પ્રસ્તુત છે તાતા ન્યૂ રિવોર્ડ્સ લીગ: હવે ખરીદી કરો ત્યારે આકર્ષક પુરસ્કારો મેળવો!
તાતા ડિજિટલની એક વર્ષ પહેલા લોન્ચ થયેલી સુપર એપ તાતા ન્યૂએ તાતા આઈપીએલ 2023ના ઉત્સાહને ધ્યાનમાં રાખીને ક્રિકેટના જેટલી જ રોમાંચક તાતા ન્યૂ રિવોર્ડ્સ લીગ લોન્ચ કરી
તાતા ડિજિટલની એક વર્ષ પહેલા લોન્ચ થયેલી સુપર એપ તાતા ન્યૂએ તાતા આઈપીએલ 2023ના ઉત્સાહને ધ્યાનમાં રાખીને ક્રિકેટના જેટલી જ રોમાંચક તાતા ન્યૂ રિવોર્ડ્સ લીગ લોન્ચ કરી છે, જે ગ્રાહકો માટે ખરીદી કરવાની અને વધારાના ન્યૂકોઈન્સ, વાઉચર્સ મેળવવાની તથા આઈપીએલ ટિકિટ્સ, સ્માર્ટફોન્સ, ક્યુએલઈડી ટીવી અને માલદિવ્સ તથા શ્રીલંકામાં હોલિડે જેવા આકર્ષક ઈનામો મેળવવાની આકર્ષક તક રજૂ કરે છે.
મંગળવાર, 11મી એપ્રિલથી શરૂ થયેલી (અને રવિવાર, 28મી મે 2023 સુધી ચાલનારી) તાતા ન્યૂ રિવોર્ડ્સ લીગમાં 4 ટીયર્સ છે જે તાતા ન્યૂ પર ગ્રાહકો દ્વારા કરવામાં આવેલા ઓર્ડર,વ્યવહારો અને ખર્ચ પર આધારિત છે. દરેક ટિયરના અપગ્રેડ સાથે ગ્રાહકને વધુ આકર્ષક પુરસ્કારો મળી શકે છે કારણ કે ગ્રાહકો વિવિધ ટિયર્સથી આગળ વધે છે. ટિયર અપગ્રેડ માટેના પુરસ્કારો ઉપરાંત તાતા ન્યૂ પર સૌથી વધુ ખર્ચ કરનારાઓને વધારાના આકર્ષક પુરસ્કારોનો પણ લાભ મળશે.
આ રોમાંચક શોપિંગ અને રિવોર્ડ સફર શરૂ કરવા માટે ગ્રાહકે એક સરળ સર્વે ભરવાની અને તાતા ન્યૂ પર ખરીદી શરૂ કરવાની રહેશે. 11મી એપ્રિલથી 28મી મે 2023 સુધી કરવામાં આવેલ દરેક વ્યવહાર, જ્યાં સુધી તે તાતા ન્યૂ દ્વારા આઈએચસીએલ, ક્યુમીન, એરએશિયા ઈન્ડિયા, ટાટા ક્લિક, તનિષ્ક, વેસ્ટસાઈડ, ક્રોમા, ટાટા 1એમજી, કલ્ટ.ફિટ અને બિગબાસ્કેટ જેવી લાયક પાર્ટનર બ્રાન્ડ્સ પર કરવામાં આવશે ત્યાં સુધી તેને તાતા ન્યૂ રિવોર્ડ્સ લીગમાં સામેલ કરવામાં આવશે.
આ સફરના ભાગરૂપે મેળવેલા ન્યૂકોઈન્સ ચોક્કસ ટિયરના તમામ સ્ટેપ્સ પૂરા કર્યાના 48 કલાકની અંદર જમા કરવામાં આવશે અને તે જમા થયાના 35 દિવસ પછી રિડીમ કરી શકાશે.
તાતા ન્યૂ રિવોર્ડ્સ લીગમાં દરેક ટિયર માટેના અદ્ભુત રિવોર્ડ્સ આ મુજબ છેઃ
પ્રથમ માઇલસ્ટોનમાં શોપિંગ કરનાર જો લઘુતમ રૂ. 500ના મૂલ્યના વ્યવહારો કરે અને કુલ ઓછામાં ઓછા રૂ. 500નો ખર્ચ કરે તેમને 150 ન્યૂકોઈન્સ મળશે જેની કુલ કમાણી રૂ. 150ની થશે અને 30% સુધી વેલ્યુ બેકનો લાભ મળશે.
ક્વાર્ટર ફાઇનલમાં પહોંચવા માટે, શોપિંગ કરનારે ઓછામાં ઓછા 4 ઓર્ડર માટે વ્યવહાર કરવા પડશે, જેમાં કુલ ન્યૂનતમ રૂ. 3000/- નો ખર્ચ કરવો જરૂરી છે. આના બદલામાં તેમને 250 ન્યૂકોઈન્સ અને રૂ. 500ના વાઉચર્સ મળશે. આ સાથે તેમની કુલ કમાણી રૂ. 900 થશે અને 30% સુધી વેલ્યુ બેકનો લાભ મળશે.
સેમી-ફાઇનલ્સમાં આગળ વધતા શોપિંગ કરનાર કે જેઓ ઓછામાં ઓછા 7 ઓર્ડર માટે રૂ. 500ના ન્યૂનતમ મૂલ્યના વ્યવહાર કરે છે અને કુલ ઓછામાં ઓછા રૂ. 7500/- નો ખર્ચ કરે છે તેમને 750 ન્યૂકોઈન્સ અને રૂ. 3,000ના વાઉચર્સ મળશે. આ સાથે તેમની કુલ કમાણી રૂ. 3,150 થશે 42% સુધી વેલ્યુ બેકનો લાભ મળશે.
અને છેલ્લે, અલ્ટીમેટ ચેલેન્જ માટે, ફાઇનલ્સમાં પહોંચનારા ખરીદદારોએ ઓછામાં ઓછા રૂ. 500ના મૂલ્ય સાથે ઓછામાં ઓછા 9 ઓર્ડર માટે વ્યવહાર કરવાની જરૂર પડશે અને કુલ ઓછામાં ઓછા રૂ. 15,000 ખર્ચવાના રહેશે. આ નસીબદાર ખરીદદારોને 1500 ન્યૂકોઈન્સ અને રૂ. 3,000 સુધીના વાઉચર્સ મળશે. આ સાથે તેમની કુલ કમાણી રૂ. 7,650 થશે અને 51% સુધીના વેલ્યુ બેકનો લાભ મેળવશે.
ભારતીય ગ્રાહકોને વિવિધ પસંદગીઓ આપી તેમના જીવનને સરળ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરીને, અને ઝંઝટમુક્ત તથા પરિપૂર્ણ શોપિંગ અનુભવ સાથે તાતા ન્યૂ ભારતીય ગ્રાહકોને એક શક્તિશાળી One Tata અનુભવ પ્રદાન કરે છે.પોતાની પ્રથમ વર્ષગાંઠની ઉજવણી કરીને તાતા ન્યૂ તેના વફાદાર ગ્રાહકોને પુરસ્કાર આપવા અને જેમણે હજુ સુધી સુપર એપના આકર્ષણ અને જાદુનો અનુભવ કર્યો નથી તેમને આમંત્રિત કરવા માટે તમામ પ્રયાસો કરી રહી છે. આ એપે માત્ર એક વર્ષમાં 50 મિલિયનથી વધુ ન્યૂપાસ મેમ્બર્સને આકર્ષ્યા છે.
કર્મચારીઓ માટે Dearness Allowance (DA) કહેવામાં આવે છે, જ્યારે પેન્શનરો માટે તેને મોંઘવારી રાહત (DR) કહેવામાં આવે છે. આ વધારાનો લાભ તમામ સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને મળશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સરકાર મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો જાહેર કરી શકે છે.
આજે બજારમાં મજબૂત ગતિ સાથે વેપાર શરૂ થયો. તમને જણાવી દઈએ કે સોમવારે પણ શેરબજાર રિકવરી સાથે બંધ થયું હતું. ગઈકાલે, BSE સેન્સેક્સ 341.04 પોઈન્ટના વધારા સાથે 74,169.95 પોઈન્ટ પર અને નિફ્ટી 111.55 પોઈન્ટના વધારા સાથે 22,508.75 પોઈન્ટ પર બંધ થયો હતો.
સોમવારે, સેન્સેક્સની 30 માંથી 20 કંપનીઓના શેર વધારા સાથે લીલા રંગમાં બંધ થયા હતા અને 10 કંપનીઓના શેર નુકસાન સાથે લાલ રંગમાં બંધ થયા હતા. બીજી તરફ, નિફ્ટી ૫૦ ની ૫૦ કંપનીઓમાંથી ૩૩ કંપનીઓના શેર વધારા સાથે લીલા નિશાનમાં બંધ થયા હતા અને બાકીની ૧૭ કંપનીઓના શેર નુકસાન સાથે લાલ નિશાનમાં બંધ થયા હતા.