અમદાવાદ-ગોરખપુર એક્સપ્રેસનું ભટની સ્ટેશન પર તથા સોમનાથ-જબલપુર એક્સપ્રેસનું સાલીચૌકા રોડ સ્ટેશન પર રોકાણ
રેલ પ્રશાસન દ્વારા યાત્રીઓની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખતાં ટ્રેન નંબર 19489/19490 અમદાવાદ-ગોરખપુર એક્સપ્રેસને ભટની સ્ટેશન ઉપર તથા ટ્રેન નંબર 11463/11464 સોમનાથ-જબલપુર એક્સપ્રેસને સાલીચૌકા રોડ સ્ટેશન ઉપર 6 મહિના માટે પ્રાયોગિક ધોરણે રોકાણ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
રેલ પ્રશાસન દ્વારા યાત્રીઓની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખતાં ટ્રેન નંબર 19489/19490 અમદાવાદ-ગોરખપુર એક્સપ્રેસને ભટની સ્ટેશન ઉપર તથા ટ્રેન નંબર 11463/11464 સોમનાથ-જબલપુર એક્સપ્રેસને સાલીચૌકા રોડ સ્ટેશન ઉપર 6 મહિના માટે પ્રાયોગિક ધોરણે રોકાણ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેની વિગતો આ મુજબ છે.
ટ્રેન નંબર 19489 અમદાવાદ-ગોરખપુર એક્સપ્રેસ નો 14 ઓક્ટોબર 2023 થી ભટની સ્ટેશન ઉપર આગમન પ્રસ્થાનનો સમય 15.52/15.54 કલાક રહેશે તથા ટ્રેન નંબર 19490 ગોરખપુર-અમદાવાદ એક્સપ્રેસ નો 15 ઓક્ટોબર 2023 થી ભટની સ્ટેશન ઉપર આગમન પ્રસ્થાનનો સમય 22.54/22.56 કલાક રહેશે.
ટ્રેન નંબર 11463 સોમનાથ-જબલપુર એક્સપ્રેસ ટ્રેનનો તાત્કાલિક અસરથી સાલીચૌકા રોડ સ્ટેશન ઉપર આગમન પ્રસ્થાનનો સમય 16.03/16.04 કલાક રહેશે તથા ટ્રેન નંબર 11464 જબલપુર-સોમનાથ એક્સપ્રેસ નો સાલીચૌકા રોડ સ્ટેશન ઉપર આગમન પ્રસ્થાનનો સમય 10.39/10.40 કલાક રહેશે.
ટ્રેનોના રોકાણ, સમય અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે યાત્રી કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.
પાટણનો એક યુવક તાજેતરમાં ઉજ્જૈનથી કન્યા લાવવા માટે 3.60 લાખ રૂપિયાનો નોંધપાત્ર ખર્ચ કરીને લગ્ન કૌભાંડમાં છેતરાયો હતો.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ સમગ્ર મહારાષ્ટ્ર અને ગુજરાતમાં નકલી બેંક ખાતાઓ અને બનાવટી KYC દસ્તાવેજો સાથે સંકળાયેલી મોટી છેતરપિંડીને લક્ષ્યાંક બનાવીને નોંધપાત્ર કામગીરી શરૂ કરી છે.
વડોદરાની અંજના મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અમદાવાદમાં તાજેતરના કૌભાંડની જેમ જ છેતરપિંડીના આરોપોને પગલે તપાસ હેઠળ આવી છે. આ વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે એક વાયરલ વીડિયો સામે આવ્યો