સર્ફિંગ, મોટરસાઇકલિંગ, મ્યુઝિક અને ફિટનેસનું અદભૂત ફ્યુઝન: કોવલોંગ ક્લાસિક '23ની દસમી એડિશનને સપોર્ટ કરવા જાવા યેઝદી મોટરસાઇકલ્સે ફરી એકવાર એસએફઆઈ સાથે ભાગીદારી કરી
દેશમાં ઝડપથી લોકપ્રિયતા મેળવી રહેલી સર્ફિંગની રોમાંચક સ્પોર્ટને પ્રોત્સાહિત કરવા માટે જાવા યેઝદી મોટરસાઈકલ્સ ફરી એકવાર સર્ફિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા સાથે ભાગીદારી કરીને ગર્વ અનુભવે છે. એસએફઆઈ સાથેના જોડાણના બીજા વર્ષમાં, જાવા યેઝદી મોટરસાઈકલ્સ હવે આ વર્ષના પ્રોફેશનલ સર્ફિંગ કેલેન્ડરના તમામ પાંચ રાઉન્ડ માટે મુખ્ય ભાગીદારોમાંનું એક છે, જે 14મીથી 20મી ઓગસ્ટ 2023 દરમિયાન વર્લ્ડ સર્ફિંગ લીગ સાથે સમાપ્ત થાય છે.
દેશમાં ઝડપથી લોકપ્રિયતા મેળવી રહેલી સર્ફિંગની રોમાંચક સ્પોર્ટને પ્રોત્સાહિત કરવા માટે જાવા યેઝદી મોટરસાઈકલ્સ ફરી એકવાર સર્ફિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા સાથે ભાગીદારી કરીને ગર્વ અનુભવે છે. એસએફઆઈ સાથેના જોડાણના બીજા વર્ષમાં, જાવા યેઝદી મોટરસાઈકલ્સ હવે આ વર્ષના પ્રોફેશનલ સર્ફિંગ કેલેન્ડરના તમામ પાંચ રાઉન્ડ માટે મુખ્ય ભાગીદારોમાંનું એક છે, જે 14મીથી 20મી ઓગસ્ટ 2023 દરમિયાન વર્લ્ડ સર્ફિંગ લીગ સાથે સમાપ્ત થાય છે. બ્રાન્ડ તરીકે, જાવા યેઝદી મોટરસાઈકલ્સ યુવા ભારતની સાહસિક ભાવનાને ટેકો આપવા અને તેને વધારવા માટે ખૂબ જ ઉત્સાહી છે, અને સર્ફિંગ જેવી સ્પોર્ટ એ સ્વતંત્રતાની સમાન ભાવના જગાડે છે જે મોટરસાઇકલ આત્મામાં પ્રજ્વલિત કરે છે. નેશનલ ચેમ્પિયનશિપ માટે, જાવા યેઝદી મોટરસાઈકલ્સે ચેન્નાઈના કોવલમ બીચ પર આયોજિત કોવલોંગ સર્ફ ફેસ્ટિવલ’23 સાથે ભાગીદારી કરી હતી. 12-13મી ઓગસ્ટ 2023ના રોજ યોજાયેલા આ ઉત્સવમાં બંને દિવસોમાં 15,000 થી વધુ લોકોએ હાજરી આપી હતી.
ગયા વર્ષે, ઈન્ડિયન નેશનલ સર્ફિંગ ચેમ્પિયન – ચેન્નાઈના કોવલમના અજીશ અલી, ખાસ ડિઝાઇન કરાયેલ યેઝદી સ્ક્રેમ્બલર જીત્યા હતા. આ હાર્ડી સ્ક્રેમ્બલર ગમે ત્યાં જવા-આવવા માટે સર્ફબોર્ડ રેકથી સજ્જ હતું. તે હવે હરહંમેશ, ગમે ત્યાં, ગમે તે સમયે લહેરોનો પીછો કરે છે! આ વર્ષના પુરુષો અને સ્ત્રીઓના વર્ગમાં નેશનલ ચેમ્પિયન એવા અનુક્રમે શ્રીકાંત ડી અને સુગર શાંતિ બનારસીને કસ્ટમ સર્ફબોર્ડ રેક્સ સાથે યેઝદી સ્ક્રેમ્બલર અને નવા જાવા 42 કોસ્મિક કાર્બનથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આપણા નેશનલ ચેમ્પિયન્સ હવે સ્ટાઈલથી દરેક ટ્રેક પર સવારી કરી શકે છે! તમિલનાડુના યુવા કલ્યાણ અને રમતગમત વિકાસના માનનીય પ્રધાન શ્રી ઉદયનિધિ સ્ટાલિન અને એસએફઆઈ એમ્બેસેડર અને ક્રિકેટના દિગ્ગજ જોન્ટી રોડ્સ દ્વારા ચેમ્પિયનને મોટરસાયકલ એનાયત કરવામાં આવી હતી.
સર્ફિંગ એ એક ઓલિમ્પિક સ્પોર્ટ છે અને તે યુવાન ઊભરતા ખેલાડીઓની ફેન્સીને ઝડપથી પકડી રહી છે. હકીકતમાં, ભારતની પોતાની સર્ફિંગ ટીમ છે. આ સ્પોર્ટને આગળ ધપાવવા અને પ્રોત્સાહન આપવા માટે, એસએફઆઈ એ જાવા યેઝદી મોટરસાઈકલ્સ સાથે ભાગીદારી કરી અને ભારતની પ્રથમ આંતરરાષ્ટ્રીય ઈવેન્ટ, ઈન્ટરનેશનલ સર્ફ ઓપનનું આયોજન કરવા બદલ ગર્વ અનુભવે છે. તમિલનાડુ સરકારની મદદથી, સ્પર્ધાએ એશિયા અને ઓસ્ટ્રેલિયાના 12 દેશોના સર્ફર્સને આકર્ષ્યા છે. આ વર્ષે, સ્પર્ધામાં 53 આંતરરાષ્ટ્રીય સર્ફર્સ (પુરુષો અને સ્ત્રીઓ) ભારતના 15 શ્રેષ્ઠ પુરુષ અને સ્ત્રી સર્ફર્સ સાથે સામસામે જોવા મળ્યા હતા.
જાવા યેઝદી મોટરસાયકલ્સ એ સાહસ અને યાદગાર વાર્તાઓથી ભરેલી લાઈફસ્ટાઈલને સક્ષમ કરનાર છે જે માનવ ભાવનાની મક્કમતાને પ્રેરણા આપે છે. આ પ્રસંગે ટિપ્પણી કરતા, જાવા યેઝદી મોટરસાઈકલના સીઈઓ શ્રી આશિષ સિંહ જોશીએ જણાવ્યું હતું કે, "કોવલોંગ ક્લાસિક '23 ફેસ્ટિવલ ચાર ઉત્તેજક તત્વો - સર્ફ, મોટરસાઇકલિંગ, મ્યુઝિક અને ફિટનેસ-ને ગતિશીલ અને અવિસ્મરણીય બે-દિવસીય ઇવેન્ટમાં સંપૂર્ણ રીતે મિશ્રિત કરે છે. અમે અમારી જાવા યેઝદી કમ્યૂનિટી માટે રોમાંચક સાહસો બનાવવા માટે મોટરસાઈકલિંગ અને સર્ફિંગને જોડીને તથા સર્ફિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા સાથે ભાગીદારી કરવા માટે ઉત્સાહિત છીએ. ઉપરાંત, આ રમત તેમજ સર્ફિંગ પ્રતિભાને પોષવું અને તેને સમર્થન આપવું એ સન્માનની વાત છે અને તેને વૈશ્વિક સ્તરે લઈ જઈએ છીએ. સર્ફર્સ, મોટરસાયકલિસ્ટ્સ, સંગીત પ્રેમીઓ અને ફિટનેસ ઉત્સાહીઓને સાથે લાવવા તથા અવિસ્મરણીય યાદો બનાવવા માટે એક અસાધારણ પ્લેટફોર્મ પૂરું પાડવા બદલ અમને ગર્વ છે."
સર્ફના રોમાંચ અને સંગીતના ધબકારાથી આગળ વધતાં, કોવલોંગ ક્લાસિક '23 એ સુખાકારી અને સામુદાયિક જોડાણને પ્રોત્સાહન આપ્યું હતું. ઉત્તેજક યોગ સેશન્સ, ડાયનેમિક એનિલ ફ્લો ફિટનેસ ક્લાસીસ અને એનર્જેટિક બેરફૂટ 5કિમી રને એક સર્વગ્રાહી અનુભવ પૂરો પાડ્યો જેણે સહભાગીઓને તેમની આંતરિક શક્તિઓ શોધવા માટે સશક્ત કર્યા.
સાંજે, લાઈવ મ્યુઝિક પર્ફોર્મન્સીસે ફેસ્ટિવલમાં ભાગ લેનારાને રસતરબોળ કર્યા હતા અને એવિયલ, વ્હેન ચાઈ મીટ ટોસ્ટ તથા ધ સોલ શ્રીલંકાના પર્ફોર્મન્સ પર સૌ ઝૂમી ઊઠ્યા હતા. સંગીતના સંમિશ્રણ અને હળવા દરિયાઈ પવને અનેરું જાદુઈ વાતાવરણ ઊભું કર્યું, જેમાં ઉપસ્થિતોને ડાન્સ અને ઊજવણીમાં તરબોળ કરી દીધા હતા.
કોવલોંગ ક્લાસિક '23, તેના ઉત્તેજના અને મનોરંજનના સુમેળભર્યા મિશ્રણ સાથે, આવનારા વર્ષો સુધી પ્રેક્ષકોને મોહિત કરવાનું ચાલુ રાખવાનું વચન આપે છે!
ઓટો કંપનીઓ હવે નવી કારમાં ટેકનોલોજીથી ભરપૂર સલામતી સુવિધાઓ રજૂ કરી રહી છે, જે ફક્ત કાર ચલાવવાનું જ સરળ બનાવશે નહીં. તેના બદલે, તેની સાથે, ડ્રાઇવર અને કારમાં બેઠેલા લોકો પણ સુરક્ષિત રહેશે. ચાલો તમને કેટલીક સુરક્ષા સુવિધાઓ વિશે જણાવીએ.
મર્સિડીઝ-બેન્ઝની નવી કાર ભારતમાં આવી. કંપનીએ તેની મર્સિડીઝ-મેબેક SL 680 મોનોગ્રામ શ્રેણી લોન્ચ કરી છે. આ લક્ઝરી કારમાં તમને સ્પોર્ટ્સ કારનો આનંદ પણ મળી રહ્યો છે. છે. તેની એક્સ-શોરૂમ કિંમત 4.2 કરોડ રૂપિયા છે. આ કારની બાકીની વિશેષતાઓ અને વિગતો વાંચો.
હોંડા મોટરસાઈકલ એન્ડ સ્કૂટર ઈન્ડિયા બહેતર સ્ટાઈલિંગ સાથે અપડેટેડ OBD2B-કોમ્પ્લાયન્ટ શાઈન 100 આજે લોન્ચ કરવામાં આવી હતી. નવું 2025 હોંડા શાઈન 100ની કિંમત રૂ. 68,767 છે (એક્સ-શોરૂમ, દિલ્હી) રખાઈ છે. તે હવે ભારતભરની એચએમએસઆઈ ડીલરશિપ્સ ખાતે ઉપલબ્ધ છે.