જાવા યેઝદી મોટરસાયકલ્સે મહિન્દ્રા બ્લૂઝ ફેસ્ટિવલમાં જાવા350 બ્લૂ પ્રદર્શિત કર્યું
મહિન્દ્રાના વાર્ષિક બ્લૂઝ ફેસ્ટિવલમાં જાવા યેઝદી મોટરસાયકલે તેના એક્સપિરિયન્સ ઝોનમાં અદ્ભૂત અને આકર્ષક નવી બાઈક જાવા350 બ્લૂ પ્રદર્શિત કરી હતી. આ આકર્ષક નવો કલર ટૂંકસમયમાં તેના ઉત્સાહીઓ માટે શોરૂમમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે.
મહિન્દ્રાના વાર્ષિક બ્લૂઝ ફેસ્ટિવલમાં જાવા યેઝદી મોટરસાયકલે તેના એક્સપિરિયન્સ ઝોનમાં અદ્ભૂત અને આકર્ષક નવી બાઈક જાવા350 બ્લૂ પ્રદર્શિત કરી હતી. આ આકર્ષક નવો કલર ટૂંકસમયમાં તેના ઉત્સાહીઓ માટે શોરૂમમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે.
આ વર્ષની મહિન્દ્રા બ્લૂઝ ફેસ્ટિવલની થીમ ‘સેલેબ્રેટિંગ ધ વુમન ઈન બ્લૂસ’ વાઈબ્રન્ટ નવી કલર સ્કીમ મારફત સુપ્રસિદ્ધ સંગીલ શૈલીને અંજલિ આપવા પર પ્રેરિત હતો.
સંગીતની દુનિયા પર પરિવર્તનકારી અને સશક્તિકરણની અસર માટે જાણીતા બ્લૂની જેમ, જાવા 350 ભૂતકાળની પ્રતિષ્ઠિત જાવા મોટરસાઇકલને શ્રદ્ધાંજલિ અર્પે છે જેણે યુવાનો અને તેમની આકાંક્ષાઓને સશક્ત બનાવી ગ્લોબલ મોટરસાઇકલિંગ કલ્ચરમાં ક્રાંતિ લાવી હતી.
તાજેતરમાં લોન્ચ થયેલ જાવા 350 તેના શ્રેષ્ઠ ફિટ-ફિનિશ લેવલ, રાઇડર કમ્ફર્ટ, ક્લાસિક સ્ટાઇલ અને ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે લોકપ્રિયતા મેળવી છે. લાંબા વ્હીલબેઝ, શ્રેષ્ઠ 178mm ગ્રાઉન્ડ ક્લિયરન્સ અને સુધારેલા રાઇડર ટ્રાયએન્ગલ સાથે જાવા 350 મજબૂત ઉપસ્થિતિ અને શ્રેષ્ઠ રાઇડ ગુણવત્તાની ખાતરી આપે છે.
મોર્ડન રાઇડર માટે રિ-એન્જીનિયર્ડ કરવામાં આવેલા જાવા 350 ઉત્તમ ફીચર્સ ધરાવે છે. જેમાં 280mm ફ્રન્ટ અને 240mm રિઅર ડિસ્ક બ્રેક્સ અને કોન્ટિનેંટલ ડ્યુઅલ-ચેનલ ABS સાથેની મજબૂત ક્લાસ-લીડિંગ બ્રેકિંગ સિસ્ટમ સમાવિષ્ટ છે, જે આનંદદાયક સવારી અનુભવ સાથે સુરક્ષિત અને નિયંત્રણની ખાતરી આપે છે. આ હેરિટેજ મોટરસાઇકલ સમકાલીન ક્લાસિક્સ માટે સોનેરી માપદંડો સેટ કરે છે.
તદ્દન નવા શક્તિશાળી 334cc લિક્વિડ-કૂલ્ડ એન્જિન દ્વારા સંચાલિત જાવા 350 ઝડપી સ્પીડ, અને મજબૂત લો-એન્ડ, મિડ-રેન્જ પંચ આપે છે. લોઅર રેવ રેન્જમાં 28.2Nm ટોર્ક અને 22.5 PSના પાવર આઉટપુટ સાથે, તે શહેરની શેરીઓ અને ખુલ્લા રસ્તાઓ પર એકસરખું ઉત્કૃષ્ટ પ્રદર્શન કરે છે. આસિસ્ટ અને સ્લિપ (A&S) ક્લચથી સજ્જ, Jawa 350 એક સીમલેસ અને રિસ્પોન્સિવ રાઇડિંગ અનુભવનું વચન આપે છે, જે આધુનિક રાઇડર્સની અપીલમાં વધારો કરશે.
હાલમાં મરૂન, બ્લેક અને મિસ્ટિક ઓરેન્જ કલરમાં ઉપલબ્ધ Jawa 350 જાવા યેઝદી મોટરસાયકલના 400+ ડીલરશીપમાં ટેસ્ટ રાઈડ માટે ઉપલબ્ધ છે. જેની કિંમત જાવા 350 જાવા સ્ટેબલમાંથી 42, 42 બોબર અને પેરક અને યેઝદી સ્ટેબલમાંથી રોડસ્ટર, સ્ક્રેમ્બલર અને એડવેન્ચર સાથે રૂ. 2.14 લાખ (એક્સ-શોરૂમ દિલ્હી) છે.
Jawa 350 એ એક મોટરસાઇકલ કરતાં વધુ છે; તે જાવા વેનું પરિપૂર્ણ સ્વરૂપ છે – જેનો રાઈડિંગ અનુભવ આકર્ષક, રોમાંચક અને જુસ્સાથી ભરપૂર છે. તે લાવણ્ય અને ઈનોવેશનને મિશ્રિત કરતાં મોર્ડન એન્જિનિયરિંગથી સજ્જ છે. જાવા 350 એ હેરિટેજ મોટરસાઇકલની પ્રથમ લાઇન છે જે ઉત્સાહીઓને જુસ્સાથી ભરપૂર પ્રદર્શનનું વચન આપે છે, જે જૂના જાવા રેસર્સના વારસાને આગળ ધપાવે છે. વિચારશીલ ડિઝાઇન, આનંદદાયક અનુભવ અને આધુનિક ઇલેક્ટ્રોનિક્સની સગવડતાઓ સાથે, જાવા પોર્ટફોલિયો આપણને જણાવે છે કે ક્લાસિક મોટરસાઇકલ શું હોઈ શકે છે. હવે રાઇડર્સને ક્લાસિક દેખાવ, પ્રદર્શન, હેન્ડલિંગ અને કમ્ફર્ટ વચ્ચે ટ્રેડ-ઓફ કરવાની જરૂર નથી. બસ, જાવાને અપનાવવાની જરૂર છે.
દેશની બે સૌથી મોટી કાર કંપનીઓ મારુતિ સુઝુકી ઈન્ડિયા અને હ્યુન્ડાઈ મોટર્સ ઈન્ડિયાની હાલત આ દિવસોમાં ખૂબ જ ખરાબ છે. જ્યારથી ટાટા અને મહિન્દ્રાએ માર્કેટમાં પોતાની તાકાત બતાવવાનું શરૂ કર્યું છે, ત્યારથી મારુતિ અને હ્યુન્ડાઈ માટે મોટો પડકાર ઉભો થયો છે.
ઑસ્ટ્રિયન ટુ-વ્હીલર બ્રાન્ડ બ્રિક્સટન તેના મૉડલ Crossfire 500, Crossfire 500 X, Cromwell 1200 અને Cromwell 1200X સાથે ભારતમાં પ્રવેશી છે. આ બાઈક ભારતમાં રોયલ એનફીલ્ડ અને KTM જેવી બ્રાન્ડ સાથે સીધી સ્પર્ધા કરશે.
Toyota Camry Launching: અગાઉના વર્ઝનની જેમ, નવી ટોયોટા કેમરીને માત્ર ભારતમાં જ એસેમ્બલ કરી શકાય છે, જે મજબૂત હાઇબ્રિડ વર્ઝનમાં ખરીદી શકાય છે. આ કાર અનેક અપડેટ ફીચર્સ સાથે એન્ટ્રી કરશે.