કૃષિ ઉત્પાદકતામાં સુધારો કરવા માટે નોલેજ ટ્રાન્સફર" પર આંતરરાષ્ટ્રીય તાલીમ કાર્યક્રમ ઢાકા, બાંગ્લાદેશ ખાતે યોજાયો
બાંગ્લાદેશ, કંબોડિયા, વિયેટનામ, થાઈલેન્ડ, નેપાળ, શ્રીલંકા, પાકિસ્તાન, ચીન, મલેશિયા, ફિલિપાઈન્સ, ફિજી અને ઈન્ડોનેશિયા સહિત ૨૪ દેશના સભ્યોએ ભાગ લીધો હતો વડોદરાના કિસાન નેતા વિપિનચંદ્ર આર પટેલ, ભારતમાંથી એકમાત્ર પ્રતિનિધિ સહભાગી તરીકે આ કોન્ફરન્સમાં હાજરી આપી હતી.
બાંગ્લાદેશના નેશનલ પ્રોડકટીવીટી ઓર્ગેનાઈઝેશન (NPO) અને જાપાનના ટોક્યોમાં હેડ ક્વાર્ટર ધરાવતા એશિયન પ્રોડકટીવીટી ઓર્ગેનાઈઝેશન દ્વારા ૨૦૨૩ ઢાકા, બાંગ્લાદેશ ખાતે પર એક "કૃષિ ઉત્પાદકતામાં સુધારો કરવા માટે જ્ઞાન ટ્રાન્સફર" કાર્યક્રમ આંતરરાષ્ટ્રીય તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. બાંગ્લાદેશ, કંબોડિયા, વિયેટનામ, થાઈલેન્ડ, નેપાળ, શ્રીલંકા, પાકિસ્તાન, ચીન, મલેશિયા, ફિલિપાઈન્સ, ફિજી અને ઈન્ડોનેશિયા સહિત ૨૪ દેશના સભ્યોએ ભાગ લીધો હતો વડોદરાના કિસાન નેતા વિપિનચંદ્ર આર પટેલ, જેઓ બરોડા પ્રોડકટીવીટી કાઉન્સીલ ના પ્રમુખ પણ છે, ભારતમાંથી એકમાત્ર પ્રતિનિધિ સહભાગી તરીકે આ કોન્ફરન્સમાં હાજરી આપી હતી. ભારત, જાપાન અને બાંગ્લાદેશના ત્રણ આંતરરાષ્ટ્રીય સંસાધન વ્યક્તિઓએ એગ્રીકલ્ચર નોલેજ ટ્રાન્સફર, ટૂલ્સ અને ટેક્નિક, એગ્રીકલ્ચર નોલેજ એન્ડ ઇન્ફોર્મેશન સિસ્ટમ (AKIs), ખેડૂતોની સેવાઓ માટે મલ્ટી એક્ટર નોલેજ નેટવર્ક. સ્માર્ટ ફાર્મિંગ તકનીકો, સ્માર્ટ ઉત્પાદન અને વિતરણ સહિતના વિવિધ વિષયો પર પ્રવચનો આપ્યા હતા.
જાપાનમાં, ડિજિટલ એક્સ્ટેશન ટૂલ્સ અને બાંગ્લાદેશમાં સહકારી વિસ્તરણ. સહભાગીઓને બાંગ્લાદેશમાં કૃષિ પ્રૌદ્યોગિકી ટ્રાન્સફર પ્રવૃતિઓની પ્રથમ માહિતી અને એક્સપોઝર મેળવવા માટે ઢાકા નજીકના સાવર ઉપજિલ્લાના અગ્રણી ખેડૂતોના કૃષિ વિસ્તરણ સેવાના કાર્યાલય, ખેડૂત પ્રશિક્ષણ કેન્દ્ર અને ફ્લોરીકલ્ચર અને બાગાયત ફાર્મની ફિલ્ડ વિઝિટ પર લઈ જવામાં આવ્યા હતા.
વિવિધ જ્ઞાન અને ટેકનોલોજી ટ્રાન્સફર તકનીકો અને પ્રેક્ટિસ કરતા અગ્રણી ખેડૂતો સાથેની ક્રિયા પ્રતિક્રિયાને કારણે સહભાગીઓને ઘણો ફાયદો થયો. પ્રશ્નાવલીનો ઉપયોગ કરીને પ્રિ-ટ્રેનિંગ અને પોસ્ટ ટ્રેનિંગ મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું અને સહભાગીઓએ પોસ્ટ મૂલ્યાંકનમાં વધુ સારા સ્કોર મેળવ્યા હતા. દરેક સહભાગીઓ દ્વારા એક વ્યક્તિગત દેશ-વિશિષ્ટ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો જેને એશિયન પ્રોડક્ટિવિટી ઓર્ગેનાઈઝેશન (APIO), જાપાન દ્વારા અનુસરવામાં આવશે. એમ બરોડા પ્રોડકટીવીટી કાઉન્સીલ ના પ્રમુખ વિપિનચંદ્ર આર પટેલની એક યાદીમા જણાવ્યુ હતુ.
અમદાવાદની ખ્યાતી હોસ્પિટલમાં દર્દીના મૃત્યુ અંગે પોલીસે વ્યાપક તપાસ શરૂ કરી છે, જેમાં છેતરપિંડીના બિલિંગ સાથે સંકળાયેલા સંભવિત કૌભાંડ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.
ગુજરાતમાં નકલી અધિકારીઓ પર કાર્યવાહી કરવાના સતત પ્રયાસમાં, અમદાવાદ પોલીસે મેહુલ શાહની ધરપકડ કરી છે, જે એક IAS અધિકારી હોવાનો આરોપ છે.
ગુજરાત હવામાનમાં અસામાન્ય પરિવર્તન અનુભવી રહ્યું છે. છેલ્લા બે દિવસથી, લોકોએ એક અલગ "ગુલાબી ઠંડી" અનુભવવાનું શરૂ કર્યું છે,