વડોદરા ડિવિઝન સ્પોર્ટ્સ એસોસિએશન દ્વારા આંતર-વિભાગીય ક્રિકેટ ટૂર્નામેન્ટ ડીઆરએમ કપનું આયોજન
વડોદરા ડિવિઝન સ્પોર્ટ્સ એસોસિએશન દ્વારા આંતર-વિભાગીય ક્રિકેટ ટૂર્નામેન્ટ ડીઆરએમ કપ 2024 નું આયોજન માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ, પ્રતાપનગર વડોદરામાં કરવામાં આવ્યું. આ પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટમાં સોળ ટીમોએ ભાગ લીધો.
વડોદરા ડિવિઝન સ્પોર્ટ્સ એસોસિએશન દ્વારા આંતર-વિભાગીય ક્રિકેટ ટૂર્નામેન્ટ ડીઆરએમ કપ 2024 નું આયોજન માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ, પ્રતાપનગર વડોદરામાં કરવામાં આવ્યું. આ પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટમાં સોળ ટીમોએ ભાગ લીધો.
શરૂઆતની નૉકઆઉટ મેચો પછી, સેમીફાઈનલના વિજેતા રેલવે સુરક્ષા બળ અને ઓપરેટિંગ વિભાગ વચ્ચે આયોજિત ફાઈનલ મેચમાં આરપીએફની ટીમ વિજેતા થઈ. ફાઈનલ મેચમાં શ્રી જીતેન્દ્ર સિંહ, અધ્યક્ષ વીડીએસએ અને ડીઆરએમ એ વિજેતા ટીમને ટ્રોફી અર્પણ કરી. આ અવસરે શ્રી હર્ષ કુમાર, સચિવ વીડીએસએ અને સિનિયર ડીઈએન સંકલન અને નિખિલ ગુપ્તા, સહાયક સચિવ, વીડીએસએ તેમજ ડીએમઈ ઉપસ્થિત હતા.
ફાઈનલ માં આરપીએફ એ 146 રનનું લક્ષ્ય પ્રાપ્ત કરીને 6 વિકેટથી ડીઆરએમ કપ પર કબજો મેળવીને ટૂર્નામેન્ટ જીતી લીધી. ઉપવિજેતા વરિષ્ઠ મંડળ પરિચાલન ટીમ હતી. શ્રી પંકજ વસાવા, સીએસ એન્ડ ડબ્લ્યુઆઈ (સ્પોર્ટ્સ) અને ટીમે ટૂર્નામેન્ટના સફળ આયોજનમાં ઉલ્લેખનીય કામ કર્યું.
નાંદોદના ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખે બેઠકમાં ઉપસ્થિત રહી પ્રજાના પ્રશ્નોનાને ઝડપી ઉકેલ લાવવા ઉપર ભાર મૂક્યો.
પશ્ચિમ રેલ્વે દ્વારા હોળીના તહેવાર અને ઉનાળાની ઋતુ દરમિયાન મુસાફરોની સુવિધા અને વધારાની ભીડ ધ્યાનમાં રાખીને તેમની મુસાફરીની માંગને પહોંચી વળવા માટે અસારવા-આગ્રા કેન્ટ વચ્ચે વિશેષ ભાડા પર ત્રિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે. જેની વિગતો નીચે મુજબ છે.
વર્ષ ૨૦૨૩-૨૪માં સુરેન્દ્રનગર જિલ્લામાં ૧,૭૯૪ હેક્ટર વિસ્તારમાં દાડમનું વાવેતર થયું; દાડમનું ઉત્પાદન ૧૮,૧૧૯ મે. ટન નોંધાયું.