સમગ્ર ગુજરાતમાં 5 ડિસ્ટ્રીબ્યુટર શોરૂમના ઉદ્ઘાટન સાથે જોય ઈ-બાઈકે તેની હાજરી વિસ્તારી
બ્રાન્ડ જોય ઇ-બાઇક હેઠળ ઇલેક્ટ્રિક વાહનોના ભારતના અગ્રણી ઉત્પાદકોમાંના એક વોર્ડવિઝાર્ડ ઇનોવેશન્સ એન્ડ મોબિલિટી લિમિટેડે આજે ગુજરાતના 5 વિવિધ શહેરોમાં 5 એક્સક્લુઝિવ ડિસ્ટ્રીબ્યુટર શોરૂમના ઉદ્ઘાટનની ગર્વભેર જાહેરાત કરી હતી.
બ્રાન્ડ જોય ઇ-બાઇક હેઠળ ઇલેક્ટ્રિક વાહનોના ભારતના અગ્રણી ઉત્પાદકોમાંના એક વોર્ડવિઝાર્ડ ઇનોવેશન્સ એન્ડ મોબિલિટી લિમિટેડે આજે ગુજરાતના 5 વિવિધ શહેરોમાં 5 એક્સક્લુઝિવ ડિસ્ટ્રીબ્યુટર શોરૂમના ઉદ્ઘાટનની ગર્વભેર જાહેરાત કરી હતી. આ જાહેરાત ભારતભરમાં હાજરી સ્થાપિત કરવા માટે કંપનીની વ્યૂહાત્મક વિસ્તરણ યોજનાનો એક ભાગ છે. આ શોરૂમ વિતરકો અને ડીલરો માટે કાર્યક્ષમ સપ્લાય ચેઈન મેનેજમેન્ટ
સુનિશ્ચિત કરશે અને દેશના ખૂણેખૂણેથી ગ્રાહકો માટે વાહનો મેળવવાની સરળતામાં વધારો કરશે.
આ પહેલ કંપનીના નેટવર્ક વિસ્તરણ અને ડિસ્ટ્રીબ્યુશન-ડીલર મોડલ રિસ્ટ્રક્ચરિંગમાં નોંધપાત્ર સીમાચિહ્નરૂપ છે. આ ડિસ્ટ્રીબ્યુટર શોરૂમનું ઉદઘાટન જોય ઈ-બાઈકની રાષ્ટ્રીય સ્તરે અને ટિયર-2, ટિયર-3 શહેરોમાં ડીલરો તેમજ ગ્રાહકો સાથે મજબૂત સંબંધોને પ્રોત્સાહન આપવા માટેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
વ્યાપક વેચાણ અને સેવા સુવિધાઓથી સજ્જ આ ડિસ્ટ્રીબ્યુટર શોરૂમ્સ ગુજરાતમાં જોય ઈ- બાઈકના વિસ્તરણ માટે મહત્વપૂર્ણ કેન્દ્રો તરીકે સેવા આપે છે. આ શોરૂમ રાઇડર્સ માટે ટકાઉપણાના ઉચ્ચ ધોરણો લાવવા માટે પોલી ડાયસાયકલોપેન્ટાડીન મટીરીયલ (પીડીસીપીડી)થી બનેલ હાઇ-સ્પીડ ઇલેક્ટ્રિક સ્કૂટર મિહોસ સહિત ઓછી અને હાઇ-સ્પીડ ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર્સની વ્યાપક રેન્જ ઓફર કરે છે.
આ પ્રીમિયમ શોરૂમ એક ડગલું આગળ વધીને ગ્રાહકોને અનુભવ અને નિષ્ણાંતોની સમર્પિત ટીમ દ્વારા પ્રોડક્ટ્સની વિગતવાર સમજ પ્રદાન કરશે. આ સાથે કંપની તેમના આદરણીય ગ્રાહકોની મુસાફરીની જરૂરિયાતો અને સગવડને શ્રેષ્ઠ રીતે અનુરૂપ એવા શ્રેષ્ઠ સોલ્યુશન્સ પ્રદાન કરવાની ખાતરી આપે છે. આ નવીનતા અને ઉચ્ચ ગુણવત્તાના ધોરણો માટે પ્રતિબદ્ધ રહેવાની સાથે શ્રેષ્ઠ ગ્રાહક-કેન્દ્રિત અનુભવને અનુરૂપ બનાવવાની કંપનીની અતૂટ પ્રતિબદ્ધતાનું ઉદાહરણ આપે છે.
નેટવર્ક વિસ્તરણ અંગે ટિપ્પણી કરતા વોર્ડવિઝાર્ડ ઇનોવેશન્સ એન્ડ મોબિલિટી લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી યતિન ગુપ્તેએ જણાવ્યું હતું કે, “અમને ગુજરાતમાં પાંચ સહિત સાત રાજ્યોમાં 12 જોય ઇ-બાઇક ડિસ્ટ્રીબ્યુટર શોરૂમ ખોલવાની જાહેરાત કરતાં આનંદ થાય છે. આ માઇલસ્ટોન અસાધારણ ગ્રાહક અનુભવો પહોંચાડવા અને અમારી સપ્લાય ચેઇનને સુવ્યવસ્થિત કરવા માટેની અમારી પ્રતિબદ્ધતાને રજૂ કરે છે.
અમારી અદ્યતન સુવિધાઓ અને શ્રેષ્ઠ વેચાણ અને સેવા સંસાધનો દ્વારા, અમારું લક્ષ્ય અમારા મૂલ્યવાન ગ્રાહકો માટે સીમલેસ ખરીદી અને માલિકી પ્રવાસ પ્રદાન કરવાનો છે. આ વિસ્તરણ એ અમારા તાલુકા-સ્તરના ડીલરો સાથે મજબૂત સંબંધો બનાવવાના અમારા સમર્પણ અને ઈ-બાઈક ઉદ્યોગમાં ક્રાંતિ લાવવાના અમારા વિઝનનો પુરાવો છે. અમે અમારા નેટવર્કને વધુ વિસ્તૃત કરવા અને રાષ્ટ્રવ્યાપી ગ્રાહકો સાથે કાયમી જોડાણો બનાવવા માટે આતુર છીએ.”
ક્રમ નંબર | ડીલરનું નામ | સરનામું | જિલ્લો | રાજ્ય |
1 | ક્રિષ્ના એન્ટરપ્રાઈઝીસ | એડવાન્સ કોમ્પ્લેક્સ, એ-2 બિલ્ડિંગ, ગ્રાઉન્ડ ફ્લોર, શોપ નંબર એ-2/1, એનએચ-8, વાપી, ગુજરાત – 396191 |
વલસાડ | ગુજરાત |
2 | જોય ઈ-બાઈક નવસારી | 4633/2, પાર્શ્વનાથ સોસાયટી, કબીલપોર, નવસારી, ગુજરાત-396427 |
નવસારી | ગુજરાત |
3 | જોય ઈ-બાઈક રાજપીપળા | ગ્રાઉન્ડ ફ્લોર-27/28/29, વિનય કોમ્પ્લેક્સ, સીટ નંબર-32, સર્વે નંબર- 153, તાલુકો-નાંદોદ, જિલ્લો-નર્મદા, રાજપીપળા, ગુજરાત-393145 |
નર્મદા | ગુજરાત |
4 | જોય ઈ-બાઈક ડભોઈ | ગ્રાઉન્ડ ફ્લોર-2/3/4-વેગા પોઈન્ટ શોપિંગ સેન્ટર, ડભોઈ, વડોદરા રોડ, ડભોઈ, ગુજરાત |
વડોદરા | ગુજરાત |
5 | કર્મા ઈ-વ્હીકલ્સ |
એસ/1, સ્વપ્નિલ 5, કોમર્સ છ રસ્તા |
અમદાવાદ પશ્ચિમ |
ગુજરાત |
ગુજરાત ઉપરાંત કંપનીએ રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, બિહાર, ઓડિશા, દિલ્હી અને મહારાષ્ટ્ર સહિત અન્ય છ રાજ્યોમાં પણ ડિસ્ટ્રીબ્યુટર શોરૂમનું ઉદ્ઘાટન કર્યું છે.
વ્યૂહાત્મક પગલામાં કંપનીએ તાજેતરમાં જિલ્લા સ્તરે 150 ડિસ્ટ્રીબ્યુટર શોરૂમ સ્થાપીને તેના ડિસ્ટ્રીબ્યુટર-ડીલર મોડલની પુનઃરચના કરવાની તેની યોજનાનું પણ અનાવરણ કર્યું છે. આ પરિવર્તનકારી પગલાનો હેતુ સપ્લાય ચેઇનની કાર્યક્ષમતા વધારવા તેમજ ગ્રાહકો માટે વાહનની સુલભતામાં સુધારો કરવાનો છે. દેશભરમાં 600થી વધુ ટચપોઇન્ટ્સના વ્યાપક નેટવર્ક સાથે, નવું ડિસ્ટ્રીબ્યુશન મોડલ ઉચ્ચ પ્રદર્શન કરતા તાલુકા ડીલરોને જિલ્લા ડિસ્ટ્રીબ્યુટર તરીકે સશક્ત બનાવે છે.
મહારાષ્ટ્ર સરકારે મંગળવારે 1 જુલાઈ, 2024 થી અમલમાં આવતા 5મા પગાર પંચના અપરિવર્તિત પગાર ધોરણ હેઠળ તેના કર્મચારીઓના મોંઘવારી ભથ્થા (DA) માં 12 ટકાનો વધારો કરવાનો આદેશ જારી કર્યો છે. સરકારી ઠરાવ (GR) મુજબ, DA 443 ટકાથી સુધારીને 455 ટકા કરવામાં આવ્યો છે.
આજના કારોબારમાં, આઇટી, મેટલ, ઓઇલ અને ગેસ, ઉર્જા, કેપિટલ ગુડ્સ, પીએસયુ બેંકો, રિયલ્ટીમાં 0.5-1 ટકાનો ઘટાડો થયો.
ભારતમાં અગ્રણી પ્રીમિયમ કાર ઉત્પાદક હોંડા કાર્સ ઈન્ડિયા લિ. (એચસીઆઈએલ) દ્વારા ઘરઆંગણે તેમ જ આંતરરાષ્ટ્રીય બજારમાં સફળતાને પગલે તેની વૈશ્વિક એસયુવી મોડેલ હોંડા એલીવેટનું 1 લાખનું એકત્રિત વેચાણનું માઈલસ્ટોન પાર કર્યું છે.