તિલકવાડાના કાલાઘોડા ગામે વાંછરડીનો દીપડા એ કર્યો શિકાર : વન વિભાગ નિષ્ક્રિય
પ્રાપ્ત વિગત અનુસાર તિલકવાડા તાલુકાના કાલાઘોડા ગામે રાત્રિના સમય દરમિયાન દીપડાએ ઘર નજીક બાંધેલી વાંછરડી નો શિકાર કરતા સમગ્ર વિસ્તારમાં ડર જોવા મળી રહ્યો છે. અને ફોરેસ્ટ વિભાગ તરફથી પાંજરું મુકીને આ દીપડાને ઝડપી પાડવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.
(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : પ્રાપ્ત વિગત અનુસાર તિલકવાડા તાલુકાના કાલાઘોડા ગામે રાત્રિના સમય દરમિયાન દીપડાએ ઘર નજીક બાંધેલી વાંછરડી નો શિકાર કરતા સમગ્ર વિસ્તારમાં ડર જોવા મળી રહ્યો છે. અને ફોરેસ્ટ વિભાગ તરફથી પાંજરું મુકીને આ દીપડાને ઝડપી પાડવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.
ઉલ્લેખની એ છે કે તિલકવાડા તાલુકા માં ઘણા એવા વિસ્તાર છે જ્યાં જંગલી જાનવરો વસવાટ કરે છે અને અવાર નવાર આ જંગલી જાનવરો પશુઓ ઉપર હુમલો કરતા જોવા મળ્યા છે અને હાલમાં તિલકવાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં દીપડાએ આતંક મચાવ્યો છે જે વારંવાર પશુઓને શિકાર બનાવી રહયો હોવાની ઘટનાઓ સામે આવી રહી છે હાલ થોડા સમય પહેલા વાડિયા ગામથી વાછરડી ને ફાડી ખાધી હતી ત્યારબાદ વાસણ ગામે દીપડાએ બે વર્ષીય બકરી નો શિકાર કરવાની ઘટના બની ત્યારબાદ તેડીયા શાહપુર ગામે ઘર નજીક બાંધેલી પાડી ને દીપડાએ શિકાર બનાવી હતી હાલ વધુ એક ઘટના સામે આવી છે જેમાં તિલકવાડા તાલુકાના કાલાઘોડા ગામે રહેતા સૂકાભાઈ જેહાભાઈ તડવી જેઓ ખેતી અને પશુપાલન કરીને પોતાનું ગુજરાન ચલાવે છે તેમના ઘર નજીક બાંધેલી વાંછરડી ને રાત્રિના સમય દરમિયાન દીપડાએ શિકાર બનાવતા લોકો હવે ફફડી રહ્યા છે.
હાલ આ વિસ્તાર એવો છે જ્યાં ખેડૂતો ખેતી કરતા હોય છે અને દિવસ હોય કે રાત ખેડૂતોને ખેતરમાં અવર જવર કરવી પડે છે ત્યારે આ ઘટનાને પગલે આ વિસ્તારના લોકોમાં ડર જોવા મળી રહ્યો છે અને વારંવાર આવી બની રહેલી ઘટના ને ધ્યાન માં રાખી ને ફોરેસ્ટ વિભાગ તરફથી પાંજરું મુકીને આ દીપડાને ઝડપી પાડવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.જોકે અનેક ઘટના બનવા છતાં વન વિભાગ હજુ પણ ઘોર નિંદ્રા માં હોય તેમ લાગી રહ્યું છે.શું કોઈ માનવી નો જીવ જાય ત્યારબાદ વન વિભાગ હરકત માં આવશે..?
વીજળીની બચતને લોકો પોતાનો ધર્મ સમજીને પ્રમાણિકતાપૂર્વક પોતાનું કર્તવ્ય નિભાવશે તો બચાવેલી ઉર્જાનો વિકાસમાં, રાષ્ટ્ર નિર્માણમાં સદુપયોગ કરી શકાશે. વીજળીની બચતને આદત બનાવીએ : રાજ્યપાલ
બાળ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરે જણાવ્યું છે કે,બાળકોની સુરક્ષા અને તેમના અધિકારોનું સંરક્ષણ રાજ્ય સરકાર અને સમાજની પ્રાથમિક જવાબદારી છે જે અંતર્ગત ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા બાળ અધિકારો ના ભંગ અંગે "suo moto" કાર્યવાહી હાથ ધરીને જવાબદારો સામે ત્વરિત કાર્યવાહી કરવા સંબંધિતોને સૂચના આપવામાં આવી છે.
વિધાનસભા ગૃહ ખાતે રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતની નારીશક્તિ શિક્ષણ મેળવીને સન્માનપૂર્વક જીવન જીવી શકે તે માટે રાજ્ય સરકારે ચિંતા કરીને દીકરીઓના ભણતર માટે “વ્હાલી દીકરી યોજના” અમલમાં મૂકી હતી.