JTL ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ NSE ઉપર લિસ્ટ થઇ, FY- 2027 સુધીમાં ઉત્પાદન ક્ષમતા વધારીને 2 મિલિયન MTPએ કરવાનો ઉદ્દેશ્ય
વિવિધ સ્ટીલ ટ્યૂબ્સ અને પાઇપ્સ તથા મૂલ્ય-વર્ધિત પ્રોડક્ટ્સ અને કમર્શિયલ ગ્રેડ પ્રોડક્ટ્સના અગ્રણી ઉત્પાદક અને નિકાસકર્તા જેટીએલ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (JTLIND | 534600 | INE391J01024) નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) ઉપર લિસ્ટ થઇ છે.
વિવિધ સ્ટીલ ટ્યૂબ્સ અને પાઇપ્સ તથા મૂલ્ય-વર્ધિત પ્રોડક્ટ્સ અને કમર્શિયલ ગ્રેડ પ્રોડક્ટ્સના અગ્રણી ઉત્પાદક અને નિકાસકર્તા જેટીએલ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (JTLIND | 534600 | INE391J01024) નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઇ) ઉપર લિસ્ટ થઇ છે. આ પ્રસંગે મેનેજિંગ ડાયરેક્ટર મદન મોહન સિંગલા, નોન-એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર મિથન લાલ સિંગલા, એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર રાકેશ ગર્ગ, એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર પ્રણવ સિંગલા, એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અને સીઇઓ ધ્રુવ સિંગલા, ચીફ સ્ટ્રેટેજી ઓફિસર પાવની સિંગલા સહિત મુખ્ય ગ્રાહકો, રોકાણકારો, શુભેચ્છકો અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
જેટીએલ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડનો નાણાકીય વર્ષ 2027 સુધીમાં તેની ઉત્પાદન ક્ષમતા વધારીને 20 લાખ એમટીપીએ કરવાનો ઉદ્દશ્ય છે, જ્યારે હાલ પંજાબ, મહારાષ્ટ્ર અને છત્તિસગઢમાં ચાર આધુનિક સુવિધાઓમાં કુલ ઉત્પાદન ક્ષમતા 5.86 લાખ એમટીપીએ છે. કંપની કન્સ્ટ્રક્શન એન્ડ બિલ્ડિંગ મટિરિયલ્સ, કોર ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એનર્જી અને એન્જિનિયરીંગ, હેવી વિહિકલ્સ, એગ્રીકલ્ચર, વોટર અને ગેસ ડિસ્ટ્રિબ્યુશન અને સોલર પ્રોજેક્ટ્સ જેવાં ક્ષેત્રોને સેવા પૂરી પાડે છે.
કંપની રૂ. 2ની ફેસ વેલ્યુ ધરાવતા 1,28,08,350 ફુલ્લી કન્વર્ટિબલ વોરંટ્સની પ્રેફરેન્શિયલ ફાળવણી દ્વારા કુલ રૂ. 384 કરોડ ઊભાં કરશે. આ ફંડનો ઉપયોગ કંપનીના વર્તમાન આયોજિત ક્ષમતા વિસ્તરણ માટે કરાશે. રૂ. 384 કરોડમાંથી રૂ. 98 કરોડની રકમ મળી ગઇ છે અને બાકીની રકમ સપ્ટેમ્બર 2024 સુધીમાં મળવાની અપેક્ષા છે.
જેટીએલ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર મદન મોહન સિંગલાએ કહ્યું હતું કે, “એનએસઇ ઉપર લિસ્ટિંગ અમારી ત્રણ દાયકા જૂની કોર્પોરેટ સફરમાં વધુ એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે. જેટીએલ ઇન્ડસ્ટ્રી અમારા હીતધારકોના સતત સહયોગ દ્વારા ટકાઉપણા અને હીતધારકોના મૂલ્યમાં વધારો કરવાના મીશનની દિશામાં આગળ વધી રહ્યું છે. અમે આગામી બે વર્ષમાં અમારા સેલ્સ મિક્સમાં 50 ટકાથી વધુ હિસ્સો મૂલ્ય-વર્ધિત પ્રોડક્ટ્સનો કરવાનો ઉદ્દેશ્ય ધરાવીએ છીએ. અમે અમારા પ્લાન્ટ્સમાં ડીએફટી ગોઠવવાની યોજના ધરાવીએ છીએ, જે રોલ ચેન્જ વગર વિવિધ કદના હોલો સેક્શનમાં ઉત્પાદનને સરળ કરશે તેમજ કાર્યક્ષમતા અને ક્ષમતા વપરાશમાં વધારો કરીને વધારાના એસકેયુ ઉમેરશે.”
જેટીએલ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર પ્રણવ સિંગલાએ કહ્યું હતું કે, “જેટીએલએ પંજાબના મંડી પ્લાન્ટમાં 36,000 એમટીપીએના કમર્શિયલ પ્રોડક્શનનો પ્રારંભ કર્યો હતો. ક્ષમતામાં વિસ્તરણનો ઉદ્દેશ્ય મૂલ્ય-વર્ધિત પ્રોડક્ટ્સના ઉત્પાદન માટે સમર્પિત છે. જેટીએલ અને ચેતન ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ વચ્ચેનું જોડાણ પૂર્ણ થઇ ગયું છે. તેનાથી ભારતમાં અમારો બજાર હિસ્સો અને ઉપસ્થિતિમાં વધારો કરીને એક મજબૂત અને પ્રભાવશાળી કંપની બનવામાં મદદ મળશે. તેનાથી અમારા ડીલર્સ અને ડિસ્ટ્રિબ્યુટર્સની સંખ્યા બમણી થશે. તેનાથી અમારી ઉત્પાદન ક્ષમતાઓમાં 1,00,000 એમટીપીએનો વધારો થશે, જેમાંથી 50 ટકા મૂલ્ય-વર્ધિત પ્રોડક્ટ્સના ઉત્પાદન ઉપર કેન્દ્રિત રહેશે. હવે, અમારા ચાર પ્લાન્ટ્સની સુવિધાઓમાં વધારો થતાં મૂલ્ય-વર્ધિત પ્રોડક્ટ મિક્સમાં સતત વધારો થતો રહેશે. તે 20 લાખ એમટીપીએ ક્ષમતા સુધી પહોંચવાની અમારી ભાવિ યોજનાઓ સાથે સુસંગત છે.”
જેટીએલ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અને સીએફઓ ધ્રુવ સિંગલાએ કહ્યું હતું કે, “નાણાકીય વર્ષ 2023ના ચોથા ક્વાર્ટર અને સમગ્ર નાણાકીય વર્ષમાં જેટીએલ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ ખાતે અમે સૌથી વધુ ત્રિમાસિક અને વાર્ષિક વેચાણ વોલ્યુમ રેકોર્ડ કર્યું છે, જેનાથી અમને આવક અને નફામાં વૃદ્ધિ પ્રાપ્ત કરવામાં મદદ મળી છે.નાણાકીય વર્ષ 2023થી 2024 સુધીમાં વકોમાં 30-35 ટકાની વૃદ્ધિનો અંદાજ છે તથા સેલ્સ મિક્સમાં મૂલ્ય-વર્ધિત પ્રોડક્ટ્સનું યોગદાન સારું રહેશે. નાણાકીય વર્ષ 2024 માટે ઇબીઆઇટીડીએ નાણાકીય વર્ષ 2023ની માફક રહેવાની આશા છે.”
જેટીએલ તેની ઇન્વેન્ટરી અને કાર્યકારી મૂડીનું કાર્યક્ષમ વ્યવસ્થાપન કરે છે, જેનાથી તેમને કાચા માલમાં વધઘટની અસર ગ્રાહકો ઉપર પાસ કરવામાં સરળતા રહે છે. જેટીએલના એક્સપોર્ટ મિક્સમાં મૂલ્ય-વર્ધિત પ્રોડક્ટ્સ અને કમર્શિયલ ગ્રેડ પ્રોડક્ટ્સ સામેલ છે, જેમાં તેના એક્સપોર્ટ સેલ્સ વોલ્યુમમાં 90 ટકા યોગદાન સાથે ઉચ્ચ આવક અને માર્જીન હાંસલ કરવામાં મદદ મળી છે. જેટીએલ અને ચેતન ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ વચ્ચેનું જોડાણ પૂર્ણ થતાં કંપનીને બેકવર્ડ ઇન્ટીગ્રેશન, કાચા માલના સ્રોતો સાથે વધુ નિકટતા અને ખર્ચ કાર્યક્ષમતા હાંસલ કરવામાં મદદ મળી રહેશે. જેટીએલના તમામ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ્સ મૂલ્ય-વર્ધિત પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરવા સક્ષમ છે, જેનાથી તેના ઇબીઆઇટીડીએ અને ઇબીઆઇટીડીએ માર્જીનમાં વધારો કરવામાં મદદ મળશે. જેટીએલ બી2બી, બી2જી, ઓઇએમ અને આંતરરાષ્ટ્રીય માર્કેટ્સમાં વિવિધ ક્લાયન્ટ્સ ધરાવે છે. તેના મુખ્ય ક્લાયન્ટ્સમાં ટાટા પાવર, એલએન્ડટી, સિમેન્સ, અવાડા, પાવર ગ્રીડ કોર્પોરેશન, એનટીપીસી, સુઝલોન, સુસ્ટેન, ઇઆઇએલ, ઇન્ડિયન ઓઇલ, હિન્દુસ્તાન પેટ્રોલિયમ, સ્ટર્લિંગ એન્ડ વિલ્સન, ભેલ, અશોક લેલેન્ડ, મહાનગર ગેસ, આઇજીએલ, એસ્સાર વગેરે સામેલ છે.
સપ્તાહના અંતિમ દિવસે બજાર લીલા રંગમાં ખુલ્યું હતું. BSE સેન્સેક્સ 193.95 પોઈન્ટના વધારા સાથે 77,349.74 પોઈન્ટ પર અને નિફ્ટી 50 પણ 61.90 પોઈન્ટના વધારા સાથે 23,411.80 પોઈન્ટ પર ખુલ્યો હતો.
બ્લેક ડાયમંડ એપલ એકદમ દુર્લભ છે અને દરેક જગ્યાએ તેની ખેતી કરી શકાતી નથી. આ સફરજનને ઠંડા અને પર્વતીય વિસ્તારની જરૂર છે. ઉપરાંત, મર્યાદિત ઉત્પાદનને કારણે, બ્લેક ડાયમંડ એપલ ખૂબ મોંઘા છે.
યુઝર-ફ્રેન્ડલી ઇન્ટરફેસ અને ફંક્શનાલિટીના લીધે એન્ડ્રોઇડ પર નોંધપાત્ર 4.7 રેટિંગ અને આઈઓએસ પર 4.6 રેટિંગ મળ્યા.