શાળાકીય રમત સ્પર્ધામાં ઝીલ પાટીલ ટેકવાન્ડો બાદ કરાટેમાં પણ ગોલ્ડ મેડલ વિજેતા
ઝીલ પાટીલ શાળાકીય રમત સ્પર્ધાના ઇતિહાસમાં પહેલીવાર કોઈ દીકરી ચાર દિવસમાં બે અલગ અલગ સ્પર્ધામાં બે ગોલ્ડ મેડલ સાથે વિજેતા બની.
( રિપોર્ટર ભરત શાહ ) - તારીખ 24- 8 -2024 નારોજ 68મી અખિલ ભારતીય શાળાકીય રમતોની સ્પર્ધા વડોદરા શહેર ,જિલ્લા કક્ષાની કરાટેની સ્પર્ધા વાઘોડિયા સ્પોર્ટ કોમ્પ્લેક્સ વડોદરા ખાતે સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડોદરાના વિવિધ સ્કૂલની વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો, ઓક્ઝિલિયન કોન્વેન્ટ હાઇસ્કૂલમાં ધોરણ 9માં અભ્યાસ કરતી ઝીલ કલ્પેશ પાટીલ 14 વર્ષની ઉંમર હોવા છતાં અંડર 17માં કરાટે સ્પર્ધામાં ભાગ લઈ ગોલ્ડ મેડલ જીતીને વડોદરાને ગૌરવ અપાવ્યું છે અને તેની ગુજરાત રાજ્ય સ્કૂલ ગેમ કરાટે ચેમ્પિયનશિપ માટે પસંદગી થઈ હતી.
ત્યારબાદ ઝીલ પાટીલ ચાર દિવસ પહેલા ટેકવાન્ડો કોમ્પિટિશનમાં પણ ગોલ્ડ મેડલ વિજેતા બની છે આ રીતે ઝીલ પાટીલ ગુજરાતમાં શાળાકીય રમત સ્પર્ધાના ઇતિહાસમાં પહેલીવાર કોઈ દીકરી ચાર દિવસમાં બે અલગ અલગ સ્પર્ધામાં બે ગોલ્ડ મેડલ સાથે વિજેતા બની છે. ઝીલ ગુજરાતની પ્રથમ દીકરી છે જેની પાસે કરાટે , કિક બોક્સિંગ અને ટેકવાન્ડો આમ વિભિન્ન સ્પર્ધાના ગોલ્ડ મેડલ વિજેતા બનેલ છે , ઝીલ પાટીલે 12 વર્ષની ઉંમરે બ્લેકબેલ્ટ ની ડિગ્રી મેળવી લીધેલ છે . તે કરાટે પ્રતીકસર તથા અનુસરસ પાસે શીખે છે અને ટેકવાન્ડો તેના પિતા કલ્પેશ પાટીલ તેને શીખવે છે .
જુનૈદ ઝફર ખાનનું ઓસ્ટ્રેલિયામાં મેદાન પર મોત: 41.7 ડિગ્રી સેલ્સિયસ ગરમીમાં અકસ્માત. તાજેતરના ક્રિકેટ સમાચાર અને ગરમીની અસર જાણો.
પાકિસ્તાન ટીમ અને તેના ખેલાડીઓ ખૂબ જ ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. ચેમ્પિયન્સ ટ્રોફીમાં ખૂબ જ ખરાબ પ્રદર્શન બાદ, પાકિસ્તાની ટીમ નવી શરૂઆતના ઇરાદા સાથે ન્યુઝીલેન્ડ પહોંચી હતી, પરંતુ અહીં પણ નસીબ તેમનો સાથ ન આપ્યો.
IPL 2025 Match Time: IPLની આ સીઝનની પહેલી મેચ 22 માર્ચે રમાશે. આ દિવસે ફક્ત એક જ મેચ છે, પરંતુ 23 માર્ચે બે મેચ રમાશે. આવી સ્થિતિમાં, તમારા માટે આ મેચોના સમય વિશે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.