નાંદોદ તાલુકાના અંતરિયાળ ગામમાં પહોંચીને ગ્રામ સેવક ટીમ દ્વારા KYC ની કામગીરી હાથ ધરાઈ
મોટીભમરી ગામના પાંડિયાભાઈ વસાવા ચાલી નહિ શકતા તેથી પી એમ કિસાન સમ્માન નિધિ યોજના નો લાભ આપવા ગ્રામસેવક ટીનાબેન નાયક તેમના ઘરે પહોંચ્યા
(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના અંતરિયાળ ગામમાં જઈ ને હાલમાં પી. એમ. કિસાન સમ્માન નિધિ યોજનાનો આગામી હપ્તો લાભાર્થી ને મળે તે માટે ગ્રામ સેવક ટીમ દ્વારા ઘરે ઘરે જઈને kyc કરવામાં આવી રહ્યું છે.
જે મોટી ઉંમર ના લોકો માંટે વરદાન સાબિત થઇ રહ્યો છે તેવો જ એક કિસ્સો મોટીભમરી ગામના રહેવાસી પાંડિયાભાઈ તલસીભાઈ વસાવા ની ઉંમર ઘણી વધુ હોવાથી અને તેઓ ચાલી શકતા નથી તેથી પી એમ કિસાન સમ્માન નિધિ યોજના નો લાભ મેળવવા મા ઘણી સમસ્યા ઓ હતી. કિસાન સમ્માન નિધિ યોજના અંતર્ગત ખેડુત ખાતેદાર ને ૨ હજાર રૂપિયા નો હપ્તો મળે તે માટે ગ્રામસેવક ટીનાબેન એમ નાયક દ્વારા ગામ માં પહોંચી ને જરૂરી તમામ કાર્યવાહી પૂર્ણ કરી.
ખેડૂત લાભાર્થીને યોજનાનો લાભ મળતો થશે.એવી પ્રશંસનીય કામગીરી ગ્રામસેવક દ્વારા કરવામાં આવેલ છે.
નાંદોદના ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખે બેઠકમાં ઉપસ્થિત રહી પ્રજાના પ્રશ્નોનાને ઝડપી ઉકેલ લાવવા ઉપર ભાર મૂક્યો.
પશ્ચિમ રેલ્વે દ્વારા હોળીના તહેવાર અને ઉનાળાની ઋતુ દરમિયાન મુસાફરોની સુવિધા અને વધારાની ભીડ ધ્યાનમાં રાખીને તેમની મુસાફરીની માંગને પહોંચી વળવા માટે અસારવા-આગ્રા કેન્ટ વચ્ચે વિશેષ ભાડા પર ત્રિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે. જેની વિગતો નીચે મુજબ છે.
વર્ષ ૨૦૨૩-૨૪માં સુરેન્દ્રનગર જિલ્લામાં ૧,૭૯૪ હેક્ટર વિસ્તારમાં દાડમનું વાવેતર થયું; દાડમનું ઉત્પાદન ૧૮,૧૧૯ મે. ટન નોંધાયું.