જાવા યેઝદી મોટરસાઇકલ્સે તેની મોટરસાઇકલ્સ રેન્જમાં ટેકનોલોજીમાં નોંધપાત્ર સુધારો કર્યો
જાવા યેઝદી મોટરસાઇકલ્સની રેન્જમાં નવી ટેકનોલોજી ઉમેરવામાં આવી,જાવા અને યેઝદી મોટરસાઇકલ રેન્જમાં અપડેટ્સને કારણે ચલાવવાનો અનુભવ વધુ સારો રહેશે
જાવા યેઝદી મોટરસાઇકલ્સે તેની મોટરસાઇકલ્સ રેન્જમાં ટેકનોલોજીમાં નોંધપાત્ર સુધારો કર્યો છે,જેનાંથી ચાલકને અલગ જ લેવલનો અનુભવ થશે. આ અપડેટ્સ સાથે જાવા યેઝદીની મોટરસાઇકલને ચલાવવાનો અનુભવ વધુ સારો થયો છે અને પ્રોડક્ટનાં લાભમાં વધારો થયો છે. નવી મોટરસાઇકલ્સ દેશભરમાં બ્રાન્ડનાં ડિલરશીપ નેટવર્કમાં ઉપલબ્ધ છે અને તે BS-VI ફેઝ ટુ (OBD2) પ્રદૂષણ ધોરણોનું પણ પાલન કરે છે.
જાહેરાત કરતા જાવા યેઝદી મોટરસાઇકલ્સના સીઇઓ આશિષ સિંઘ જોષીએ જણાવ્યું હતું કે, “પ્રારંભથી જ જાવા યેઝદી મોટરસાઇકલ્સે તેનાં ગ્રાહકોને શ્રેષ્ઠ પર્ફોમન્સ અને સવારીનો અનુભવ પૂરો પાડવા માટે ટેકનોલોજીને પ્રાથમિકતા આપી છે. OBD2 નિયમનોનું પાલન તો કરવાનું જ હતું પણ અમે ગ્રાહકોનાં પ્રતિભાવને ધ્યાનમાં લઈને અમારી મોટરસાઇકલ્સ રેન્જમાં સંખ્યાબંધ સુધારા કર્યા છે. નવી મોટરસાઇકલમાં અમારાં ગ્રાહકો માટે રાઇડેબિલિટી, રિફાઇનમેન્ટ અને પર્ફોમન્સનું ધ્યાન રાખવામાં આવ્યું છે. ભાવમાં નજીવા વધારાથી તેનું વેલ્યુ પ્રપોઝીશન વધ્યું છે અને ગ્રાહકો તેને ખરીદવા મજબૂર બનશે.”
મોટરસાઇકલ ચલાવવાનો રોમાંચ જળવાઇ રહેવાની સાથે સાથે રિફાઇન્ડ બનાવવાના હેતુથી જાવા અને યેઝદી મોડલમાં ફેરફાર કરવામાં આવ્યા છે. 42 સ્પોર્ટ્સ સ્ટ્રિપ, 42 બોબર અને પેરાક સહિતની જાવા રેન્જ હવે કી એન્જિન કોમ્પોનન્ટ્સ સાથે આવે છે, જેને વધુ સારા NVH લેવલ્સ માટે ફાઇન ટ્યુન કરવામાં આવી છે. એન્જિનને પણ રીમેપ કરવામાં આવ્યું છે અને તેમાં પ્રદષણ અંકુશમાં રાખવાની સાથે સાથે પર્ફોમન્સ સુધરે તે માટે લાર્જ થ્રોટલ બોડી અને એક્ઝોસ્ટ પોર્ટ્સ પણ છે.
નવી જાવા 42માં હવે લાઇટ ક્લચનો અનુભવ આવે અને સ્મુધલી ચાલે તે માટે આસિસ્ટ એન્ડ સ્લિપ ક્લચ છે. તેમાં સારા એક્ઝોસ્ટ નોટ માટે રિડિઝાઇન્ડ મફલર છે. ફીચર પ્રમાણે જોઇએ તો, બાઇક હવે અપડેટેડ ડિજિટલ સ્પીડોમીટર, હેઝાર્ડ લાઇટ્સ સાથે આવે છે. યેઝદી રેન્જમાં રોડસ્ટર, સ્ક્રેમ્બલર અને એડવન્ચરનો સમાવેશ થાય છે અને તેમાં વધુ સારા NVH અને સવારી માટે સમાન અપડેટ્સ છે. વધુમાં, તમામ ત્રણ મોડલ્સમાં મોટાં રિયર સ્પ્રોકેટને કારણે લો-એન્ડ પર્ફોમન્સને વધારે છે. સારા ‘એક્ઝોસ્ટ નોટ’ માટે મોટરસાઇકલ્સનાં મફલર્સ રિડિઝાઇન્ડ કરવામાં આવ્યા છે.
ઉપર જણાવેલાં ફેરફારો દ્વારા જાવા અને યેઝદીની નવી રેન્જ રિફાઇનમેન્ટ અને પર્ફોમન્સનું લેવલ વધારશે અને રોમાંચ અને ઉત્તેજનાનાં મૂળ તત્વને વળગી રહે છે. આ ઉપરાંત, તે એ માન્યતાને પણ તોડે છે કે ક્લાસિક મોટરસાઇકલ્સ ફાસ્ટ નથી ચાલતી. તેમ છતાં ભાવમાં નજીવો એટલે કે 08-2 ટકા સુધીનો વધારો કરવામાં આવ્યો છે, જે મોડલ અને વેરિએન્ટ પર આધાર રાખે છે. નવી કિંમત નીચે પ્રમાણે છેઃ
મોડલ | નવી કિંમત (એક્સ-શો રૂમ, દિલ્હી) |
જાવા 42 ડ્યુઅલ ચેનલ (ઓરિઓન રેડ, સિરિયસ વ્હાઇટ) | 1,96,142 |
જાવા 42 ડ્યુઅલ ચેનલ (ઓલસ્ટાર બ્લેક) | 1,97,142 |
જાવા 42 બોબર (મિસ્ટીક કોપર) | 2,12,500 |
જાવા 42 બોબર (મોનસુન વ્હાઇટ) | 2,13,500 |
જાવા 42 બોબર (જાસ્પર રેડ) | 2,15,187 |
જાવા પેરક | 2,13,187 |
યેઝદી સ્ક્રેમ્બલર (ફાયર ઓરેન્જ) | 2,09,900 |
યેઝદી સ્ક્રેમ્બલર (બોલ્ડ બ્લેક, યેલિંગ યલો, આઉટલો ઓલિવ) | 2,11,900 |
યેઝદી રોડસ્ટર (સ્મોક ગ્રે, ઇન્ફર્નો રેડ, ગ્લેશિયર વ્હાઇટ | 2,06,142 |
યેઝદી રોડસ્ટર (ક્રિમસન ડ્યુઅલ ટોન) | 2,08,829 |
યેઝદી એડવન્ચર (સ્લિક સિલ્વર) | 2,15,900 |
યેઝદી એડવન્ચર (મામ્બો બ્લેક) | 2,19,900 |
યેઝદી એડવન્ચર (વ્હાઇટઆઉટ) | 2,19,942 |
ભારતીય ટુ-વ્હીલર બ્રાન્ડ TVS એ અપાચે શ્રેણીનું નવું મોડેલ લોન્ચ કર્યું છે. આ 2025ની અપાચે RR 310 સ્પોર્ટ્સ બાઇક છે. જેનું નવી પેઢીનું મોડેલ લોન્ચ કરવામાં આવ્યું છે.
સ્કોડાએ 2025 કોડિયાક લોન્ચ કરી છે. આ એક પૂર્ણ કદની SUV છે, જે ભારતીય બજારમાં ટોયોટા ફોર્ચ્યુનર અને MG ગ્લોસ્ટર જેવી SUV સાથે સ્પર્ધા કરશે. જોકે, આ SUV તેની કિંમત પ્રમાણે ઘણી બધી શક્તિશાળી સુવિધાઓ સાથે આવે છે.
ભારતમાં સૌથી લોકપ્રિય સબ-કોમ્પેક્ટ SUV સેગમેન્ટમાં 2 મહિના પહેલા લોન્ચ થયેલી Kia Syros ને 5 સ્ટાર સેફ્ટી રેટિંગ મળ્યું છે. આ કાર મારુતિ બ્રેઝા, ટાટા નેક્સન, મહિન્દ્રા XUV 3XO, હ્યુન્ડાઇ વેન્યુ અને કિયા સોનેટ સાથે સ્પર્ધા કરે છે.