કાંગારૂ કિડ્સ ઈન્ટરનેશનલ પ્રીસ્કૂલે નવરાત્રિની ખૂબ જ ઉત્સાહભેર ઊજવણી કરી
ભારતની નંબર 1 પ્રીમિયમ ઈન્ટરનેશનલ પ્રીસ્કૂલ બ્રાન્ડ કાંગારૂ કિડ્સ ઈન્ટરનેશનલ પ્રીસ્કૂલે નવરાત્રિની ખૂબ જ ઉત્સાહભેર ઊજવણી કરી હતી. આ તહેવાર મુંબઈ, પુણે, અમદાવાદ, કોલકાતા, ભુવનેશ્વર, બેંગલુરુ, હૈદરાબાદ, ચેન્નાઈ, દિલ્હી એનસીઆર અને લખનૌના સેન્ટર્સમાં ઉજવવામાં આવ્યો હતો.
અમદાવાદ : ભારતની નંબર 1 પ્રીમિયમ ઈન્ટરનેશનલ પ્રીસ્કૂલ બ્રાન્ડ કાંગારૂ કિડ્સ ઈન્ટરનેશનલ પ્રીસ્કૂલે નવરાત્રિની ખૂબ જ ઉત્સાહભેર ઊજવણી કરી હતી. આ તહેવાર મુંબઈ, પુણે, અમદાવાદ, કોલકાતા, ભુવનેશ્વર, બેંગલુરુ, હૈદરાબાદ, ચેન્નાઈ, દિલ્હી એનસીઆર અને લખનૌના સેન્ટર્સમાં ઉજવવામાં આવ્યો હતો. આ શહેરોના બાળકોએ ચાઈલ્ડ-ફ્રેન્ડલી દાંડિયા અને ગરબા નૃત્ય સેશનમાં સામેલ થઈને વિવિધ ઊજવણીઓમાં ભાગ લીધો હતો.
આ ઊજવણી કાંગારૂ કિડ્સના સાંસ્કૃતિક જાગૃતિને પ્રોત્સાહન આપવા અને વિદ્યાર્થીઓને વિવિધ અનુભવો સાથે એક્સપોઝર પ્રદાન કરવાના વ્યાપક મિશન સાથે સંરેખિત છે. શિક્ષણ પ્રત્યેનો આ નવીન અભિગમ પરંપરાગત સીમાઓને ઓળંગે છે અને ડાયનેમિક તથા જોડાયેલ વિશ્વના પડકારો માટે વિદ્યાર્થીઓ સારી રીતે સજ્જ છે તે સુનિશ્ચિત કરે છે. કાંગારૂ કિડ્સ પ્રીસ્કૂલ શરૂઆતથી જ બાળકના ઉછેરમાં આવા સાંસ્કૃતિક મૂલ્યો કેળવવામાં અને તેમના દેશની વિવિધતા માટે સર્વગ્રાહી વિકાસ અને આદરને પ્રોત્સાહન આપવા તેમનામાં આવશ્યક ભાવિ કૌશલ્યો સ્થાપિત કરવામાં માને છે.
દેશના વિવિધ ભાગોમાં નવરાત્રિના તહેવારની આતુરતાથી રાહ જોવાતી હોય છે, જે ઉપવાસ કરીને અને ગરબા રમીને મનાવવામાં આવે છે. કાંગારૂ કિડ્સ એ સુનિશ્ચિત કરે છે કે બાળકોને આનંદથી ભરપૂર ઊજવણી પૂરી પાડતી વખતે, તેઓ જીવનભર ટકી રહે તેવા મૂલ્યોનો પાયો પણ નાખે. આ પ્રસંગને ચિહ્નિત કરવા માટે, કાંગારૂ કિડ્સ પ્રીસ્કૂલે બાળકો માટે ડાયનેમિક અને સાંસ્કૃતિક રીતે સમૃદ્ધ વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કર્યું હતું. આ પ્રવૃત્તિઓમાં ઉંમર પ્રમાણેના સંગીત સાથે એક સરળ અને ચાઈલ્ડ-ફ્રેન્ડલી ગરબા અને દાંડિયા નૃત્ય સેશન્સ સમાવિષ્ટ હતા, જ્યાં માતા-પિતાને પણ તેમના નાના બાળકો સાથે નૃત્ય કરતાં આનંદમાં જોડાવા માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા. બાળકોને ઉત્સવપૂર્ણ અને સમાવિષ્ટ વાતાવરણ બનાવવા માટે પરંપરાગત ભારતીય પોશાક પહેરીને શાળાએ આવવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
નવરાત્રિની ઊજવણી પર ટિપ્પણી કરતા, કેવીએસ શેષસાઈ, સીઈઓ, પ્રી-કે ડિવિઝન, લાઇટહાઉસ લર્નિંગ (કાંગારૂ કિડ્સ) એ જણાવ્યું હતું કે, “સાંસ્કૃતિક વિવિધતાને સ્વીકારવા અને અમારા નાના વિદ્યાર્થીઓમાં સર્વગ્રાહી વિકાસને પ્રોત્સાહન આપવા માટે કાંગારુ કિડ્સના સતત પ્રયાસોની ભાવનામાં, અમે દરેક તહેવારને અનેરા ઉત્સાહ સાથે મનાવીએ છીએ. રંગો અને પરંપરાઓની ઉજવણી સાથેની નવરાત્રિ પણ તેમાં અપવાદ ન હતી. અમારા નાના બાળકોને સુંદર પરંપરાગત પોશાક પહેરીને ઉત્સવમાં ભાગ લેવા માટે ઉત્સુક જોવા એ ખરેખર હૃદયસ્પર્શી દ્રશ્ય હતું. દરેક દિવસને જોશભર્યો બનાવવો તથા બાળકોને નવા અનુભવો શોધવામાં અને તેમાં આત્મસાત કરવામાં મદદ કરવી એ કાંગારૂ કિડ્સની ફિલોસોફીના કેન્દ્રસ્થાને છે. આવા પ્રસંગો દ્વારા અમે શિક્ષણને ઊજવણી સાથે જોડીએ છીએ અને અમે ભારતમાં પ્રારંભિક બાળપણના શિક્ષણના લેન્ડસ્કેપને ફરીથી આકાર આપવાના અમારા મિશનમાં વધુ એક પગલું લઈએ છીએ.”
વીજળીની બચતને લોકો પોતાનો ધર્મ સમજીને પ્રમાણિકતાપૂર્વક પોતાનું કર્તવ્ય નિભાવશે તો બચાવેલી ઉર્જાનો વિકાસમાં, રાષ્ટ્ર નિર્માણમાં સદુપયોગ કરી શકાશે. વીજળીની બચતને આદત બનાવીએ : રાજ્યપાલ
બાળ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરે જણાવ્યું છે કે,બાળકોની સુરક્ષા અને તેમના અધિકારોનું સંરક્ષણ રાજ્ય સરકાર અને સમાજની પ્રાથમિક જવાબદારી છે જે અંતર્ગત ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા બાળ અધિકારો ના ભંગ અંગે "suo moto" કાર્યવાહી હાથ ધરીને જવાબદારો સામે ત્વરિત કાર્યવાહી કરવા સંબંધિતોને સૂચના આપવામાં આવી છે.
વિધાનસભા ગૃહ ખાતે રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતની નારીશક્તિ શિક્ષણ મેળવીને સન્માનપૂર્વક જીવન જીવી શકે તે માટે રાજ્ય સરકારે ચિંતા કરીને દીકરીઓના ભણતર માટે “વ્હાલી દીકરી યોજના” અમલમાં મૂકી હતી.