રથયાત્રા દરમ્યાન પડી શકે છે વરસાદ, જાણો શું કરી હવામાન વિભાગે આગાહી?
અમદાવાદ શહેરમાં રથયાત્રા સમયે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. રાજયમાં બિપરજોય વાવાઝોડા બાદ વરસાદી માહોલ જામ્યો છે.
આવતીકાલે અમદાવાદ શહેરમાં 146મી રથયાત્રાની ધામધૂમથી ઉજવણી થવા જય રહી છે. શહેરમાં રથયાત્રાના સમયે જીણો વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં બિપરજોય વાવાઝોડા બાદ વરસાદી માહોલ પણ જામ્યો છે. હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સામાન્ય વરસાદની પણ આગાહી કરવામાં આવી છે.
બિપોરજોય વાવાઝોડાના કારણે ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. દરિયાકાંઠાના વિસ્તારો સહિત ઉત્તર ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસ્યો છે. બિપરજોય વાવાઝોડું હાલ રાજસ્થાનમાં તબાહી મચાવી રહ્યું છે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સામાન્ય વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ ગુજરાતમાં હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જો કે ભારે વરસાદના હાલ કોઈજ સંભાવના જોવા મળતી નથી.
રાજયમાં બિપરજોય વાવાઝોડાની અસરો હજુ પણ જોવા મળી રહી છે. 24 કલાકમાં રાજ્યના 24 તાલુકામાં વરસાદ પડ્યો છે. તેમજ બનાસકાંઠામાં ભારે વરસાદના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
નવું આધાર ગવર્નન્સ પોર્ટલ જીવનને સરળ બનાવશે, સેવાઓને વધુ લોકો માટે મૈત્રીપૂર્ણ બનાવશે અને નાગરિકો-કેન્દ્રિત સેવાઓની પહોંચમાં સુધારો કરશે.
રાજ્ય સરકાર દ્વારા ‘ડિજિટલ ગુજરાત’ અંતર્ગત વર્ષ ૨૦૧૮ થી બિનખેતીની અરજીઓ માટે ઓનલાઈન મંજૂરી આપવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જે હેઠળ તા. ૩૧ ડિસેમ્બર ૨૦૨૪ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં ગાંધીનગર જિલ્લામાં ૪,૧૧૫ બિન ખેતીની અરજીઓ મંજૂર કરવામાં આવી છે.
પીડિતાઓને ન્યાય અપાવવા રાજ્ય સરકાર દ્વારા દુષ્કર્મના ગુનામાં ગુનેગારો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થતી રહેશે: ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી.