ઈન્ફિબીમ એવેન્યુઝ લિ.એ Q2 FY24 માટે નાણાકીય પરિણામોની જાહેરાત કરી
FY24ના બીજા ક્વાર્ટરમાં 789.9 કરોડ રૂપિયાની અત્યાર સુધીની સૌથી વધુ ત્રિમાસિક ગ્રોસ રેવન્યુ નોંધાવી જે વાર્ષિક ધોરણે 66% વધારે છે. રૂપિયા 67.8 કરોડનો અત્યાર સુધીનો સૌથી વધુ ત્રિમાસિક EBITDA 3 નોંધાવ્યો, વાર્ષિક ધોરણે 70% વધારો.
ગાંધીનગર : ભારતની પ્રથમ લિસ્ટેડ સોફ્ટવેર પ્લેટફોર્મ અને પેમેન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપની ઈન્ફિબીમ એવેન્યુ લિમિટેડ (BSE: 539807; NSE: INFIBEAM) એ આજે 30 સપ્ટેમ્બર, 2023ના રોજ સમાપ્ત થતા બીજા ત્રિમાસિક ગાળાના પરિણામોની જાહેરાત કરી છે.
ચૂકવણીમાં વધારો તેમજ પ્લેટફોર્મ TPVમાં વધારાના કારણે કુલ TPVમાં વધારો થયો છે. ચુકવણી TPVમાં વાર્ષિક ધોરણે 28% વધારો થવાથી તે વધીને 769 અબજ રૂપિયા થયો હતો. કંપનીના સૌથી મોટા સોફ્ટવેર પ્લેટફોર્મ અમલીકરણ ગ્રાહકે એક જ ત્રિમાસિક ગાળામાં TPVમાં 155% વધારો નોંધાવતા તે 1+ ટ્રિલિયન રૂપિયા થયો છે.
કંપનીએ ગ્રોસ રેવન્યુમાં ઉંચી વૃદ્ધિ નોંધાવી છે જેમાં TPVમાં 28% વૃદ્ધિ અને ગ્રોસ ટેક રેટમાં 36% વૃદ્ધિ થવાથી તે 112 બેસિસ પોઈન્ટ્સ થયો હતો. ક્રેડિટ પેમેન્ટ ઓપ્શનના ઊંચા યોગદાન (51%)ના કારણે પેમેન્ટ બિઝનેસમાં ગ્રોસ ટેક રેટમાં વધારો થયો હતો. FY24ના 1H કુલ 0.6 મિલિયન મર્ચન્ટ ઉમેરવામાં આવ્યા હતા, જેમાંથી 0.27 મિલિયન મર્ચન્ટ 2Q FY24માં ઉમેરવામાં આવ્યા હતા. એટલે કે ડોમેસ્ટિક પેમેન્ટ એગ્રીગેશન બિઝનેસમાં દરરોજ સરેરાશ 2,900 મર્ચન્ટનો ઉમેરો થયો હતો, જેને બ્રાન્ડ નામ CCAvenue દ્વારા પણ ઓળખવામાં આવે છે.
FY24ના Q2માં કંપનીના પેમેન્ટ નેટ ટેક રેટમાં નોંધપાત્ર વધારો થયો છે, જે વાર્ષિક ધોરણે 25% વધીને 9.3 બેસિસ પોઈન્ટ્સ (bps) થયો હતો. તે મુખ્યત્વે નાના મર્ચન્ટના નોંધપાત્ર પ્રવાહને કારણે થયું છે. તેમણે તેના બદલામાં ઇન્ફિબીમ એવેન્યુ લિ.ના પેમેન્ટ બિઝનેસ નેટ ટેક રેટમાં ઉછાળામાં સૌથી વધુ યોગદાન આપ્યું હતું. FY24ના અંત સુધીમાં પેમેન્ટ નેટ ટેક રેટ હવે લક્ષ્યાંકિત ડબલ-ડિજિટ ટેક રેટની નજીક પહોંચી ગયો છે.
કંપનીએ પ્રથમ વખત નેટ માર્જિનમાં સુધારાને કારણે 1 અબજ રૂપિયા કરતાં વધુ ચોખ્ખી આવક નોંધાવી હતી જેના કારણે મજબૂત ઓપરેટિંગ પરફોર્મન્સ જોવા મળ્યું છે. EBITDA અને ટેક્સ પછીનો નફો બંને અનુક્રમે 70% અને 191% દ્વારા તીવ્ર વૃદ્ધિ પામ્યા છે. આ
ઉપરાંત EBITDA અને PAT માર્જિનમાં જોરદાર સુધારો થયો છે.
ઇન્ફિબીમ એવેન્યુ લિમિટેડના જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર વિશ્વાસ પટેલે જણાવ્યું કે, "FY23- 24ના Q2માં અમારી સાથે મોટી સંખ્યામાં મર્ચન્ટ્સ જોડાયા છે. ખાસ કરીને નાના વ્યવસાયોનો અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે. તેના કારણે ટેક રેટમાં વધારો થયો છે. મર્ચન્ટ ઓનબોર્ડિંગમાં સતત વધારાના માટે કંપની “વિશ્વાસ”ના પરિબળને શ્રેય આપે છે કારણ કે મર્ચન્ટ અને બેન્કિંગ પાર્ટનર અમારા મજબૂત કોમ્પ્લાયન્સ અને મજબૂત પેમેન્ટ ટેકનોલોજી પ્લેટફોર્મમાં ભરોસો ધરાવે છે. તેનાથી નાના મર્ચન્ટ્સમાં પણ મજબૂત બ્રાન્ડ
ઓળખ સર્જાઈ છે.
૧ એપ્રિલના રોજ ભારતીય શેરબજાર ભારે ઘટાડા સાથે બંધ થયું. મંગળવારે, સેન્સેક્સ ૧૩૯૦.૪૧ પોઈન્ટ ઘટીને ૭૬,૦૨૪.૫૧ પોઈન્ટ પર અને નિફ્ટી ૩૫૩.૬૫ પોઈન્ટ ઘટીને ૨૩,૧૬૫.૭૦ પોઈન્ટ પર બંધ થયો હતો.
કેન્દ્ર સરકારની યુનિફાઇડ પેન્શન સ્કીમ (UPS) 1 એપ્રિલથી અમલમાં આવી છે. આ એક ફંડ-આધારિત પેન્શન યોજના છે જે કેન્દ્ર સરકાર દ્વારા રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ હેઠળ રજૂ કરવામાં આવી છે. તેનો ઉદ્દેશ્ય સરકારી કર્મચારીઓને ગેરંટીકૃત પેન્શન પૂરું પાડવાનો છે.
મંત્રીમંડળે નિર્ણય લીધો કે બે વર્ષ સુધી દરમાં ફેરફાર કરવામાં આવશે નહીં અને ત્યારબાદ વાર્ષિક $0.25 નો વધારો કરવામાં આવશે.