીએ, અમે સ્પોર્ટ્સમાં વધુ ફાળો આપી ટકાઉ વિશ્વનું સર્જન કરવામાં સહભાગી થવા માગીએ છીએ.
આજે, રાષ્ટ્રીય રમતગમત દિન પર, અમે એથ્લેટ્સને સલામ કરીએ છીએ જેઓ અમને પ્રેરણા આપે છે અને શ્રેષ્ઠતા, એકતા અને ગૌરવની સંસ્કૃતિને જાળવી રાખવાના અમારા સમર્પણની પુનઃ યાદ કરાવે છે. ઈન્ડસઈન્ડ બેન્કના પોર્ટફોલિયો મેનેજમેન્ટ એન્ડ સીએસઆર હેડ રૂપા સતિષે જણાવ્યું હતું કે,ઇન્ડસઈન્ડ બેન્કમાં, અમે જાણીએ છીએ કે અમારી ભૂમિકા નાણાકીય ક્ષેત્રની બહાર વિસ્તરેલી છે, જે અર્થતંત્ર અને સમાજ બંનેના વિકાસ માટે પ્રતિબદ્ધ છે. 'IndusIndForSports' દ્વારા, અમે અનોખા ક્ષેત્રમાં યોગદાન આપી રહ્યા છીએ. માનવીય મૂલ્યોને અપનાવવા, સર્વસમાવેશકતાને પ્રોત્સાહન આપવા અને ટકાઉપણાની હિમાયત કરવા પર મજબૂત ફોકસ સાથે રમતવીરોને પ્રેરણા, એકતા અને રમતની ક્ષમતાને પ્રોત્સાહન
આપવાના પ્રયાસો કરી રહ્યા છીએ.
અમે વિવિધ ક્ષેત્રોના રમતવીરોને તાલિમ આપવા, ઘડતર કરવા અને રમતગમતની શ્રેષ્ઠતાને પ્રોત્સાહન આપવા માટે ગર્વ અનુભવીએ છીએ. આ નેશનલ સ્પોર્ટ્સ ડે પર, અમે મજબૂત એથ્લેટિકિઝમ અને નોંધપાત્ર સિદ્ધિઓ સાથે ભવિષ્યની કલ્પના કરીને ભારતીય રમતોને સમર્થન આપવા માટે અમારા સમર્પણ પર ભાર મૂકવા માંગીએ છીએ.
ઋષભ પંતને IPL 2025 માટે લખનૌ સુપર જાયન્ટ્સ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ગયા સીઝન સુધી, તેઓ કેએલ રાહુલના નેતૃત્વમાં હતા, પરંતુ કેએલ આગામી સીઝનમાં દિલ્હીની ટીમ તરફથી રમશે.
India Champions Trophy Squad: ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ટીમ ઈન્ડિયાની ટીમની જાહેરાત કરવામાં આવી છે. મુખ્ય પસંદગીકાર અજિત અગરકરે એક પ્રેસ કોન્ફરન્સમાં 15 સભ્યોની ટીમની જાહેરાત કરી. તેમની સાથે કેપ્ટન રોહિત શર્મા પણ હાજર હતો.
પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતીય ટીમની સફર ભલે ટોક્યો ઓલિમ્પિકની દીપ્તિ સાથે મેળ ખાતી ન હોય, પરંતુ શૂટર મનુ ભાકર તેના અદ્ભુત પ્રદર્શનથી બહાર આવી.