જ્હોન અબ્રાહમે ઈન્ડિયન ઓઈલનું સર્વો હાઈપરસ્પોર્ટ F5 અને સર્વો ગ્રીસ મિરેકલ લોન્ચ કર્યાં
સર્વોના બ્રાન્ડ એમ્બેસેડર અને લોકપ્રિય ભારતીય ફિલ્મ અભિનેતા જ્હોન અબ્રાહમે નવી દિલ્હીમાં આયોજિત એક સમારંભમાં મોટરસાઇકલ માટેનું સંપૂર્ણપણે સિન્થેટિક 4ટી એન્જિન ઓઇલ SERVO હાઇપરસ્પોર્ટ F5 લોન્ચ કર્યું હતું. આ ઉપરાંત એક ઇનોવેટિવ પ્રીમિયમ ગ્રીસ સર્વોગ્રીસ મિરેકલ પણ લોન્ચ કરવામાં આવ્યું હતું.
સર્વોના બ્રાન્ડ એમ્બેસેડર અને લોકપ્રિય ભારતીય ફિલ્મ અભિનેતા જ્હોન અબ્રાહમે નવી દિલ્હીમાં આયોજિત એક સમારંભમાં મોટરસાઇકલ માટેનું સંપૂર્ણપણે સિન્થેટિક 4ટી એન્જિન ઓઇલ SERVO હાઇપરસ્પોર્ટ F5 લોન્ચ કર્યું હતું. આ ઉપરાંત એક ઇનોવેટિવ પ્રીમિયમ ગ્રીસ સર્વોગ્રીસ મિરેકલ પણ લોન્ચ કરવામાં આવ્યું હતું.ઇન્ડિયન ઓઇલના ચેરમેન શ્રી એસ એમ વૈદ્ય, બોર્ડના સભ્યો, ચેનલ પાર્ટનર્સ અને ગ્રાહકો ઉપરાંત કંપનીના વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં આ અભૂતપૂર્વ નવા ઉત્પાદનોનું અનાવરણ કરવામાં આવ્યું હતું.
4T એન્જિન ઓઈલ લોન્ચ કરતા જ્હોન અબ્રાહમે જણાવ્યું હતું કે, "એક ઉત્સાહી બાઇકર હોવાને કારણે, સર્વોહાઇપરસ્પોર્ટ F5 મોટરસાઇકલ એન્જિન ઓઇલના શાનદાર લોન્ચિંગનો ભાગ બનીને હું રોમાંચનો અનુભવ કરી રહ્યો છું.આ પ્રસંગે ઇન્ડિયન ઓઇલના ચેરમેન શ્રી એસ એમ વૈદ્યએ જણાવ્યું હતું કે, ભારતીય લુબ્રિકન્ટ સુપર બ્રાન્ડ સર્વોએ વિશ્વાસ, વિશ્વસનીયતા અને નવીનતાનું પ્રતીક છે અને અમારા બ્રાન્ડ એમ્બેસેડર, જ્હોન અબ્રાહમ, સર્વોની સાચી ભાવનાને પ્રતિબિંબિત કરે છે. ઇન્ડિયન ઓઇલ ખાતે અમે અમારા ગ્રાહકોને નવીન અને સ્થાયી સમાધાનો પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છીએ. અમે મોટરસાઈકલ માટેના હાઈ-પરફોર્મન્સ સિન્થેટિક ઓઈલ સર્વો હાઈપરસ્પોર્ટF5 સંપૂર્ણ સિન્થેટિક 4ટી એન્જિન ઓઈલ તથા ભારે ઔદ્યોગિક કામકાજ માટેના સસ્ટેઈનેબલ ગ્રીસ ગ્રીસ મિરેકલ એમ બે નવા ઉત્પાદનો લોન્ચ કરીને અત્યંત રોમાંચનો અનુભવ કરી રહ્યાં છીએ. સર્વો નવીનતાની સીમાઓને સતત આગળ વધારતું રહી પોતાના ગ્રાહકોને શ્રેણીમાં શ્રેષ્ઠ અનુભવ ઉપલબ્ધ બનાવે છે અને ગુણવત્તા અને કામગીરીમાં સતત વિકસિત થઈ નવા માપદંડો સ્થાપિત કરશે.
ઇન્ડિયન ઓઇલના ડિરેક્ટર (માર્કેટિંગ) શ્રી વી સતીશ કુમારે તેમના સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે, મજબૂત ફંડામેન્ટલ્સને કારણે આ શક્ય બન્યું છે, જેના પર આ બ્રાન્ડ સ્થાપિત કરવામાં આવી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, સર્વોછેલ્લાં 20 વર્ષથી સુપર બ્રાન્ડ છે. તેનું કારણ તેની મજબૂત રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સુવિધા છે, જે વિશ્વ સ્તરીય ફોર્મ્યુલેશનનું ઉત્પાદન કરે છે. તેમણે વ્યાપક માર્કેટિંગ ચેનલનું પીઠબળ ધરાવતી કંપનીની માર્કેટિંગ શ્રેષ્ઠતાની પણ પ્રશંસા કરી હતી.
તેમણે ગૌરવપૂર્ણ 50 વર્ષ અને આત્મનિર્ભરતા અભિયાનમાં સર્વો દ્વારા ભજવાઈ રહેલી ભૂમિકા વિશે પણ વાત કરી હતી. અદભૂત વૃદ્ધિના માર્ગ વિશે બોલતાં તેમણે એમ પણ જણાવ્યું હતું કે બ્રાન્ડ સર્વો માટે ઇન્ડિયન ઓઇલ એક ઉંચું વિઝન ધરાવે છે અને અમે 2030 સુધીમાં વોલ્યુમને ત્રણ ગણો કરવાનું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે. ઇન્ડિયન ઓઇલના ડિરેક્ટર (રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ) ડો.એસ.એસ.વી.રામાકુમારે આ પ્રોડક્ટ્સ રજૂ કરતી વખતે જણાવ્યું હતું કે સર્વો હાયપરસ્પોર્ટ F5 વિશ્વના સર્વોચ્ચ પરફોર્મન્સના માપદંડોને પૂર્ણ કરે છે, જે નવી પેઢીનું સંપૂર્ણ સિન્થેટિક મલ્ટિગ્રેડ લ્યુબ્રિકન્ટ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સર્વો ગ્રીસ મિરેકલ, સ્વદેશી રીતે ઉપલબ્ધ કાચા માલ અને કેમેસ્ટ્રીથી વિકસિત કરાયું છે.
સર્વોહાઇપરસ્પોર્ટ F5 એ ભારતના સર્વોચ્ચ ક્રમ ધરાવતા અને વૈશ્વિક ફોર્ચ્યુન 500ની યાદીમાં સ્થાન ધરાવતા એનર્જી પીએસયુ તરફથી ભારતના ઉત્સાહિત બાઈકર્સ માટેનું એક અદભૂત ઉત્પાદન છે. આ ઉત્પાદનને સંપૂર્ણ સિન્થેટિક બેઝ ઓઈલ અને સુસંગત એડિટિવ સિસ્ટમ્સથી તૈયાર કરવામાં આવ્યું છે જે નવીનતમ આંતરરાષ્ટ્રીય ધોરણોને પૂર્ણ કરે છે. આ એન્જિન ઓઇલનો ઉપયોગ તમામ પ્રકારની મોટરસાયકલોમાં થઈ શકે છે, જેમાં બીએસ VI-2 (OBD) નિયમનોનું પાલન કરતા લેટેસ્ટ મોડલ્સ તેમજ મિડ-ટુ-હાઇ ડિસ્પ્લેસમેન્ટ બાઇકનો સમાવેશ થાય છે. આ નવું સંશોધનાત્મક ઉત્પાદન અત્યંત ઠંડી અને ગરમ એમ બંને પ્રકારની આબોહવા ધરાવતા પ્રદેશોમાં અત્યંતબહેતર પ્રદર્શન કરવા માટે બનાવવામાં આવ્યું છે, જે તેને સાચા બાઇકર્સ માટે યોગ્ય સાથી બનાવે છે.
સર્વોગ્રીસ મિરેકલ એ ગ્રીસ અને લ્યુબ્રિકન્ટ ઉદ્યોગમાં હાંસલ કરાયેલી એક નવી સફળતા છે. આ નવીનતમ સંશોધન લિથિયમ-આધારિત ગ્રીસનો વિશ્વસનીય અને ઉચ્ચ-કાર્યક્ષમતા ધરાવતો વિકલ્પ પૂરો પાડે છે, જે આત્મનિર્ભર ભારત અને આપણા રાષ્ટ્રના સાતત્યપૂર્ણ વિકાસમાં ફાળો આપે છે. ઇન્ડિયન ઓઇલ દ્વારા અગ્રણી લ્યુબ્રિકન્ટ બ્રાન્ડ સર્વોને 1972માં લોન્ચ કરવામાં આવી હતી. સર્વો પેટ્રોલિયમ ક્ષેત્રે ભારતના સ્વદેશી પ્રયાસોને દર્શાવે છે, જેને ઇન્ડિયન ઓઇલના સંશોધન અને વિકાસ કેન્દ્રમાં વિકસાવવામાં આવ્યું છે, અને તે ફરિદાબાદમાં એશિયાની સૌથી આધુનિક સુવિધાઓ પૈકીની એક છે.
હમ આયે હૈં: ગણપત તવ બ્રાન્ડ મિસ્ટ્રી બ્રાન્ડ સાથેના શબ્દોના યુદ્ધમાં દંગ રહી ગઈ. 'હમ આયે હૈં' ની સંવેદનામાં મસાલો ઉમેરવા માટે, તેઓ શબ્દોના યુદ્ધમાં જોડાતા ગણપત તવ બ્રાન્ડને દંગ કરે છે.
11 દેશમાં 320થી વધુ શોરૂમ સાથે વૈશ્વિક સ્તરે 6ઠ્ઠી સૌથી વિશાળ જ્વેલરી રિટેઈલર મલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સ દ્વારા તેના નવીનતમ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે એનટીઆર જુનિયર તરીકે પણ ઓળખાતા સુપરસ્ટાર નંદમુરી તારક રામા રાવને સાઈન કરાયો છે. એનટીઆર જુનિયર મલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સની આગામી કન્ઝ્યુમર કેમ્પેઈનમાં જોવા મળશે.