મરાઠા આંદોલન હિંસક થતાં બીડમાં ઈન્ટરનેટ બંધ, કલમ 144 લાગુ
હિંસા અને આગજનીની આ ઘટનાઓ એવા સમયે બની છે જ્યારે અનામત કાર્યકર્તા મનોજ જરાંગે 25 ઓક્ટોબરથી જાલના જિલ્લાના અંતરવાલી સરતી ગામમાં આમરણાંત ઉપવાસ કરી રહ્યા છે.
હિંસા અને આગજનીની આ ઘટનાઓ એવા સમયે બની છે જ્યારે અનામત કાર્યકર્તા મનોજ જરાંગે 25 ઓક્ટોબરથી જાલના જિલ્લાના અંતરવાલી સરતી ગામમાં આમરણાંત ઉપવાસ કરી રહ્યા છે. મરાઠા સમુદાયના લોકો રાજ્યના વિવિધ ભાગોમાં સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં અન્ય પછાત વર્ગ (ઓબીસી) કેટેગરી હેઠળ અનામતની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.
મહારાષ્ટ્રમાં મરાઠા આરક્ષણ આંદોલન હિંસક બન્યું છે. પરિણામે બીડમાં ઈન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું હતું અને કલમ 144 લાગુ કરવામાં આવી હતી. એક તરફ, આંદોલન સમર્થકોએ ઘણી જગ્યાએ હિંસાનો આશરો લીધો હતો. સરકારમાં બેઠકોનો દોર શરૂ થયો છે. ગઈકાલે આંદોલન સમર્થકો દ્વારા NCP ધારાસભ્ય પ્રકાશ સોલંકેના ઘરને આગ ચાંપી દેવામાં આવી હતી. બીડમાં શરદ પવાર જૂથની ઓફિસને પણ આગ લગાવવામાં આવી હતી. બોર્ડ મ્યુનિસિપલ કાઉન્સિલની ઓફિસમાં પણ તોડફોડ કરી આગ ચાંપવામાં આવી છે. આ પછી પ્રશાસને બીડમાં કલમ 144 લાગુ કરી દીધી છે.
છત્રપતિ સંભાજી નગરમાં ભાજપના ધારાસભ્યની ઓફિસમાં પણ તોડફોડ કરવામાં આવી છે. સોલાપુર અને પંઢરપુરમાં મોડી રાત્રે આંદોલન સમર્થકોએ રાજ્ય પરિવહન નિગમની બસોને પણ આગ ચાંપી દીધી હતી. દરમિયાન, ગઈકાલે મુખ્યમંત્રી એકનાથ શિંદે રાજ્યપાલ અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને મળ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર બેઠકોમાં મરાઠા આરક્ષણ પર ચર્ચા થઈ હતી. આજે મહારાષ્ટ્ર કેબિનેટની બેઠક પણ મળવાની છે જેમાં સરકાર જસ્ટિસ સંદીપ શિંદે કમિટીના રિપોર્ટને સ્વીકારી શકે છે.
સૂત્રોને ટાંકીને એવું પણ જાણવા મળે છે કે કેબિનેટની બેઠકમાં મરાઠા આરક્ષણને લઈને વિશેષ વિધાનસભા સત્ર બોલાવવા પર ચર્ચા થઈ શકે છે. આજે સીએમ શિંદેએ મનોજ જરાંગે પાટિલ સાથે ફોન પર વાત કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર બંને વચ્ચે સકારાત્મક વાતચીત થઈ હતી. હવે મનોજ જરાંગે પત્રકાર પરિષદમાં પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરશે. રાજનેતાઓની મિલકતોને નિશાન બનાવી હિંસા અને આગચંપી કરવાની અનેક ઘટનાઓને પગલે સોમવારે સાંજે બીડ જિલ્લાના ભાગોમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો.
બીડના પોલીસ અધિક્ષક (એસપી) નંદકુમાર ઠાકુરે પીટીઆઈને જણાવ્યું કે પરિસ્થિતિ હાલમાં નિયંત્રણમાં છે. તેમણે કહ્યું, “હુલ્લડો અને જીવને જોખમમાં મૂકવાના કેસ નોંધવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 49 વિરોધીઓની ધરપકડ કરવામાં આવી છે, રાત્રિ દરમિયાન કોઈ અપ્રિય ઘટના નોંધાઈ નથી અને પરિસ્થિતિ નિયંત્રણમાં છે. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે જિલ્લામાં વધારાની પોલીસ દળ તૈનાત કરવામાં આવી છે, અધિકારીએ જણાવ્યું હતું.
અન્ય એક અધિકારીએ જણાવ્યું કે બીડ જિલ્લા મેજિસ્ટ્રેટ દીપા મુધોલ મુંડે દ્વારા જારી કરાયેલા આદેશ અનુસાર, જિલ્લા મેજિસ્ટ્રેટ કાર્યાલય, તાલુકાઓના મુખ્ય મથકો તેમજ જિલ્લામાંથી પસાર થતા તમામ રાષ્ટ્રીય ધોરીમાર્ગોની પાંચ કિલોમીટરની ત્રિજ્યામાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું હતું કે સોમવારે સવારે બીડ જિલ્લાના માજલગાંવ શહેરમાં અજિત પવાર જૂથના ધારાસભ્ય પ્રકાશ સોલંકેના નિવાસસ્થાને આગ લગાડવામાં આવી હતી અને અનામત વિરોધીઓના જૂથે પણ પથ્થરમારો કર્યો હતો.
આ જૂથે સોલંકેના રહેણાંક સંકુલમાં પાર્ક કરેલી કારને પણ આગ ચાંપી દીધી હતી. ધારાસભ્યની ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર ફરતી થયા બાદ આ ઘટના બની હતી. 'ક્લિપ'માં, NCP ધારાસભ્યએ કથિત રીતે મરાઠા આરક્ષણ આંદોલન વિશે વાત કરી હતી અને આડકતરી રીતે મનોજ જરાંગે પર ટિપ્પણી કરી હતી જે આમરણાંત ઉપવાસ કરી રહ્યા હતા. ધારાસભ્યના ઘરે આગચંપી કર્યા પછી, મરાઠા આરક્ષણ કાર્યકર્તાઓનું એક જૂથ ત્યાંથી વિખેરાઈ ગયું અને બાદમાં માજલગાંવ મ્યુનિસિપલ કાઉન્સિલ બિલ્ડિંગના પહેલા માળે આગ લગાવી અને તોડફોડ કરી.
મરાઠા આરક્ષણ કાર્યકર્તાઓના એક જૂથે સોમવારે સાંજે બીડ શહેરમાં એનસીપી ધારાસભ્ય સંદીપ ક્ષીરસાગરના રહેણાંક સંકુલ અને કાર્યાલયમાં ઘૂસીને આગ લગાવી દીધી હતી. અન્ય એક ઘટનામાં વિરોધીઓએ બીડ શહેરમાં પૂર્વ રાજ્ય મંત્રી જયદત્ત ક્ષીરસાગરના નિવાસસ્થાને આગ લગાવી અને પથ્થરમારો કર્યો. અજિત પાવર જૂથના નેતા અમરસિંહ પંડિતના ઘરની બહાર મરાઠા આરક્ષણ વિરોધીઓની ભીડ પણ એકઠી થઈ હતી અને પોલીસે તેમને વિખેરવા માટે ટીયર ગેસના શેલ છોડ્યા હતા.
Earthquake: ભૂકંપના આંચકાથી મેઘાલયની જમીન ધ્રૂજી ઉઠી. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.5 માપવામાં આવી હતી. જોકે, ભૂકંપના આંચકાથી કોઈ નુકસાનના સમાચાર નથી.
RRB Technician Result: આજે એટલે કે 19 માર્ચ 2025 ના રોજ, RRB ટેકનિશિયન ગ્રેડ 3 ભરતી પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.
માસ્ટરમાઇન્ડ ફહીમ ખાનની પોલીસે ધરપકડ કરી છે. વિશ્વ હિન્દુ પરિષદના આંદોલન બાદ, મુસ્લિમ સંગઠનોએ વિરોધ પ્રદર્શન કર્યું. સોમવારે બપોરે ફહીમ શમીમ શેખ પણ તે વિરોધમાં સામેલ થયા હતા.