જોય ઇ-બાઇક 3-મેચની ટી20 સિરીઝ 2023 માટે આયર્લેન્ડની ઇન્ડિયા ટુર માટે ટાઇટલ સ્પોન્સર બન્યું
ભારતમાં ‘જોય ઇ-બાઇક’ બ્રાન્ડ હેઠળ ઇલેક્ટ્રિક વાહનોના અગ્રણી નિર્માતા વોર્ડવિઝાર્ડ ઇનોવેશન્સ એન્ડ મોબિલિટી લિમિટેડે રમત-ગમત સાથે તેની ભાગીદારીને મજબૂત કરતાં ઇન્ડિયા ટુર ઓફ આયર્લેન્ડ 2023 સાથે ‘ટાઇટલ સ્પોન્સર’ તરીકે પોતાના જોડાણની જાહેરાત કરીને ભારતમાં સ્વતંત્રતા દિવસની ઉજવણીના આનંદમાં ઉમેરો કર્યો છે.
ભારતમાં ‘જોય ઇ-બાઇક’ બ્રાન્ડ હેઠળ ઇલેક્ટ્રિક વાહનોના અગ્રણી નિર્માતા વોર્ડવિઝાર્ડ ઇનોવેશન્સ એન્ડ મોબિલિટી લિમિટેડે રમત-ગમત સાથે તેની ભાગીદારીને મજબૂત કરતાં ઇન્ડિયા ટુર ઓફ આયર્લેન્ડ 2023 સાથે ‘ટાઇટલ સ્પોન્સર’ તરીકે પોતાના જોડાણની જાહેરાત કરીને ભારતમાં સ્વતંત્રતા દિવસની ઉજવણીના આનંદમાં ઉમેરો કર્યો છે. આ નોંધપાત્ર સહયોગ ટૂર્નામેન્ટને
‘જોય ઇ-બાઇક કપ’ તરીકે ઓળખશે, જે રમત-ગમતની શ્રેષ્ઠતા અને ટકાઉ ઇનોવેશનના ફ્યુઝનનું પ્રતિક છે. તેની સાથે જોય ઇ-બાઇક ડબલિનમાં માલાહિડ ક્રિકેટ ક્લબ ગ્રાઉન્ડ ખાતે તાજેતરમાં લોંચ કરાયેલા ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર અને ‘મેડ ઇન ઇન્ડિયા’ પ્રોડક્ટ ‘મિહોસ’ને પણ પ્રદર્શિત કરી શકે છે.
આ પહેલાં જોય ઇ-બાઇકે ડબલિનમાં યોજાયેલી ઇન્ડિયા ટુર ઓફ આયર્લેન્ડ 2022માં ‘પાવર્ડ બાય પાર્ટનર’ તરીકે પણ સ્પોરન્સ કર્યું હતું. રમત-ગમત સાથે પોતાના સતત જોડાણ હેઠળ જોય ઇ-બાઇકે ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની 2021મી આવૃત્તિમાં ચેન્નઇ સુપર કિંગ્સના સત્તાવાર ઇવી પાર્ટનર તરીકે પણ ભાગીદારી કરી હતી.
વોર્ડવિઝાર્ડ ઇનોવેશન્સ એન્ડ મોબિલિટી લિમિટેડના માર્કેટિંગ અને બ્રાન્ડિંગના પ્રેસિડેન્ટ તરૂણ શર્માએ આ મહત્વપૂર્ણ ભાગીદારી વિશે વાત કરતાં કહ્યું હતું કે, “ભારતની સાંસ્કૃતિક ઓળખમાં ક્રિકેટ એક મહત્વપૂર્ણ માધ્યમ છે, જે દેશની વિવિધ ભાવનાઓને એકબીજા સાથે જોડે છે. ભારતમાં ક્રિકેટ એક રમતથી પણ વિશિષ્ટ છે અને તે જુસ્સા, ટીમવર્ક અને દ્રઢતાનું પ્રતિક છે, જે સમગ્ર દેશમાં ગુંજે છે. તે ભારતની ઉર્જા અને વિવિધતાને પ્રતિબિંબિત કરે છે, જ્યાં પરંપરા પ્રગતિ સાથે ખૂબજ સુંદર રીતે મિશ્રિત થાય છએ.
જોય ઇ-બાઇક ખાતે અમે ગતિશીલતાના મૂળમાં ટકાઉપણા ઉપર ધ્યાન કેન્દ્રિત કરતાં ભારતને એક મજબૂત અને ઇલેક્ટ્રિફાઇંગ ભવિષ્ય તરફ લઇ જવા પ્રેરિત કરી રહ્યાં છીએ. ઇનોવેટિવ અને ઇકો-ફ્રેન્ડલી પ્રોડક્ટ્સ પ્રદાન કરવાની અમારી કટીબદ્ધતા ક્રિકેટના અનુકૂળતા અને વિકાસના સિદ્ધાંતને પ્રતિબિંબિત કરે છે. અમારી પ્રોડક્ટ શ્રેણીનો ઉદ્દેશ્ય અમારા ગ્રાહકો માટે ખુશી અને પ્રેરણાની દરેક ક્ષણ પેદા કરવાનો છે. જોય ઇ-બાઇક કપનો સહયોગ એકતા અને પ્રગતિની શક્તિમાં અમારો વિશ્વાસ તેમજ ભારતના જુસ્સાને પ્રદર્શિત કરવા સાથે ઇવી સોલ્યુશન્સમાં અમારા નવીન પ્રયાસોનો પુરાવો છે.”
આ સહયોગ વિશે વાત કરતાં ક્રિકેટ આયર્લેન્ડના ચીફ ફાઇનાન્સિયલ ઓફિસર એન્ડ્રુ મે એ કહ્યું હતું કે, “અમે ટકાઉ ઇવી સોલ્યુશન્સમાં ભારતના અગ્રણી ઓટો નિર્માતા કંપની જોય ઇ-બાઇક સાથે સહયોગ કરીને આ રોમાંચક સફર શરૂ કરતાં ઉત્સાહિત છીએ. જેમ ક્રિકેટ જીવનના વિવિધ તબક્કાના ચાહરોને એકજૂટ કરે છે તેમ આ ભાગીદારી ઇનોવેશન અને હરિયાળા ભવિષ્ય માટેની અમારી કટીબદ્ધતાને એક કરે છે. અમે આઇરિશ અને ભારતીય ક્રિકેટ ટીમને આ રોમાંચક સિરિઝ માટે આમંત્રિત કરી રહ્યાં છીએ ત્યારે અમે જોય ઇ-બાઇકને ભાગીદાર તરીકે આમંત્રિત કરતાં પણ ઉત્સાહિત છીએ, જે અમારા મૂલ્યો અને આકાંક્ષાઓ સાથે સુસંગત છે. આ ભાગીદારી જોડાણથી પણ વિશેષ છે, જે રમત અને ઇન્ડસ્ટ્રી બંન્ને સ્વચ્છ અને વધુ ઇનોવેટિવ ભાવિની દિશામાં આગળ વધી રહ્યાં છે, તે સૂચવે છે. ભેગા મળીને અમે રમત-ગમત અને ટેક્નોલોજી, પરંપરા અને ઇનોવેશનના વિશિષ્ટ મિશ્રણની ઉજવણી કરી એ છીએ તથા આ સિરિઝ માટે ખૂબજ ઉત્સાહિત છીએ, જેમાં જોય ઇ-બાઇક ઇલેક્ટ્રિક વાહનોની વિશાળ શ્રેણી પ્રસ્તુત કરશે. અમે સફળ ભાગીદારી અને રોમાંચથી ભરપૂર સિરિઝ માટે સજ્જ છીએ.”
આ સિરિઝમાં ત્રણ ટી20 મેચ છે, જેમાં જસપ્રિત બુમરાહ ભારતીય ટીમના કેપ્ટન રહેશે, જ્યારે કે પોલ સ્ટર્લિંગ આયર્લેન્ડ ક્રિકેટ ટીમનું નેતૃત્વ કરશે. આ મેચ જિયોસિનેમા એપ અને સ્પોર્ટ્સ18 ચેનલ ઉપર પ્રસારિત થશે. ભારત અને આયર્લેન્ડ મેચ ટી20 સિરિઝ ડબલિનમાં માલાહિડ ક્રિકેટ ક્લબ ગ્રાઉન્ડમાં યોજાશે. બંન્ને દેશો વચ્ચે મેચ 18 ઓગસ્ટથી 23 ઓગસ્ટ, 2023 દરમિયાન યોજાશે.
18 ઓગસ્ટ 2023 આયર્લેન્ડ vsભારત પ્રથમ T20 માલાહિડ
20 ઓગસ્ટ 2023 આયર્લેન્ડ vsભારત બીજી T20 માલાહિડ
23 ઓગસ્ટ 2023 આયર્લેન્ડ vsભારત ત્રીજી T20 માલાહિડ
કર્મચારીઓ માટે Dearness Allowance (DA) કહેવામાં આવે છે, જ્યારે પેન્શનરો માટે તેને મોંઘવારી રાહત (DR) કહેવામાં આવે છે. આ વધારાનો લાભ તમામ સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને મળશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સરકાર મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો જાહેર કરી શકે છે.
આજે બજારમાં મજબૂત ગતિ સાથે વેપાર શરૂ થયો. તમને જણાવી દઈએ કે સોમવારે પણ શેરબજાર રિકવરી સાથે બંધ થયું હતું. ગઈકાલે, BSE સેન્સેક્સ 341.04 પોઈન્ટના વધારા સાથે 74,169.95 પોઈન્ટ પર અને નિફ્ટી 111.55 પોઈન્ટના વધારા સાથે 22,508.75 પોઈન્ટ પર બંધ થયો હતો.
સોમવારે, સેન્સેક્સની 30 માંથી 20 કંપનીઓના શેર વધારા સાથે લીલા રંગમાં બંધ થયા હતા અને 10 કંપનીઓના શેર નુકસાન સાથે લાલ રંગમાં બંધ થયા હતા. બીજી તરફ, નિફ્ટી ૫૦ ની ૫૦ કંપનીઓમાંથી ૩૩ કંપનીઓના શેર વધારા સાથે લીલા નિશાનમાં બંધ થયા હતા અને બાકીની ૧૭ કંપનીઓના શેર નુકસાન સાથે લાલ નિશાનમાં બંધ થયા હતા.