મોદીકેર દ્વારા વેલ ફ્રીડમ પીરિયડ કેર રેન્જની રજૂઆત
ભારતની સીધા વેચાણ-કંપનીઓમાં અગ્રણી એવી મોદીકેર લિમિટેડ હવે વેલ ફ્રીડમ પીરિયડ કેર રેન્જ દ્વારા પોતાના વેલનેસ રેન્જનું વિસ્તરણ કરે છે.
ભારતની સીધા વેચાણ-કંપનીઓમાં અગ્રણી એવી મોદીકેર લિમિટેડ હવે વેલ ફ્રીડમ પીરિયડ કેર રેન્જ દ્વારા પોતાના વેલનેસ રેન્જનું વિસ્તરણ કરે છે. મહિલાઓના માસિક સ્વાસ્થ્યની ખાસ જરૂરિયાતોને સંતોષવા માટે આ નવીનતાસભર પ્રોડક્ટમાં મહિલાઓના માસિકચક્રમાં તેમને આરામ, રાહત અને ભાવનાત્મક સુખાકારીનો અનુભવ પૂરો પાડવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે.
મોદીકેરની વેલ-બ્રાન્ડ દ્વારા આ નવીન પ્રોડક્ટની ડિઝાઇનમાં મહિલાઓની સુખાકારી માટે અતૂટ પ્રતિબદ્ધતા સાથે મહિલાઓની વિશિષ્ટ જરૂરતો તથા તે સમય (માસિક)ના પડકારોને ધ્યાનમાં રાખવામાં આવ્યા છે. વિશ્વકક્ષાનાં મહિલા-સ્વાસ્થ્ય ઉત્પાદનોની વિવિધ પસંદગીઓ દર્શાવતી વેલ રેન્જ તમામ મહિલાઓ માટે સારા આરોગ્યને વધારવાના મોદીકેરના મિશનને પૂર્ણ કરવામાં સારી ભૂમિકા ભજવે છે. મોદીકેર લિમિટેડે આ મિશનને ધ્યાનમાં રાખીને વેલ ફ્રીડમ રેન્જ શરૂ કરી છે, જેમાં માસિક દરમિયાન લેવાની સંભાળ માટે તૈયાર કરાયેલા ઘટકો સાથે માસિક સ્રાવની અગવડો દૂર કરવા માટેના અનેક ઉપાયો છે. આ બધાનો હેતુ માસિકચક્ર દરમિયાન મહિલાઓમાં આરામ અને આત્મવિશ્વાસ વધારવાનો છે.
રેન્જમાં ત્રણ પ્રોડક્ટનો સમાવેશ થાય છે – વેલ ફ્રીડમ ટેબ્લેટ, વેલ ફ્રીડમ પાઉડર અને વેલ ફ્રીડમ રોલ-ઓન. આ બધી પ્રોડક્ટોને ક્લિનિકલી ટેસ્ટ કરી દેવામાં આવેલી છે તથા તેમાં વપરાયેલી સામગ્રી માસિક સ્રાવ પહેલાંનાં લક્ષણો, માસિક સ્રાવની પીડા અને જીવનની એકંદર ગુણવત્તા, વિવિધ માસિક લક્ષણોનો ઉકેલ આપે છે.
એટલું જ નહીં, માસિક-સંભાળની આ રેન્જના એક ભાગરૂપે મોદીકેર દ્વારા ફ્રીડમ એક્સ્ટ્રીમ કમ્ફર્ટ સેનિટરી નેપકિનની પણ રજૂઆત કરાઈ છે, જેનાથી મહિલાઓને તેમના સમગ્રપણે માસિકગાળામાં સ્વચ્છતા માટે વિવિધ પ્રકારની પસંદગીની તક મળી રહે છે.
આજે BSE સેન્સેક્સ 820.97 પોઈન્ટના ઘટાડા સાથે 78,675.18 પોઈન્ટ પર બંધ રહ્યો હતો અને એ જ રીતે NSE નિફ્ટી 50 પણ 257.85 પોઈન્ટના મોટા ઘટાડા સાથે 23,883.45 પોઈન્ટ પર બંધ થયો હતો.
ભારતીય શેરબજારમાં મંગળવારના ટ્રેડિંગ સેશનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. બપોરે 1:40 વાગ્યે, સેન્સેક્સ 707 પોઈન્ટ (0.89%) ઘટીને, જ્યારે નિફ્ટી 216 પોઈન્ટ (0.86%) ઘટીને 23,939 પર આવી ગયો.
રિઝર્વ બેંકના 90મા વર્ષના સ્મરણોત્સવના ભાગરુપે વિભિન્ન સ્તરે આકર્ષક પુરસ્કારોની સાથે તમામ વિષયોમાં સ્નાતક પાઠ્યક્રમના કોલેજના છાત્રો માટે એક રાષ્ટ્રસ્તરની પ્રશ્નોત્તરીનું આયોજન કરવામાં આવ્યું છે.