ઈશાન ટેક્નોલોજીસ અને વર્સા નેટવર્ક્સે SASE મેનેજ્ડ સોલ્યુશન્સ પ્રદાન કરવા જોડાણ કર્યું
ઇશાન અને વર્સા SASE મેનેજ્ડ સર્વિસ પાર્ટનર બની, જે સંસ્થાઓને સંકલિત સોલ્યુશન્સ પ્રદાન કરતાં આધુનિક નેટવર્કને સરળ અને સુરક્ષિત બનાવે છે.
અમદાવાદ : સમગ્ર ભારતમાં ICT સેવાઓ પ્રદાન કરતી ઈશાન ટેક્નોલોજીસે દેશભરમાં ઈનોવેટિવ મેનેજ્ડ SASE સેવાઓ શરૂ કરવા AI/ML-સંચાલિત યુનિફાઇડ સિક્યોર એક્સેસ સર્વિસ એજ (SASE)માં વૈશ્વિક સ્તરે અગ્રણી વર્સા નેટવર્ક્સ સાથે વ્યૂહાત્મક ભાગીદારી કરી છે. આ ભાગીદારીનો ઉદ્દેશ તમામ સેક્ટર્સની કંપનીઓની નેટવર્ક સિક્યોરિટી અને પ્રદર્શનમાં વધારો કરવાનો છે.
આ યુનિક પાર્ટનરશીપના માધ્યમથી ઈશાન મુંબઈમાં ઈશાન DC1 ખાતેથી ગ્રાહકો સુધી SASE સેવાઓ પહોંચાડવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે. આ વ્યૂહાત્મક વલણ તેના ગ્રાહકોને અજોડ લાભ પ્રદાન કરવાની ખાતરી સુનિશ્ચિત કરતાં સર્વિસ ડિલિવરીના માપદંડોને પુનઃવ્યાખ્યાયિત કરે છે. જે આકરી SLA ને ઑપ્ટિમાઇઝ કરવાના સમર્પણને મજબૂત બનાવે છે.
ઇશાન ટેક્નોલોજીસ નેટવર્ક સેવાઓ, સિસ્ટમ ઈન્ટિગ્રેશન, ડેટા સેન્ટર, ક્લાઉડ અને સાયબર સિક્યુરિટી ઓફરિંગમાં સ્થાપિત કૌશલ્ય સાથે વર્સાના વૈશ્વિક સ્તરે પ્રચલિત SASE સોલ્યુશનને એકીકૃત કરવાની સારી સ્થિતિમાં છે. આ એકીકરણ ઈશાનને SASE ડોમેનમાં તેનો પોર્ટફોલિયો વિસ્તરિત કરવા તેમજ ગ્રાહકોને સિમલેસ અનુભવ, સર્વિસ એગ્રિમેન્ટ્સને કોન્સોલિડેટિંગ કરવા સક્ષમ બનાવશે.
વર્સા એ ગાર્ટનર દ્વારા SASE સ્પેસમાં માન્યતા પ્રાપ્ત લીડર છે. જે તેની માર્કેટ-અગ્રણી ટેક્નોલોજીસ સાથે ઈશાનના વ્યાપક સિક્યોરિટી પોર્ટફોલિયોમાં વધારો કરે છે. આ ભાગીદારી મારફત SASE અને 24x7 મોનિટરિંગ સેવાઓનું સંયોજન સમગ્ર ભારતમાં એન્ટરપ્રાઇઝ ક્લાયન્ટ્સના ડિજિટલ પરિવર્તનની યાત્રામાં સુવિધાઓ પ્રદાન કરતું નવુ મેનેજ્ડ સિક્યોર નેટવર્કિંગ સોલ્યુશન છે.
શેરબજારની વર્તમાન સ્થિતિ જોતાં, તમને લાગશે કે સેન્સેક્સ 1 લાખ પોઈન્ટને પાર કરશે તેવી વાતો સંપૂર્ણપણે બકવાસ છે. છતાં, એક અંદાજ છે કે ડિસેમ્બર 2025 સુધીમાં સેન્સેક્સ 1 લાખ પોઈન્ટ કેવી રીતે પાર કરશે?
બીએસઈ મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકોમાં 0.5-0.5 ટકાનો ઘટાડો થયો. આજના કારોબારમાં, નિફ્ટીમાં ઇન્ફોસિસ, વિપ્રો, ટેક મહિન્દ્રા, નેસ્લે, ટીસીએસ સૌથી વધુ ઘટ્યા હતા.
બજારમાં મંદી વચ્ચે NSDLનો રૂ. 3,000 કરોડનો IPO લોન્ચ! IPO તારીખ, કિંમત, ફાળવણી, GMP, અને છૂટક રોકાણકારો માટે મહત્વપૂર્ણ ટીપ્સ જાણો. તમામ વિગતો અને નિષ્ણાત અહેવાલો સાથે સંપૂર્ણ સમાચાર.