સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ સેશનમાં રોકાણકારો થયા નિરાશ, પ્રોફિટ બુકિંગના કારણે બજાર લાલ નિશાનમાં બંધ
માર્કેટમાં લિસ્ટેડ શેરોનું માર્કેટ કેપ રૂ. 392.05 લાખ કરોડ પર બંધ થયું છે જે છેલ્લા સત્રમાં
રૂ. 392.81 લાખ કરોડ હતું.
ભારતીય શેરબજારના રોકાણકારોને ખૂબ નિરાશ કર્યા પછી સપ્તાહનો પ્રથમ ટ્રેડિંગ દિવસ બંધ થયો છે. માર્કેટમાં રોકાણકારો દ્વારા ભારે પ્રોફિટ બુકિંગ જોવા મળી રહ્યું છે. આઈટી અને બેન્કિંગ શેરોની આગેવાનીમાં બજારમાં આ વેચવાલી જોવા મળી છે.
સેન્સેક્સ 73,000ની નીચે સરકીને બંધ થયો છે. આજના કારોબારના અંતે BSE સેન્સેક્સ 352 પોઈન્ટના ઘટાડા સાથે 72,790 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 91 પોઈન્ટના ઘટાડા સાથે 22,122 પોઈન્ટ પર બંધ રહ્યો હતો.
આજના કારોબારમાં આઈટી અને બેન્કિંગ શેર મોટા ઘટાડા સાથે બંધ થયા છે. નિફ્ટી આઈટી ઈન્ડેક્સ 447 પોઈન્ટ્સ અને બેન્કિંગ નિફ્ટી ઈન્ડેક્સ 235 પોઈન્ટ ઘટીને બંધ થયા છે. આ સિવાય ફાર્મા, મેટલ્સ, મીડિયા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, હેલ્થકેર સેક્ટરના શેરો ઘટાડા સાથે બંધ થયા છે. મિડકેપ અને સ્મોલ કેપ શેરો પણ ઘટીને બંધ થયા છે. ઓટો, એનર્જી, ઈન્ફ્રા અને ઓઈલ એન્ડ ગેસ સેક્ટરના શેરો જોરદાર બંધ થયા છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 7 શેરો ઉછાળા સાથે અને 23 નુકસાન સાથે બંધ થયા હતા. નિફ્ટીના 50 શેરોમાંથી 13 વધ્યા અને 37 નુકસાન સાથે બંધ થયા.
શેરબજારમાં ઘટાડાને કારણે બજારની મૂડીમાં ઘટાડો જોવા મળ્યો છે. માર્કેટમાં લિસ્ટેડ શેરોનું માર્કેટ કેપ રૂ. 392.05 લાખ કરોડ પર બંધ થયું હતું જે છેલ્લા સત્રમાં રૂ. 392.81 લાખ કરોડ હતું. આજના વેપારમાં રોકાણકારોની સંપત્તિમાં રૂ. 76000 કરોડનો ઘટાડો થયો છે.
સોમવારે, સેન્સેક્સની 30 માંથી 20 કંપનીઓના શેર વધારા સાથે લીલા રંગમાં બંધ થયા હતા અને 10 કંપનીઓના શેર નુકસાન સાથે લાલ રંગમાં બંધ થયા હતા. બીજી તરફ, નિફ્ટી ૫૦ ની ૫૦ કંપનીઓમાંથી ૩૩ કંપનીઓના શેર વધારા સાથે લીલા નિશાનમાં બંધ થયા હતા અને બાકીની ૧૭ કંપનીઓના શેર નુકસાન સાથે લાલ નિશાનમાં બંધ થયા હતા.
ફેબ્રુઆરી, 2025 માં ફુગાવાનો સકારાત્મક દર મુખ્યત્વે ખાદ્ય ઉત્પાદનો, ખાદ્ય ચીજો, અન્ય ઉત્પાદન, બિન-ખાદ્ય ચીજો અને કાપડ ઉત્પાદન વગેરેના ભાવમાં વધારાને કારણે છે.
બ્રાઇટ આઉટડોર મીડિયા લિમિટેડ, (બીએસઇ – 543831) ભારતના આઉટ-ઑફ-હોમ એડવર્ટાઇઝિંગમાં અગ્રણી નામ છે, તેણે તેના સંયુક્ત સાહસ ભાગીદાર સાથે મળીને મુંબઈમાં ત્રણ નવા ડિજિટલ એલઇડી બિલબોર્ડ લોન્ચ કર્યા છે. કુલ 1,840 ચોરસ ફૂટ નવી આઉટ-ઑફ-હોમ એડવર્ટાઇઝિંગ જગ્યા ઉમેરવામાં આવી રહી છે.