સરહદ પર આતંકવાદી ગતિવિધિઓને જોતા જમ્મુ-કાશ્મીરમાં હાઈ એલર્ટ
ગુપ્તચર સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, IEDથી સજ્જ વાહન દ્વારા જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ અથવા કોઈપણ મહત્વપૂર્ણ મથક પર હુમલો કરી શકે છે, આવો વધુ જાણીએ
જમ્મુ અને કાશ્મીરમાં પાકિસ્તાનની જાસૂસી સંસ્થા ISI અને તેના દ્વારા ટ્રેન કરેલા આતંકવાદી સંગઠનો પુલવામા જેવા હુમલાનું પુનરાવર્તન કરવાનું નાપાક કાવતરું ઘડી રહ્યાની માહિતી મળી છે. ગુપ્તચર સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, VBIED (શક્તિશાળી IEDથી સજ્જ વાહન) દ્વારા જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ અથવા કોઈપણ મહત્વપૂર્ણ મથક પર હુમલો કરી શકે છે.
સૂત્રોએ જણાવ્યું કે પાકિસ્તાની સેનાએ LOC પાર POKના ફોરવર્ડ બોર્ડર વિસ્તારોમાં ઘણા લોન્ચિંગ પેડ તૈયાર કર્યા છે. તેના પર બે ડઝનથી વધુ આતંકીઓને જમ્મુ-કાશ્મીરમાં ઘૂસણખોરી કરવા માટે તૈયાર રાખવામાં આવ્યા છે. આ આતંકવાદીઓને અલગ-અલગ જૂથોમાં તૈયાર કરવામાં આવ્યા છે.
નૌગામ સેક્ટરમાં સરહદ નજીક ખર્જનમાં ચાર, ખુઇ રટ્ટામાં પાંચ અને ઉરી-બારામુલ્લાના જંગલમાં પાંચ આતંકવાદીઓ ભારતમાં ઘૂસણખોરી કરવા માટે સંપૂર્ણપણે તૈયાર બેઠા હોવાની માહિતી ગુપ્તચર સંસ્થાઓને સાંપડી છે. સૂત્રોનું માનીએ તો આ આતંકવાદીઓ પાસે ઓટોમેટિક હથિયારો છે અને છેલ્લા કેટલાક સપ્તાહમાં સરહદ પારના વિસ્તારોમાં પણ તેમની ગતિવિધિઓ જોવા મળી રહી છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સરહદ પારથી ભારતમાં ઘૂસણખોરીની તૈયારી કરી રહેલા આ આતંકવાદીઓ અફઘાનિસ્તાનથી પાછા ફર્યા છે અને તેઓ લશ્કર અને જૈશ સાથે સંબંધિત છે. આતંકવાદીઓની ઘૂસણખોરીને લઈને સુરક્ષા દળોએ તેમનું પેટ્રોલિંગ વધારી દીધું છે. સરહદની આસપાસ દરેક નાની-મોટી ગતિવિધિઓ પર નજર રાખવામાં આવી રહી છે.
વાસ્તવમાં કાશ્મીરમાં સરહદી વિસ્તારો માટે ઉનાળાના ત્રણથી ચાર મહિના ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. ઠંડી અને બરફમાં ઘટાડો થયા બાદ આ મહિનામાં આતંકવાદીઓ મોટાપાયે ઘૂસણખોરી કરે છે. આ પછી, જ્યારે ઠંડી શરૂ થાય છે, ત્યારે ઘૂસણખોરી કરવી મુશ્કેલ બની જાય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત હાલમાં G-૨૦ ની અધ્યક્ષતા કરી રહ્યું છે. જમ્મુ-કાશ્મીરમાં ૨૨-૨૩ મે વચ્ચે G-૨૦ બેઠક યોજાવાની છે. સુરક્ષા સહિત અનેક મુદ્દાઓને લઈને મંગળવારે અધિકારીઓની ઉચ્ચ સ્તરીય બેઠક પણ યોજાઈ હતી. આ બેઠકમાં સંવેદનશીલ ગણાતા વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા વધારવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.
બિહારમાં ગુનાનો ગ્રાફ સતત વધી રહ્યો છે, ખાસ કરીને પોલીસકર્મીઓ પર હુમલા વધી રહ્યા છે. હવે પટણા એસએસપીએ 44 પોલીસકર્મીઓની બદલી કરી છે. સંપૂર્ણ યાદી જુઓ...
IIT JAM 2025 ની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. ઉમેદવારો સમાચારમાં નીચે આપેલ સીધી લિંક દ્વારા તેમના પરિણામો ચકાસી શકે છે.
બજેટ સત્ર દરમિયાન ઓડિશાના ભાજપના સાંસદ પ્રદીપ પુરોહિતના નિવેદન પર વિવાદ થયો હતો. તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને છત્રપતિ શિવાજી મહારાજનો પુનર્જન્મ ગણાવ્યા, જેના પછી ગૃહમાં ભારે હોબાળો થયો. આ નિવેદન પર કોંગ્રેસે તેમને ઘેર્યા અને દેશની માફી માંગવા કહ્યું.