જોય ઈ-બાઇક દ્વારા મજબૂત બનતું ડિસ્ટ્રિબ્યુશન નેટવર્ક
ભારતના અગ્રણી ઇલેક્ટ્રિક વેહિકલ્સ મેન્યુફેક્ચરિંગ પૈકીની એક એવી વોર્ડવિઝાર્ડ ઇનોવેશન્સ એન્ડ મોબિલિટી લિ. ‘જોય ઈ-બાઇક’ બ્રાન્ડ હેઠળ પોતાના ઝડપી વિસ્તરણ-પ્રવાસમાં એક નોંધપાત્ર સિદ્ધિની જાહેરાત કરે છે.
વડોદરા : ભારતના અગ્રણી ઇલેક્ટ્રિક વેહિકલ્સ મેન્યુફેક્ચરિંગ પૈકીની એક એવી વોર્ડવિઝાર્ડ ઇનોવેશન્સ એન્ડ મોબિલિટી લિ. ‘જોય ઈ-બાઇક’ બ્રાન્ડ હેઠળ પોતાના ઝડપી વિસ્તરણ-પ્રવાસમાં એક નોંધપાત્ર સિદ્ધિની જાહેરાત કરે છે. તેની એક અભૂતપૂર્વ સિદ્ધિમાં આ બ્રાન્ડે ભારતભરમાં માત્ર છ માસના આશ્ચર્યજનક સમયગાળામાં 750થી વધારે ટચ-પોઇન્ટ્સ ઉપરાંત 100થી વધારે વિશિષ્ટ ડિસ્ટ્રિબ્યુટર શોરૂમનું સફળ ઉદ્દઘાટન કર્યું છે.
આ વિશિષ્ટ ડિસ્ટ્રિબ્યુટર શોરૂમો પશ્ચિમમાં મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન તથા મધ્ય પ્રદેશમાં આવેલાં છે; તો, ઉત્તરમાં દિલ્હી, ચંદીગઢ, હરિયાણા, પંજાબ, જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશ; પૂર્વમાં બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, ઓડિશા અને પશ્ચિમ બંગાળ તથા દક્ષિણમાં તામિલનાડુ એમ સમગ્ર ભારતમાં વ્યૂહાત્મક રીતે લંબાઈ તથા પહોળાઈમાં ફેલાયેલાં છે. આ બધાં શો-રૂમોમાં તાજેતરમાં લોન્ચ થયેલા મેઇડ ઇન ઇન્ડિયા પ્રોડક્ટ MIHOS સહિત લો અને હાઈ સ્પીડ ઇલેક્ટ્રિક ટુ—વ્હીલર્સની વ્યાપક શ્રેણી ઉપલબ્ધ છે. વળી, પોલી ડાયસાઇક્લો-પેન્ટાડિન મટીરિયલ (PDCPD) સાથે જોડાયેલ એવું MIHOS હાઈ સ્પીડ ઇલેક્ટ્રિક સ્કૂટર રાઇડરો માટે ટકાઉપણું તથા કામગીરીની દૃષ્ટિએ નોંધપાત્ર બાબત બની રહે તે પ્રકારનું છે.
આ નોંધપાત્ર સિદ્ધિ અંગે બોલતાં વોર્ડવિઝાર્ડ ઇનોવેશન્સ એન્ડ મોબિલિટી લિ.ના ચેરમેન તથા મેનેજિંગ ડિરેક્ટર યતિન ગુપ્તેએ જણાવ્યું હતું કે, “ભારતમાં ઇલેક્ટ્રિક મોબિલિટીના ક્ષેત્રમાં પ્રાથમિક પ્રમોટરો પૈકીના એક તરીકે માત્ર છ મહિનાના ગાળામાં 100થી વધારે ડિસ્ટ્રિબ્યુટર શોરૂમોનું ઉદ્દઘાટન કરવાની અનોખી સિદ્ધિએ પહોંચવું એ ગ્રાહકોને શ્રેષ્ઠ અનુભવો આપવા પ્રત્યેની તથા અમારી સપ્લાય-ચેનલને સુવ્યવસ્થિત કરવા પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાનો સાચો પુરાવો છે. અમે અમારા તાલુકા-સ્તરના ડીલરો સાથે મજબૂત સંબંધો બાંધવા અને ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર ઉદ્યોગમાં પરિવર્તન લાવવા માટે તથા દેશભરમાં ફેલાયેલા ગ્રાહકો સાથે કાયમી જોડાણ માટે સમર્પિત છીએ. સાથોસાથ, અમે અમારા અદ્યતન સુવિધાઓ તથા અસાધારણ વેચાણ અને સેવા-સંસાધનોના માધ્યમથી અમારા માનવંતા ગ્રાહકો માટે એકીકૃત ખરીદી અને માલિકીનો અનુભવ પ્રદાન કરવાનો પણ લક્ષ્યાંક રાખીએ છીએ. આ વિકાસ વિઘ્નરહિત અનુભવ પ્રદાન કરવા માટે દેશના છેવાડાના ગ્રાહકો સુધી પહોંચવાની અમારી પ્રતિબદ્ધતાને પુષ્ટિ આપે છે.”
આ પ્રીમિયમ શોરૂમને અન્યથી અલગ તારવી આપનાર બાબત ખરેખર તો તેમાં સમર્પિત નિષ્ણાતો દ્વારા ગ્રાહકોને અપાતું ઊંડું માર્ગદર્શન તથા પ્રોડક્ટની ગહન સમજણ છે. ગ્રાહકોને કેન્દ્રમાં રાખીને પ્રોડક્ટ તથા સર્વિસ પૂરી પાડવાના કંપનીના ધ્યેયને આ બાબત અનુરૂપ છે.
સમગ્ર ભારતભરામાં પોતાની હાજરી વધારવા માટેની પ્રતિબદ્ધતા તથા ડીલરો તેમજ ગ્રાહકો સાથેના સંબંધને વધારે મજબૂત કરવા પ્રત્યેની ‘જોય ઈ-બાઇક’ બ્રાન્ડની પ્રતિબદ્ધતા આ સિદ્ધિનો પુરાવો છે. કંપનીનો હેતુ દેશભરમાં ઈ-બાઇકની વધતી જતી માંગને પહોંચી વળવાનો છે.
વૈશ્વિક અનિશ્ચિતતાઓ અને સ્થાનિક પડકારો વચ્ચે તેની સ્થિતિસ્થાપકતા લંબાવીને ભારતીય શેરબજાર બુધવારે સકારાત્મક નોંધ પર ખુલ્યું હતું.
દેશની મુખ્ય સરકારી ઓઇલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના નવીનતમ ભાવોની જાહેરાત કરી છે, જે આજે યથાવત છે.
ભારતીય બેન્ચમાર્ક સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટી મંગળવારે સકારાત્મક નોંધ પર બંધ થયા હતા