બાળકોમાં સ્પોર્ટ્સ પ્રત્યે ઉત્સાહ વધારવા અમદાવાદમાં જૂનિયર ટાઇટન્સની શરૂઆત
ગુજરાત ટાઇટન્સે અમદાવાદમાં એક રોમાંચક ઉદ્ઘાટન કાર્યક્રમ સાથે LALIGAના સહયોગથી પોતાના 'જુનિયર ટાઇટન્સ' પહેલની સફળતાપૂર્વક શરૂઆત કરી છે. 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં આઉટડોર સ્પોર્ટ્સ પ્રત્યે ઉત્સાહ વધારવા માટે સમર્પિત ‘લેટ્સ સ્પોર્ટ આઉટ’ (Let’s Sport Out) થીમ આધારિત આ ઇવેન્ટમાં શહેરની 28 શાળના 800 બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. હવે ગુજરાતના વિવિધ શહેરોમાં આગામી થોડાક અઠવાડિયામાં આ ઇવેન્ટ સિરીઝનું આયોજન કરવામાં આવશે.
અમદાવાદ: ગુજરાત ટાઇટન્સે અમદાવાદમાં એક રોમાંચક ઉદ્ઘાટન કાર્યક્રમ સાથે LALIGAના સહયોગથી પોતાના 'જુનિયર ટાઇટન્સ' પહેલની સફળતાપૂર્વક શરૂઆત કરી છે. 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં આઉટડોર સ્પોર્ટ્સ પ્રત્યે ઉત્સાહ વધારવા માટે સમર્પિત ‘લેટ્સ સ્પોર્ટ આઉટ’ (Let’s Sport Out) થીમ આધારિત આ ઇવેન્ટમાં શહેરની 28 શાળના 800 બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. હવે ગુજરાતના વિવિધ શહેરોમાં આગામી થોડાક અઠવાડિયામાં આ ઇવેન્ટ સિરીઝનું આયોજન કરવામાં આવશે.
'જુનિયર ટાઇટન્સ'ને લેટ્સ સ્પોર્ટ આઉટ થીમ સાથે હરિફાઇની તણાવ વગર રમતના આનંદ પર ધ્યાન કેન્દ્રિત કરીને નાના બાળકોમાં આઉટડોર એક્ટિવિટીના આનંદને પુનર્જીવિત કરવા માટે તૈયાર કરવામાં આવી છે. આ ઇવેન્ટનો ઉદ્દેશ્ય બાળકોને રમતના મેદાનમાં પાછા લાવવાનો છે, જેથી તેઓ રમતના સારી અને સાચા ખેલદિલીની ભાવનાનો આનંદ માણી શકે.
બાળકોએ વિવિધ રમતગમતની પ્રવૃતિનો ભરપૂર આનંદ ઉઠાવ્યો અને 'જુનિયર ટાઇટન' બનવાની વાસ્તવિક ભાવનાનો અનુભવ કર્યો હતો. આયોજકોએ યુવા વિદ્યાર્થીઓમાં સ્પોર્ટ્સ પ્રત્ય પ્રેમ જગાડવા હેતુ સમર્થન અને પ્રતિબદ્ધતા આપવા બદલ તમામ સહભાગી શાળાઓનો તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.
ગુજરાત ટાઇટન્સના સીઓઓ, કર્નલ અરવિન્દર સિંહે જણાવ્યું હતું કે, 'જુનિયર ટાઇટન્સ' એ નાના બાળકોમાં સ્પોર્ટ્સ પ્રત્યે જુસ્સો જગાડવા અને પ્રોત્સાહન આપવાની પહેલ છે. અમને આનંદ છે કે LALIGA બાળકોમાં સ્પોર્ટ્સ પ્રત્યેનો પ્રેમ પ્રગટાવવાના અમારા મિશનમાં અમારી સાથે જોડાયા છે. યુવા સહભાગીઓનો પ્રતિસાદ જબરજસ્ત રહ્યો છે અને અમને 28 શાળામાંથી 800 વિદ્યાર્થીઓની ભાગીદારી પ્રાપ્ત થઈ છે.
અમે ગુજરાતમાં એક આશાસ્પદ રમતગમતની વિરાસતનો પાયો નાખવા માટે આગામી કાર્યક્રમોમાં વધુ સારો અનુભવ આપવાનો પ્રયત્ન કરીશું, એવું જણાવતા LALIGA ઇન્ટરનેશનલ ડિપાર્ટમેન્ટના હેડ ઓક્ટાવી અનોરોએ કહ્યું કે, “યંગ ટેલેન્ટના જીવંત જોડાણને જોવી એ અમારા બાળકોને પ્રેરણા આપવા માટે સ્પોર્ટ્સના પાવરમાં અમારી માન્યતાની પુનઃપુષ્ટિ કરે છે. 'જુનિયર ટાઇટન્સ' માટે ગુજરાત ટાઇટન્સ સાથે આ સહયોગ સ્પોર્ટ્સના ભવિષ્યને આકાર આપવા માટે અમારી સામૂહિક પ્રતિબદ્ધતા દર્શાવે છે.
અંડર-14 એજ ગ્રૂપના તમામ બાળકો માટે શરૂ કરાયેલી આ ઇવેન્ટમાં ક્રિકેટ અને ફૂટબોલ ચેલેન્જીસ, ઇન્ટરેક્ટિવ ગેમ્સ અને ગુજરાત ટાઇટન્સની દુનિયાની વિશિષ્ટ ઝલક સહિતની ઇન્ટરેક્ટિવ એક્ટિવિટીઝની સિરીઝ દર્શાવવામાં આવી હતી. LALIGA સાથેના સહયોગે આ પહેલમાં એક અનોખું પ્રકરણ ઉમેર્યું છે, જેમાં યુવા સ્પર્ધકોને LALIGA ફૂટબોલ સ્કૂલના ટેકનિકલ ડિરેક્ટર શ્રી મિગ્યુએલ કેસલની દેખરેખમાં એક ફૂટબોલ માસ્ટર ક્લાસ ઓફર કરવામાં આવ્યો છે.
Champions Trophy 2025: ટીમ ઈન્ડિયાના ઉપ-કેપ્ટન શુભમન ગિલે ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં બેટિંગથી શાનદાર શરૂઆત કરી હતી અને બાંગ્લાદેશ સામેની મેચમાં શાનદાર અણનમ સદી ફટકારી હતી. હવે, ગિલની આ ઇનિંગ પછી, વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન રિકી પોન્ટિંગે તેની પ્રશંસા કરી છે અને એક મોટી આગાહી પણ કરી છે.
પશ્ચિમ રેલ્વેના અમદાવાદ મંડળના આસિસ્ટન્ટ ડિવિઝનલ મિકેનિકલ એન્જિનિયર, ગાંધીધામ શ્રી અમિત કુમાર એ એસબીડી નેશનલ ઓપન ક્લાસિક પાવરલિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2025માં શાનદાર પ્રદર્શન કરીને સિલ્વર મેડલ જીત્યો. આ પ્રતિષ્ઠિત સ્પર્ધા 19 થી 23 ફેબ્રુઆરી 2025 દરમિયાન પંજાબના ફગવાડા ખાતે આયોજિત કરવામાં આવી છે.
ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની ચોથી મેચ આજે પાકિસ્તાનના લાહોરમાં રમાશે, જ્યાં પરંપરાગત હરીફ ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ આમને-સામને ટકરાશે. બંને ટીમો તાજેતરની ODI શ્રેણીમાં સંઘર્ષ કરી રહી છે અને ટુર્નામેન્ટમાં મજબૂત શરૂઆત કરવા માટે ઉત્સુક રહેશે.