JSW ગ્રુપે ઓલિમ્પિક ગેમ્સ ખાતે ભારતના 100 વર્ષની ઊજવણી કરવા પેરિસમાં એક્ઝિબિશન ખુલ્લું મૂક્યું
ગેમ્સમાં ભારતની સફર તથા ઓલિમ્પિક મૂવમેન્ટની ઊજવણી કરતી ઇવેન્ટમાં આઈઓસી પ્રેસિડેન્ટ થોમસ બેક અને ભારતના એમ્બેસડર જાવેદ અશરફ ઉપસ્થિત રહ્યા હતા.
જેએસડબ્લ્યુ ગ્રુપે રવિવારે યજમાન શહેર પેરિસમાં ઓલિમ્પિક મૂવમેન્ટના સ્થાપક પિયેર દ કુબર્ટિનના જીવન અને વારસાની ઉજવણી તથા ગેમ્સમાં ભારતની હાજરીના 100 વર્ષની ઊજવણી કરતા એક એક્ઝિબિશનના ઉદ્ઘાટન સાથે ઓલિમ્પિક દિવસની ઊજવણી કરી હતી.
એક્ઝિબિશનને ખુલ્લું મૂકવાના પ્રસંગે જેએસડબ્લ્યુ ફાઉન્ડેશનના ચેરપર્સન શ્રીમતી સંગીતા જિંદાલ અને ઇન્સ્પાયર ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પોર્ટના સ્થાપક પાર્થ જિંદાલ સાથે આઈઓસીના પ્રમુખ શ્રી થોમસ બેક, સંસ્કૃતિ પ્રધાન મેડમ રચિદા દાતી, ફ્રાન્સ પ્રજાસત્તાકમાં ભારતના રાજદૂત, માનનીય જાવેદ અશરફ અને પિયેર દ કુબર્ટિન ફેમિલી એસોસિયેશનના પ્રેસિડેન્ટ શ્રીમતી એલેક્ઝાન્ડ્રા દ નેવેસીલ તેમની સાથે જોડાયા હતા. આ એક્ઝિબિશન પેરિસના સાતમા એરોન્ડિસમેન્ટના ટાઉન હોલમાં યોજાશે અને સપ્ટેમ્બરમાં પેરિસ 2024 સમર પેરાલિમ્પિક ગેમ્સના અંત સુધી ચાલશે.
આ પ્રસંગે જેએસડબ્લ્યુ ફાઉન્ડેશનના ચેરપર્સન શ્રીમતી સંગીતા જિંદાલે જણાવ્યું હતું કે, “જેએસડબ્લ્યુ ગ્રુપ પેરિસમાં જિનિયસ ઓફ સ્પોર્ટ એક્ઝિબિશનમાં ‘ઓલિમ્પિક્સમાં ભારતના 100 વર્ષ’ના આયોજનને સમર્થન આપતા ખુશી અનુભવે છે. આ અનોખા એક્ઝિબિશન દ્વારા અમે પિયેર દ કુબર્ટિનના જીવન અને વારસાની તેમજ ભારતની નોંધપાત્ર ઓલિમ્પિક સફર અને સફળતાના 100 વર્ષની ઉજવણી કરીએ છીએ. અમે પિયેર દ કુબર્ટિનની દ્રષ્ટિ અને માન્યતાને શેર કરીએ છીએ કે રમતમાં સરહદો પાર કરીને અને લોકોને શાંતિ તથા મિત્રતાની ભાવનાથી એકસાથે લાવી વિશ્વને અલગ રીતે બદલવાની ક્ષમતા છે. 2024 ઓલિમ્પિક જેએસડબ્લ્યુ ગ્રુપ માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. પેરિસમાં આ એક્ઝિબિશન તેમજ ટીમ ઈન્ડિયાને સમર્થન આપવા બદલ અમને ગર્વ છે. આ પ્રયાસો દ્વારા અમે ભારતમાં રમતગમતની સંસ્કૃતિ અને પ્રતિભાને પ્રોત્સાહન આપવા અને પોષવા માટેની અમારી પ્રતિબદ્ધતાને પુનરોચ્ચાર કરીએ છીએ.”
કર્મચારીઓ માટે Dearness Allowance (DA) કહેવામાં આવે છે, જ્યારે પેન્શનરો માટે તેને મોંઘવારી રાહત (DR) કહેવામાં આવે છે. આ વધારાનો લાભ તમામ સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને મળશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સરકાર મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો જાહેર કરી શકે છે.
આજે બજારમાં મજબૂત ગતિ સાથે વેપાર શરૂ થયો. તમને જણાવી દઈએ કે સોમવારે પણ શેરબજાર રિકવરી સાથે બંધ થયું હતું. ગઈકાલે, BSE સેન્સેક્સ 341.04 પોઈન્ટના વધારા સાથે 74,169.95 પોઈન્ટ પર અને નિફ્ટી 111.55 પોઈન્ટના વધારા સાથે 22,508.75 પોઈન્ટ પર બંધ થયો હતો.
સોમવારે, સેન્સેક્સની 30 માંથી 20 કંપનીઓના શેર વધારા સાથે લીલા રંગમાં બંધ થયા હતા અને 10 કંપનીઓના શેર નુકસાન સાથે લાલ રંગમાં બંધ થયા હતા. બીજી તરફ, નિફ્ટી ૫૦ ની ૫૦ કંપનીઓમાંથી ૩૩ કંપનીઓના શેર વધારા સાથે લીલા નિશાનમાં બંધ થયા હતા અને બાકીની ૧૭ કંપનીઓના શેર નુકસાન સાથે લાલ નિશાનમાં બંધ થયા હતા.