કલ્યાણ જ્વેલર્સે આણંદમાં તેનો નવા શોરૂમ લોંચ કરવાની જાહેરાત કરી
ભારતની સૌથી પ્રતિષ્ઠિત અને અગ્રણી જ્વેલરી બ્રાન્ડ્સ પૈકીની એક કલ્યાણ જ્વેલર્સે આજે વિદ્યાનગર મેઇન રોડ ખાતે તેના નવા શોરૂમના લોંચ સાથે આણંદમાં તેના પ્રવેશની જાહેરાત કરી છે. આ લોંચ સાથે કલ્યાણ જ્વેલર્સે ગુજરાતમાં કંપનીના સાતમાં શોરૂમ સાથે રાજ્યમાં તેની ઉપસ્થિતિને મજબૂત કરી છે. હાલમાં જ્વેલરી બ્રાન્ડ અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત, જામનગર જેવાં મુખ્ય બજારોમાં તેની ઉપસ્થિતિ ધરાવે છે.
ભારતની સૌથી પ્રતિષ્ઠિત અને અગ્રણી જ્વેલરી બ્રાન્ડ્સ પૈકીની એક કલ્યાણ જ્વેલર્સે આજે વિદ્યાનગર મેઇન રોડ ખાતે તેના નવા શોરૂમના લોંચ સાથે આણંદમાં તેના પ્રવેશની જાહેરાત કરી છે. આ લોંચ સાથે કલ્યાણ જ્વેલર્સે ગુજરાતમાં કંપનીના સાતમાં શોરૂમ સાથે રાજ્યમાં તેની ઉપસ્થિતિને મજબૂત કરી છે. હાલમાં જ્વેલરી બ્રાન્ડ અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત, જામનગર જેવાં મુખ્ય બજારોમાં તેની ઉપસ્થિતિ ધરાવે છે. કંપની તેની વૃદ્ધિને ટેકો આપવા તથા ગ્રાહકોને સરળ એક્સેસ પૂરી પાડવા માટે પ્રદેશમાં બ્રાન્ડની ઉપસ્થિતિ અને કામગીરીમાં સતત વિસ્તરણ કરી રહી છે. આ નવો લોંચ કરાયેલો શોરૂમ વિશ્વસ્તરીય માહોલમાં કલ્યાણ જ્વેલરી કલેક્શનમાંથી ડિઝાઇનની વિશાળ શ્રેણી પ્રસ્તુત કરશે.
નવા શોરૂમ વિશે પ્રતિક્રિયા આપતાં કલ્યાણ જ્વેલર્સના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર રમેશ કલ્યાણરમને કહ્યું હતું કે, “એક કંપની તરીકે અમે નોંધપાત્ર સીમાચિહ્ન હાંસલ કર્યું છે અને ગ્રાહકોના ખરીદીના અનુભવમાં વધારો કરવા માટે સમાવેશ ઇકોસિસ્ટમ તૈયાર કરવાની દિશામાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. અમે આણંદમાં અમારા નવા શોરૂમના લોંચની જાહેરાત કરતાં ઉત્સાહિત છીએ, જે ગુજરાતમાં અમારો 7મો શોરૂમ છે. અમે વૃદ્ધિના આગામી તબક્કામાં પ્રવેશી રહ્યાં છીએ અને ગુજરાત રાજ્યમાં અમારી ભૌગોલિક ઉપસ્થિતિમાં સતત વિસ્તરણ કરતાં અમે અમારા ગ્રાહકોને બેસ્ટ-ઇન-ક્લાસ શોપિંગ અનુભવ પૂરો પાડવા તથા વિશ્વાસ અને પારદર્શિતાના કંપનીના મૂલ્ય પ્રત્યે ખરા ઉતરવા કટીબદ્ધ છીએ.”
કલ્યાણ જ્વેલર્સ ખાતે વેચાતી તમામ જ્વેલરી બીઆઇએસ હોલમાર્ક છે અને શુદ્ધતાના બહુવિધ પરિક્ષણોમાંથી પસાર થાય છે. ગ્રાહકો કલ્યાણ જ્વેલર્સ 4-લેવલ એશ્યોરન્સ સર્ટિફિકેટ પણ મેળવશે, જે શુદ્ધતા, ઘરેણાંના વિનામૂલ્યે આજીવન મેન્ટેનન્સ, પ્રોડક્ટની વિસ્તૃત માહિતી, પારદર્શિક એક્સચેન્જ અને બાય-બેક પોલીસી ધરાવે છે. આ સર્ટિફિકેશન બ્રાન્ડ દ્વારા તેના ગ્રાહકોને કરાતી બેસ્ટ ઓફરિંગ પ્રદર્શિત કરે છે.
આ શોરૂમમાં કલ્યાણની લોકપ્રિય હાઉસ બ્રાન્ડ્સ પણ સામેલ છે, જેમાં મુહૂર્ત (વેડિંગ જ્વેલરી લાઇન), મુદ્રા (હેન્ડક્રાફ્ટેડ એન્ટિક જ્વેલરી), નિમાહ (ટેમ્પલ જ્વેલરી), ગ્લો (ડાન્સિંગ ડાયમંડ્સ), ઝિયા (સોલિટેર જેવા ડાયમંડ જ્વેલરી), અનોખી (અનકટ ડાયમંડ્સ), અપૂર્વા (ખાસ પ્રસંગો માટેના હીરા), અંતરા (વેડિંગ ડાયમંડ્સ), હેરા (ડેઇલી વેર ડાયમંડ્સ), રંગ (કિંમતી સ્ટોનની જ્વેલરી) અને તાજેતરમાં લોંચ થયેલી લીલા (કલર્ડ સ્ટોન્સ અને ડાયમંડ જ્વેલરી)નો સમાવેશ થાય છે.
બ્રાન્ડ, તેના કલેક્શન અને ઓફર્સ વિશે વધુ માહિતી માટે, મુલાકાત લો - https://www.kalyanjewellers.net/
નિયમો અને શરતો લાગુ *
આજે BSE સેન્સેક્સ 820.97 પોઈન્ટના ઘટાડા સાથે 78,675.18 પોઈન્ટ પર બંધ રહ્યો હતો અને એ જ રીતે NSE નિફ્ટી 50 પણ 257.85 પોઈન્ટના મોટા ઘટાડા સાથે 23,883.45 પોઈન્ટ પર બંધ થયો હતો.
ભારતીય શેરબજારમાં મંગળવારના ટ્રેડિંગ સેશનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. બપોરે 1:40 વાગ્યે, સેન્સેક્સ 707 પોઈન્ટ (0.89%) ઘટીને, જ્યારે નિફ્ટી 216 પોઈન્ટ (0.86%) ઘટીને 23,939 પર આવી ગયો.
રિઝર્વ બેંકના 90મા વર્ષના સ્મરણોત્સવના ભાગરુપે વિભિન્ન સ્તરે આકર્ષક પુરસ્કારોની સાથે તમામ વિષયોમાં સ્નાતક પાઠ્યક્રમના કોલેજના છાત્રો માટે એક રાષ્ટ્રસ્તરની પ્રશ્નોત્તરીનું આયોજન કરવામાં આવ્યું છે.