જેજીએલએસ સતત પાંચમાં વર્ષ માટે ભારતની નંબર 1 લૉ સ્કૂલ બની અને દુનિયામાં 72મું સ્થાન મેળવ્યું
એક અસાધારણ ઉપલબ્ધિ અને માન્યતા સ્વરૂપે ઓ પી જિંદાલ ગ્લોબલ યુનિવર્સિટીમાં સ્થિત જિંદાલ ગ્લોબલ લૉ સ્કૂલએ સતત પાંચમા વર્ષ માટે ભારતમાં નંબર 1 લૉ સ્કૂલ અને દુનિયામાં 72મું સ્થાન ધરાવતી સ્કૂલ તરીકે સ્થાન મેળવ્યું છે.
લંડન: એક અસાધારણ ઉપલબ્ધિ અને માન્યતા સ્વરૂપે ઓ પી જિંદાલ ગ્લોબલ યુનિવર્સિટીમાં સ્થિત જિંદાલ ગ્લોબલ લૉ સ્કૂલએ સતત પાંચમા વર્ષ માટે ભારતમાં નંબર 1 લૉ સ્કૂલ અને દુનિયામાં 72મું સ્થાન ધરાવતી સ્કૂલ તરીકે સ્થાન મેળવ્યું છ. દુનિયામાં ટોપ-199 વચ્ચે સ્થાન મેળવવાની ઉપલબ્ધિ ધરાવતી એ ભારતમાં એકમાત્ર લૉ સ્કૂલ છે.
ઓ પી જિંદાલ ગ્લોબલ યુનિવર્સિટીનાં સ્થાપક ચાન્સેલર શ્રી નવીન જિંદાલે જેજીએલએસની આ નોંધપાત્ર ઉપલબ્ધિ પર કહ્યું હતું કે, “પ્રતિષ્ઠિત ક્યુએસ વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ્સમાં દેશની ટોચની લૉ સ્કૂલ તરીકે જેજીએલએસને સતત સ્થાન મળવું એ હકીકત બયાન કરે છે કે સંસ્થાએ ભારતમાં આંતરરાષ્ટ્રીય સ્તરનું શિક્ષણ પ્રદાન કરવાનાં એના અભિયાનમાં ક્યારેય પાછી પાની કરી નથી.
જેજીએલએસનો એક દાયકામાં જ ભારતની નંબર 1 લૉ સ્કૂલ તરીકે ઉદય દેશનાં યુવાનો વચ્ચે ગુણવત્તાયુક્ત શિક્ષણ માટેની આતુરતાને પણ વ્યક્ત કરે છે. આ મારાં માટે અતિ ગર્વની બાબત છે કે, જેજીએલએસએ તેમની આકાંક્ષાઓને સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. ખાસ કરીને હું એ હકીકતથી રોમાંચિત છું કે જેજીએલએસએ સતત પાંચ વર્ષથી ભારતમાં નંબર 1 સ્થાન જાળવી રાખ્યું છે. મને ખાતરી છે કે, જેજીયુનાં ફેકલ્ટી અને સ્ટાફનું સમર્પણ અમને કાયદાકીય શિક્ષણનો માપદંડ વધારવાની અમારી કટિબદ્ધતામાં દ્રઢ રાખવામાં અમને પ્રેરિત કરશે.”
ઓ પી જિંદાલ યુનિવર્સિટીનાં સ્થાપક વાઇસ ચાન્સેલર પ્રોફેસર (ડો.) સી રાજકુમારે કહ્યું હતું કે, “મને એ જણાવતાં આનંદ થાય છે કે, જિંદાલ ગ્લોબલ લૉ સ્કૂલ (જેજીએલએસ)ને સબ્જેક્ટ 2024 દ્વારા ક્યુએસ વર્લ્ડ રેન્કિંગ્સમાં સતત પાંચમા વર્ષ માટે ભારતમાં નંબર 1 સ્થાન મળ્યું છે. આંતરરાષ્ટ્રીય સ્તરે જેજીએલએસ 72મું સ્થાન ધરાવે છે, જે એને દુનિયામાં ટોપ-100 વચ્ચે સ્થાન ધરાવતી ભારતમાં એકમાત્ર લૉ સ્કૂલ બનાવે છે. આ ખરેખર જેજીયુ અને જેજીએલએસ માટે યાદગાર ક્ષણ છે. આ વાત યાદ રાખવી જોઈએ કે વર્ષ 2009માં 15 વર્ષ અગાઉ જેજીએલએસની સ્થાપના ફક્ત 10 ફેકલ્ટી મેમ્બર અને 100 વિદ્યાર્થીઓ સાથે થઈ હતી. અત્યારે જેજીએલએસ 5,500થી વધારે વિદ્યાર્થીઓ અને 550થી વધારે ફૂલ ટાઇમ ફેકલ્ટી મેમ્બર ધરાવે છે. સંસ્થાએ એનાં અભ્યાસક્રમ, શિક્ષણની પદ્ધતિ, શિક્ષણનાં ધારાધોરણો, સંશોધનનાં પરિણામો અને આંતરરાષ્ટ્રીય ભાગીદારીને કારણે ટૂંકા ગાળામાં આ વિશિષ્ટ સિદ્ધિ મેળવી છે, જે તેને હાલ દેશમાં ટોચની લૉ સ્કૂલ બનાવે છે.”
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન અને તેમની પત્ની બુશરા બીબી વિરુદ્ધ અલ-કાદિર ટ્રસ્ટ ભ્રષ્ટાચારના કેસમાં ચુકાદો ફરી મોકૂફ રાખવામાં આવ્યો છે.
પાકિસ્તાનના બલૂચિસ્તાનના તુર્બતમાં એક આત્મઘાતી બોમ્બ હુમલામાં 8 સુરક્ષા કર્મચારીઓના મોત થયા હતા અને 40 થી વધુ લોકો ઘાયલ થયા હતા, જેમાંથી મોટાભાગના સુરક્ષા દળો પણ હતા.
સુદાનની રાજધાની, ખાર્તુમ અને ઉત્તર દાર્ફુરમાં અલ ફાશરમાં અર્ધલશ્કરી રેપિડ સપોર્ટ ફોર્સિસ (RSF) દ્વારા તાજેતરના હુમલાઓમાં ઓછામાં ઓછા આઠ નાગરિકો માર્યા ગયા અને 53 અન્ય ઘાયલ થયા.