ઈન્ટરનેશનલ ટ્રેક્ટર લિમિટેડે 5 નવી ટ્રેક્ટર રેન્જ લોન્ચ કરી
ભારતના નંબર વન ટ્રેક્ટર નિકાસકાર ઈન્ટરનેશનલ ટ્રેક્ટર લિમિટેડે (આઈટીએલ) વિશ્વભરના ખેતી ક્ષેત્રને બદલવા માટે અત્યાધુનિક ટેક્નોલોજી સાથે આજે 5 ટ્રેક્ટર લોન્ચ કર્યા છે, જેમાં તેમના ઈલેક્ટ્રિક મોડલ - સોલિસ એસવી સિરીઝનો પણ સમાવેશ થાય છે.
નવી દિલ્હી : ભારતના નંબર વન ટ્રેક્ટર નિકાસકાર ઈન્ટરનેશનલ ટ્રેક્ટર લિમિટેડે (આઈટીએલ) વિશ્વભરના ખેતી ક્ષેત્રને બદલવા માટે અત્યાધુનિક ટેક્નોલોજી સાથે આજે 5 ટ્રેક્ટર લોન્ચ કર્યા છે, જેમાં તેમના ઈલેક્ટ્રિક મોડલ - સોલિસ એસવી સિરીઝનો પણ સમાવેશ થાય છે. આ ક્રાંતિકારી ફાર્મ મશીનો વિશ્વભરના કૃષિ સમુદાયો માટે ઉત્પાદકતા અને કાર્યક્ષમતા વધારવા માટે અદ્યતન તકનીક, શક્તિ અને વર્સેટિલિટીનું શ્રેષ્ઠ મિશ્રણ પ્રદાન કરે છે. ભારતના ગુરુગ્રામમાં આઈટીએલની ગ્લોબલ કોન્ફરન્સ 'ગ્લોબલ પાર્ટનર્સ સમિટ (જીપીએસ) 200' સાથે જ નવી પ્રોડક્ટ લોન્ચ થઈ હતી. આ કોન્ફરન્સમાં વિશ્વના વિવિધ દેશોમાંથી 200થી વધુ ચેનલ પાર્ટનર્સ સભ્યોની ભાગીદારી જોવા મળી હતી.
ટ્રેક્ટરની નવી લાઇન-અપમાં એસવી સિરીઝની સાથે સિરીઝ એસ, સિરીઝ સી, સિરીઝ એચ અને સિરિઝ એનનો સમાવેશ થાય છે અને તમામ પ્રોડક્ટ્સ વર્લ્ડ ક્લાસ ટેક્નોલોજી અને અદ્યતન ઉત્સર્જન નિયંત્રણ સિસ્ટમથી ભરપૂર છે. ભારતમાં મજબૂત મેન્યુફેક્ચરિંગ બેઝ અને 3,000 ડીલરોના શ્રેષ્ઠ વિશ્વવ્યાપી નેટવર્કની તેની શક્તિનો ઉપયોગ કરીને, આઈટીએલ વિશ્વભરના ખેડૂતોને ખૂબ જ સ્પર્ધાત્મક ખર્ચે ઉચ્ચ ગુણવત્તાની પ્રોડક્ટ્સ ઓફર કરે છે. જ્યારે સિરીઝ એચ, સિરીઝ એસ અને સોલીસ એસવી મોડલ વૈશ્વિક સ્તરે લોન્ચ કરવામાં આવ્યા છે, અને સિરીઝ સી યુરોપીયન બજારો માટે ઉપલબ્ધ થશે. સિરીઝ એન યુરોપ, યુએસએ, આફ્રિકા અને દક્ષિણ અમેરિકા પ્રદેશો સહિતના બજારોને પૂરી કરશે. ખાસ કરીને ઈવી વેરિઅન્ટ દરેક સમયે શ્રેષ્ઠ ટોર્ક ઉપલબ્ધતાની ખાતરી આપે છે અને ફાસ્ટ ચાર્જરનો ઉપયોગ કરીને 3-3.5 કલાકમાં અને નિયમિત ચાર્જરનો ઉપયોગ કરીને 8 કલાકમાં 0-100% થી ચાર્જ કરી શકાય છે.
પાંચ નવી સિરીઝના લોન્ચની જાહેરાત કરતાં, આઈટીએલના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી સુશાંત સાગર મિત્તલે જણાવ્યું હતું કે, “અમારા ગ્રાહકો માટે શ્રેષ્ઠ ગુણવત્તા સાથે હીરો પ્રોડક્ટ્સ વિકસાવવા અને વિશ્વ કક્ષાની ગ્રાહક સેવા પ્રદાન કરવાની અમારી પ્રતિબદ્ધતાએ અમને અમારા નવા પ્લાન્ટમાં ટેક્નોલોજી અપગ્રેડેશમાં રૂ. 850 કરોડ અને નવી ટ્રેક્ટર સિરીઝ શરૂ કરવા માટે આર એન્ડ ડીમાં રૂ. 150 કરોડનું રોકાણ કરવાની પ્રેરણા આપી છે. અમારા તમામ નવા ટ્રેક્ટર્સ નવીનતા પ્રત્યેના અમારા સમર્પણ અને વિશ્વ કૃષિ સમુદાય માટે સમૃદ્ધિ સુનિશ્ચિત કરવા માટે અમારી વર્તમાન પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.”
સપ્તાહના અંતિમ દિવસે બજાર લીલા રંગમાં ખુલ્યું હતું. BSE સેન્સેક્સ 193.95 પોઈન્ટના વધારા સાથે 77,349.74 પોઈન્ટ પર અને નિફ્ટી 50 પણ 61.90 પોઈન્ટના વધારા સાથે 23,411.80 પોઈન્ટ પર ખુલ્યો હતો.
બ્લેક ડાયમંડ એપલ એકદમ દુર્લભ છે અને દરેક જગ્યાએ તેની ખેતી કરી શકાતી નથી. આ સફરજનને ઠંડા અને પર્વતીય વિસ્તારની જરૂર છે. ઉપરાંત, મર્યાદિત ઉત્પાદનને કારણે, બ્લેક ડાયમંડ એપલ ખૂબ મોંઘા છે.
યુઝર-ફ્રેન્ડલી ઇન્ટરફેસ અને ફંક્શનાલિટીના લીધે એન્ડ્રોઇડ પર નોંધપાત્ર 4.7 રેટિંગ અને આઈઓએસ પર 4.6 રેટિંગ મળ્યા.