શું ઇલિયાના ડીક્રુઝ લગ્ન વિના ગર્ભવતી છે?
ઇલિયાના ડીક્રૂઝે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને ચાહકોને આપી ખુશખબર
મુંબઈ : ( Ileana D'cruz Pregnancy Announcement ) બોલિવૂડ અભિનેત્રી ઇલિયાના ડીક્રૂઝે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને ચાહકોને ખુશખબર આપી છે. જે બાદ યુઝર્સ એક્ટ્રેસને વિવિધ સવાલો પૂછતા જોવા મડયા છે.
બોલિવૂડ અભિનેત્રી ઇલિયાના ડીક્રુઝ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. ઇલિયાના ડીક્રુઝ તેના ફેન્સ માટે તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે, જે તેના ચાહકોને પણ ઘણી પસંદ આવે છે. દરમિયાન, ઇલિયાના ડીક્રુઝે તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી એક પોસ્ટ શેર કરી છે. તેની આ પોસ્ટ સામે આવ્યા બાદ અભિનેત્રી ફરી એકવાર ચર્ચામાં આવી ગઈ છે. ઇલિયાના ડીક્રુઝની આ પોસ્ટ પર કોમેન્ટ કરતાં યુઝર્સ અભિનેત્રીને વિવિધ પ્રશ્નો પૂછતા જોવા મળ્યા હતા. તો ચાલો જાણીએ કે ઇલિયાના ડીક્રુઝે તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર કઈ પોસ્ટ શેર કરી છે.
બોલિવૂડ અભિનેત્રી ઇલિયાના ડીક્રુઝે ઘણી ફિલ્મોમાં પોતાની અભિનય કુશળતા બતાવી છે. ઇલિયાના ડીક્રુઝ સોશિયલ મીડિયા પર પોતાની ફિલ્મો અને અંગત જીવનને લઈને ચર્ચામાં રહે છે. આ દરમિયાન ઇલિયાના ડીક્રુઝે એક પોસ્ટ શેર કરી છે. જેને જોયા બાદ તેના ફેન્સ ખુબ જ ખુશ દેખાઈ રહ્યા છે. ઇલિયાના ડીક્રુઝે ટી-શર્ટનો ફોટો શેર કર્યો છે. આ ટી-શર્ટ પર લખેલું છે, 'And so the adventure begins'. અભિનેત્રીએ આ તસવીર સાથે ક્યૂટ કેપ્શન પણ લખ્યું છે. ઇલિયાના ડીક્રુઝે આ તસવીર દ્વારા ઇન્સ્ટાગ્રામ પર પ્રેગ્નન્સીની જાહેરાત કરી છે. આ સમાચાર જાણ્યા પછી, અભિનેત્રીના ચાહકો બેચેન થઈ ગયા છે.
મનોરંજન જગતની જાણીતી અભિનેત્રી, ઇલિયાના ડીક્રુઝે લગ્ન પહેલા જ પોતાની પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી, ત્યારબાદ તે સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. યુઝર્સ અભિનેત્રીને વિવિધ પ્રશ્નો પૂછતા જોવા મળે છે. કોઈ વ્યક્તિ અભિનેત્રીઓને બાળકના પિતા વિશે પૂછતી જોવા મળી હતી. તો કોઈએ અભિનેત્રીઓને પૂછ્યું કે તમે પરિણીત છો? આ સિવાય ઘણા યુઝર્સ ઇલિયાના ડીક્રુઝ પર સવાલ ઉઠાવતા દેખાયા. જાણકારી માટે તમને જણાવી દઈએ કે ઈલિયાના ડીક્રુઝ બોલિવૂડની જાણીતી અભિનેત્રી છે, તેણે બોલિવૂડ સ્ટાર અક્ષય કુમારથી લઈને અજય દેવગન સુધીની ફિલ્મોમાં કામ કર્યું છે.
ઇલિયાનાએ 2024માં દરેક મહિનાની હાઇલાઇટ્સ દર્શાવતો એક વીડિયો શેર કર્યો અને તેની સાથે નવા વર્ષ નિમિત્તે ચાહકોને સારા સમાચાર આપ્યા. અભિનેત્રી બીજી વખત માતા બનવા જઈ રહી છે.
બોલિવૂડની સોનાક્ષી સિંહા અને ઝહીર ઈકબાલ ઓસ્ટ્રેલિયાની રોમેન્ટિક સફર સાથે વર્ષની જાદુઈ શરૂઆતનો આનંદ માણે છે. જુઓ કે તેઓએ તેને કેવી રીતે ખાસ બનાવ્યું.
ગંગાથી જેસલમેરની રેતી સુધી, સારા અલી ખાને 2024ની સુંદરતા, ટ્રેકિંગ, હાસ્ય અને અવિસ્મરણીય ક્ષણોને સ્પર્શતી પોસ્ટમાં સ્વીકારી છે.