પોલીસ વિભાગ દ્વારા સુરક્ષાની સાથે હેલ્પ ડેસ્ક ઉભી કરી થઈ રહેલી સઘન સુરક્ષા વ્યવસ્થા
મેળામાં શ્રદ્ધાળુઓને કોઈ મુશ્કેલી ન સર્જાય તે માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલી વિવિધ સુવિધાઓ, પોલીસ દ્વારા સુરક્ષાની સાથે હેલ્પ ડેસ્ક ઉભી કરી થઈ રહેલી સઘન સુરક્ષા વ્યવસ્થાનું આયોજન.
રાજપીપલા: સાગબારા તાલુકાના દેવમોગરા ખાતે આવેલા યાહા મોગી માતા પાંડુરી માતાના મંદિરે ચાલી રહેતા ભાતીગળ મેળા દરમિયાન શ્રદ્ધાળુઓને જિલ્લા કલેકટર શ્રીમતી શ્વેતા તેવતિયાના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ખાસ કરીને પોલીસ વિભાગ દ્વારા પૂરતી સુરક્ષા
વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. કણબીપીઠાથી લઈને છેક દેવમોગરા મંદિર સુધી રાઉન્ડ-ધી-ક્લોક સુરક્ષા વ્યવસ્થાની કામગીરી કરવામાં આવી રહી છે.
માર્ગમાં વિવિધ સ્થળોએ પોલીસના જવાનોને ડિપ્લોઈડ કરવામાં આવ્યા છે. તેમજ ૨૪ કલાક પેટ્રોલિંગની કામગીરી પણ પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે.
પોલીસ વિભાગ દ્વારા મંદિર પરિસર અને પ્રવેશદ્વાર ઉપર હેલ્પ ડેસ્ક ઊભી કરી સુરક્ષાલક્ષી માર્ગદર્શન પુરું પાડતું સાહિત્ય વિતરણ સાથે પોલીસ હેલ્પલાઈનની જરૂરી જાણકારી આપવામાં આવી રહી છે. સાથે સાથે ગ્રામ પંચાયત દ્વારા નક્કી કરવામાં આવેલા પાર્કિંગ સ્થળોએ વાહનોનું યોગ્ય પાર્કિંગ થાય તે માટે પણ ખડે પગે કામગીરી કરવામાં આવી રહી છે.
સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે મંદિર પરિસરમાં લગાવેલા સીસીટીવી કેમેરા પણ ચાલુ રાખી કન્ટ્રોલરૂમ થકી નિરિક્ષણ કરવામાં આવી રહ્યું છે.
અમદાવાદઃ શહેરમાં દારૂના નશામાં ડ્રાઇવરો દ્વારા બેદરકારીપૂર્વક વાહન ચલાવવાનું ચાલુ છે, જેના કારણે અમદાવાદ પોલીસને ગાંધીનગરની સૂચનાને પગલે કડક પગલાં લેવા માટે સંકેત આપવામાં આવ્યો છે. એક રાત લાંબી કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું,
ગુજરાતભરમાં લગ્નસરાની સિઝન ચાલી રહી છે ત્યારે માંગમાં વધારો થતાં ફૂલના ભાવમાં ઉછાળો આવ્યો છે. ધોળકા, ખેડા અને બનાસકાંઠા જેવા વિસ્તારોમાંથી પણ ફૂલો મંગાવવામાં આવે છે
રાજ્યના વિવિધ ભાગોમાં તાપમાનમાં સતત ઘટાડો થતાં સમગ્ર ગુજરાતમાં શિયાળો મક્કમપણે બેસી ગયો છે. ગાંધીનગર સહિત અનેક વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન 13 ડિગ્રીની આસપાસ નોંધાયું છે.