જાફરાબાદ એસબીઆઈ બેંક સરકારશ્રી ના પરિપત્રો નો કરી રહીં છે ઉલાળીયો, પી.એમ સ્વનિધિ યોજના અંતર્ગત બેંક ગ્રાહકો ને આપી રહી છે ઉડાઉ જવાબ
પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડરની આત્મનિર્ભર નિધિ (PM સ્વાનિધિ યોજના) એ શેરી વિક્રેતાઓને લોન આપવા માટે ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી એક માઇક્રો-ક્રેડિટ યોજના છે. આ યોજનાનો હેતુ કોવિડ-19 રોગચાળા પછી શેરી વિક્રેતાઓને તેમના વ્યવસાયો ફરીથી શરૂ કરવામાં મદદ કરવાનો છે.
પ્રતિનિધિ કિશોર આર. સોલંકી: જાફરાબાદ ખાતે આવેલ એસબીઆઈ બેંક દ્વારા શહેરી ફેરિયાઓ ને પી.એમ. સ્વનિધિ અંતગર્ત લોન સહાય આપવામાં વિવિધ બહાનાઓ અને કારણ દર્શાવી ને અરજદારો ને લોન સહાય આપવામાં આવતી નથી અને કહેવામાં આવે છે કે અમારી બેંક પૂરતો સ્ટાફ નથી અને આ સરકાર ને લગતી યોજના છે. તો શું સરકારી યોજનાઓ નો અમલ નથી કરવાનો ? અરજદાર ને ખોટાં વાયદાઓ આપી ખોટા વાયદા ઓ આપીને ધરમ ધક્કા ખવડાવવામાં આવે છે. અને પી.એમ.સ્વનિધિ લોન લાભાર્થીઓ આખરે કંટાળીને લોન લેવાનું માંડી વાળે છે. જનતા જનાર્દન ને યોજનાનો લાભ મળતો નથી મોટી ગુલબાંગો ફેંકતી નેતા ગીરી ધ્યાન આપશે ? કે પછી હોતા હૈ ચલતા હૈ તેવી નિતી અપનાવવામાં આવશે તેવું જાફરાબાદ ની જનતા જનાર્દન માંથી ચચૉઓ થઈ રહી છે . આ બાબતે નગરપાલિકા દ્વારા આ યોજના ને લગતા સંબંધિત અધિકારીઓને લેખિત જાણ કરવા આવી છે.
પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે, ટ્રેન નંબર 09473/09474 બાંદ્રા ટર્મિનસ-ભુજ સુપરફાસ્ટ સ્પેશિયલને ગાંધીધામ સ્ટેશન પર વધારાનું સ્ટોપેજ આપવામાં આવ્યું છે. ઉપરોક્ત ટ્રેનની વિગતો માટે વધુમાં વાંચો.
તાજેતરમાં અમદાવાદ સાબરમતી વિસ્તારમાં એક પાર્સલમાં થયેલા વિસ્ફોટમાં પેકેજની અંદરની બેટરી ફાટતાં બે વ્યક્તિઓને ઈજા થઈ હતી.
અમદાવાદ : હવામાન વિભાગે 26 ડિસેમ્બરથી 29 ડિસેમ્બર સુધી ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે,